મારા સાયબર વિશ્વમાં આપનું હાર્દિક સ્વાગત છે.........

પ્રિય મિત્રો,
આપ સૌ મારા બ્લોગ પર અવારનવાર પધારો છો તે મારા માટે ખૂબ જ આનંદની વાત છે. પણ ઘણા મિત્રો તેમના અભિપ્રાય આપ્યા વગર જ જતા રહે છે, જે મને થોડું અધુરૂં લાગે છે. આપ સૌના અભિપ્રાય મારા માટે ઘણાં જ અગત્યના છે અને તે મને કંઈક વધુ સારું કરવાની પ્રેરણા અને ઉત્સાહ આપતા રહે છે. તો મિત્રો આપ જ્યારે-જ્યારે મારા બ્લોગની મુલાકાત લો ત્યારે આપના અમૂલ્ય અભિપ્રાય આપતા રહો તેવી અપેક્ષા.

સૌ મિત્રોને નમ્ર વિનંતિ કે અહીં મુકેલી રચનાઓ માત્ર સાંભળવા માટે જ છે, આથી મહેરબાની કરી ડાઉનલોડ માટે પૂછવું નહીં. આભાર.
મારા સંગ્રહમાંથી કેટલાંક આલ્બમના મુખપૃષ્ઠો:બુધવાર, 31 ડિસેમ્બર, 2008

રાખનાં રમકડાં

સ્વર: ગીતા દત્ત
ફિલ્મ:મંગળફેરા
સંગીત:અવિનાશ વ્યાસ

રાખનાં રમકડાં મારા રામે રમતાં રાખ્યાં રે
મૃત્યુલોકની માટીમાંથી માનવ કહીને ભાખ્યાં રે
રાખનાં રમકડાં, રમકડાં …

બોલે ડોલે રોજ રમકડાં, નિત નિત રમત્યું માંડે
આ મારું આ તારું કહીને એકબીજાને ભાંડે રે,
રાખનાં રમકડાં, રમકડાં …

એઇ કાચી માટીને કાયામાંથી માયા કેરા રંગ લગાયા
એજી ઢીંગલા ઢીંગલીએ ઘર માંડ્યાં ત્યાં તો વિંઝણલા વિંઝાયા રે
રાખનાં રમકડાં, રમકડાં …

તંત અનંતનો તંત ન તૂટ્યો ને રમત અધૂરી રહી,
તનડા ને મનડાની વાતો આવી એવી ગઇ,
રાખનાં રમકડાં, રમકડાં …

આ જ ભજન આશિત દેસાઇના કંઠે સાંભળો

મંગળવાર, 30 ડિસેમ્બર, 2008

ધારો કે એક સાંજ આપણે મળ્યાં

આજે સન્ 2008 ના અંતિમ દિવસે વિતેલા વર્ષને એક મીઠી યાદ સાથે વિદાય આપીએ.

શબ્દઃ જગદીશ જોશી
સ્વરઃ પુરુષોત્તમ ઉપાધ્યાય

ધારો કે એક સાંજ આપણે મળ્યાં
અને આપણે હળ્યાં
પણ આખા આ આયખાનું શું?
ખુલ્લી આ આંખ
અને કોરી કિતાબ એને ફરીફરી
કેમ કરી વાંચશું?

માનો કે હોઠ સહેજ મ્હોરી ઊઠ્યા
ને છાતીમાં મેઘધનુષ ફોરી ઊઠયાં
પણ બળબળતી રેખાનું શું?
આકાશે આમ કયાંક ઝૂકી લીધું
ને ફૂલોને ‘કેમ છો?’ પૂછી લીધું
પણ મૂંગી આ વેદનાનું શું?

માનો કે આપણે ખાધું-પીધું
અને માનો કે રાજ! થોડું કીધુંયે રાજ,
પણ ઝૂરતા આ ઓરતાનું શું?
ધારો કે રાણી! તમે જીતી ગયાં
અને ધારો કે વાયરા વીતી ગયા
પણ આ માંડેલી વારતાનું શું?

સોમવાર, 29 ડિસેમ્બર, 2008

પ્રેમ એટલે કે...

શબ્દ:મુકુલ ચોક્સી
સ્વર:સોલી કાપડિયા
આલ્બમ:પ્રેમ એટલે કે...

પ્રેમ એટલે કે,
સાવ ખુલ્લી આંખોથી થતો મળવાનો વાયદો.
સ્વપ્નમાં પળાય એવો કાયદો…
પ્રેમ એટલે કે,
તારા ગાલોના ખાડામાં ડૂબી જતા મારા
ચોર્યાશી લાખ વહાણોનો કાફલો

ક્યારે નહીં માણી હો,
એવી કોઈ મોસમનો કલરવ યાદ આવે,
એ પ્રેમ છે.
દાઢી કરતાં જો લોહી નીકળે ને
ત્યાં જ કોઈ પાલવ યાદ આવે,
એ પ્રેમ છે.

પ્રેમ એટલે કે,
સાવ ઘરનો જ એક ઓરડો…
ને તો ય આખા ઘરથી અલાયદો…

કાજળ આંજીને તને જોઉં તો તું લાગે,
એક છોકરીને તે ય શ્યામવર્ણી
વાદળ આંજીને જોતાં એવું લાગ્યું કે,
મને મૂકી આકાશને તું પરણી

પ્રેમમાં તો ઝાકળ આંજીને તને જોવાની હોય
અને ફૂલોમાં ભરવાનો હોય છે મુશાયરો…

પ્રેમ એટલે કે…
સાવ ખુલ્લી આંખોથી થતો મળવાનો વાયદો.

રવિવાર, 28 ડિસેમ્બર, 2008

સાંવરિયો રે મારો સાંવરિયો

શબ્દ : રમેશ પારેખ
સ્વર : સોનાલી બાજપાઈ, આરતી મુન્શી
આલ્બમ : તારી આંખનો અફીણી, હસ્તાક્ષર
સંગીત : કીર્તિ-ગિરીશ(તારી આંખનો અફીણી), શ્યામલ-સૌમિલ મુન્શી(હસ્તાક્ષર)

સાંવરિયો રે મારો સાંવરિયો
હું તો ખોબો માગું ને દઈ દે દરિયો !

જાણે અત્તર ઢોળાયું રૂમાલમાં
એવી લથબથ ભીંજાણી હું વ્હાલમાં

મારા વાલમનું નામ મારું નાણું
મારા મનનું ગુલાલ જેવું ગાણું
જાણું કે એણે ખાલી ઘડામાં ટહુકો ભરીયો !

કોઈ પૂછે કે ઘર મારું કેવડું
મારા વાલમજી બાથ ભરે એવડું

આંખ ફડકી ઉજાગરાથી રાતી
ઝીણા ધબકારે ફાટફાટ છાતી
છબીલો મારો સાવ ભોળો ને સાવ બાવરિયો

કોઈ હીરા જુવે તો કોઈ મોતી
મારી આંખો તો છેલજીને જોતી
જોતી રે રંગ કેસરિયો રે રંગ કેસરિયો

સોનાલી બાજપાઈ (તારી આંખનો અફીણી)
આરતી મુન્શી (હસ્તાક્ષર)

પ્રિયતમ મારા પ્રિયતમ


સંગીત : મેહુલ સુરતી
સ્વર : નુતન અને મેહુલ સુરતી
શબ્દ : મુકુલ ચોક્સી

પ્રિયતમ… મારા પ્રિયતમ…
પ્રિયતમ… મારા પ્રિયતમ…
તું ક્યાં છે કહે, તને મારા સમ…

હૈયાથી હોઠોના રસ્તા પર
અટકીને ઊભી છે આ સફર
ચાલે નહીં, આગળ કદમ
તું ક્યાં છે કહે, તને મારા સમ…

ઓ રે કાનુડા.. તોરી ગોવાલણ
મુરલીમાં લલચાણી રે

આભમાં ઝીણી વીજળી ઝબૂકે
મનમાં તારી યાદ રે
ભીના ભીના શમણાઓ જાગે
હોઠે તારું વાદ્ય રે

ઓ રે કાનુડા.. તોરી ગોવાલણ

મારી આજ તું, મારી કાલ તું
મારો પ્રેમ તું, મારું વ્હાલ તું

જેનો ટેકો લઇને હું બેઠી છું
એ જરા ઝુકેલી દિવાલ તું

તું અંત છે, તું છે પ્રથમ
તું ક્યાં છે કહે, તને મારા સમ…

પ્રિયતમ… મારા પ્રિયતમ…

શનિવાર, 27 ડિસેમ્બર, 2008

જાગ રે માલણ જાગ

સ્વર: પ્રફુલ્લ દવે
સંગીત: મહેશ - નરેશ
ફિલ્મ: મેરૂ-માલણ

જાગ રે માલણ જાગ, જાગ રે માલણ જાગ,
જાગ રે તારો મેરુ જગાડે, જાગ રે માલણ જાગ

ઝીલશે નહીં ધરતી મારી એકલતાનો ભારો
ચાર જુગોનાં જેવડો થાશે એક રે દિવસ મારો
છોડ રે માલણ છોડ, સેજ સુંવાળી છોડ
ચલને તારી યાદ સતાવે, સેજ સુંવાળી છોડ

જાગ નહીંતો પ્રાણનું મારું ઉડી જશે પંખેરું
પ્રેમ દુહાઈ દઈને તુને આજ પુકારે મેરુ
આવ રે માલણ આવ, કાળજે વાગ્યા ઘાવ
આંખ્યું મારી નીર વહાવે, આવ રે માલણ આવ

જાગ રે માલણ જાગ, જાગ રે માલણ જાગ,
જાગ રે તારો મેરુ જગાડે, જાગ રે માલણ જાગ

અમે સૂતા ઝરણાને જગાડ્યું

શબ્દ - ઉમાશંકર જોશી
સંગીત - શ્યામલ - સૌમિલ મુન્શી
સ્વર - વિરાજ-બિજલ ઉપાધ્યાય
આલ્બમ - હસ્તાક્ષર

અમે સૂતા ઝરણાને જગાડ્યું, ઉછીનું ગીત માગ્યું,
કે ગીત અમે ગોત્યું ગોત્યું ને ક્યાંય ના જડ્યું.

અમે વનવનનાં પારણાંની દોરે, શોધ્યું ફૂલોની ફોરે,
કે ગીત અમે ગોત્યું ગોત્યું ને ક્યાંય ના જડ્યું.

અમે ગોત્યું વસંતની પાંખે, ને વીજળીની આંખે,
કે ગીત અમે ગોત્યું ગોત્યું ને ક્યાંય ના જડ્યું.

અમે શોધ્યું સાગરની છોળે, વાદળને હિંડોળે,
કે ગીત અમે ગોત્યું ને ક્યાંય ના જડ્યું.

અમે ગોત્યું કંઇ સેંથીની વાટે, લોચનને ઘાટે,
કે ગીત અમે ગોત્યું ગોત્યું ને ક્યાંય ના જડ્યું.

અમે ખોળ્યું શૈશવને ગાલે, કે નહ-નમી ચાલે,
કે ગીત અમે ગોત્યું ગોત્યું ને ક્યાંય ના જડ્યું.

અમે જોઇ વળ્યાં દિશદિશની બારી, વિરાટની અટારી,
ઉરે આંસુ પછવાડે હીંચતું, ને સપનાં સીંચતું,

કે ગીત અમે ગોત્યું ગોત્યું ને ક્યાંય ના જડ્યું.

ક્રિસમસ અને નવા વર્ષની શુભકામનાઓ

આપ સૌને મારા તરફથી ક્રિસમસ અને નવા વર્ષની શુભકામનાઓ
cat

ગુરુવાર, 25 ડિસેમ્બર, 2008

ચમન તુજને સુમન


શબ્દ : કૈલાસ પંડિત
સ્વર : મનહર ઉધાસ

ચમન તુજને સુમન, મારી જ માફક છેતરી જાશે,
પ્રથમ એ પ્યાર કરશે, ને પછી જખ્મો ધરી જાશે.

અનુભવ ખુબ દુનિયાનો લઇને હું ઘડાયો’તો,
ખબર ન્હોતી તમારી, આંખ મુજને છેતરી જાશે.

ફના થાવાને આવ્યો’તો, પરંતુ એ ખબર ન્હોતી,
કે મુજને બાળવા પ્હેલાં , સ્વયમ્ દીપક ઠરી જાશે.

ભરેલો જામ મેં ઢોળી દીધો’તો એવા આશયથી,
હશે જો લાગણી એના દિલે, પાછો ભરી જાશે.

મરણની બાદ પણ ‘કૈલાસ’ ને બસ રાખજો એમ જ,
કફન ઓઢાવવાથી, લાશની શોભા મરી જાશે.

સોમવાર, 22 ડિસેમ્બર, 2008

બસ એટલી સમજ મને પરવરદિગાર દે

Man pray for something over black background with space for text on right photo

શબ્દ : અબ્બાસ અબ્દુલઅલી વાસી - 'મરીઝ'
સ્વર : જગજીત સિંહ, શ્યામલ મુન્શી - સૌમિલ મુન્શી,અચલ મહેતા
આલ્બમ : જીવન મરણ છે એક (જગજીત સિંહ)

બસ એટલી સમજ મને પરવરદિગાર દે,
સુખ જ્યારે જ્યાં મળે, ત્યાં બધાના વિચાર દે.

માની લીધું કે પ્રેમની કોઈ દવા નથી,
જીવનના દર્દની તો કોઈ સારવાર દે.

ચાહ્યું બીજું બધું તે ખુદાએ મને દીધું,
એ શું કે તારા માટે ફક્ત ઈન્તજાર દે.

આવીને આંગળીમાં ટકોરા રહી ગયા,
સંકોચ આટલો ન કોઈ બંધ દ્વાર દે.

પીઠામાં મારું માન સતત હાજરીથી છે
મસ્જિદમાં રોજ જાઉં તો કોણ આવકાર દે !

નવરાશ છે હવે જરા સરખામણી કરું,
કેવો હતો અસલ હું, મને એ ચિતાર દે.

તે બાદ માંગ મારી બધીયે સ્વતંત્રતા,
પહેલાં જરાક તારી ઉપર ઈખ્તિયાર દે.

આ નાનાં-નાનાં દર્દ તો થાતાં નથી સહન,
દે એક મહાન દર્દ અને પારાવાર દે.

સૌ પથ્થરોના બોજ તો ઊંચકી લીધા અમે,
અમને નમાવવા હો તો ફૂલોનો ભાર દે.

દુનિયામા કંઇકનો હું કરજદાર છું ‘મરીઝ’,
ચૂકવું બધાનું દેણ જો અલ્લાહ ઉધાર દે.

જગજીત સિંહ


શ્યામલ-સૌમિલ મુન્શી

સ્વર : અચલ મહેતા
સંગીત : નરેન્દ્ર જોશી
પ્રસ્તાવના : તેજસ મઝમુદાર

જીવનભર ના તોફાન

શબ્દ : અબ્બાસ અબ્દુલઅલી વાસી - 'મરીઝ'
સ્વર : જગજીત સિંહ, મનહર ઉધાસ
આલ્બમ : જીવન મરણ છે એક, આનંદ

જીવનભરના તોફાન ખાળી રહ્યો છું, ફકત એના મોઘમ ઈશારે ઈશારે.
ગમે ત્યાં હું ડૂબું, ગમે ત્યાં હું નીકળું, છે મારી પ્રતિક્ષા કિનારે કિનારે.

અહીં દુખની દુનિયામાં એક રંગ જોયો, ભલે સુખનું જગ હો પ્રકારે પ્રકારે.
સુજનની કબર કે ગુનેગારની હો, છે સરખી ઉદાસી મઝારે મઝારે.

હૃદય મારું વ્યાપક, નજર મારી સુંદર, કલા મારી મોહક વિચારે વિચારે.
નથી આભને પણ કશી જાણ એની, કે મેં ચાંદ જોયા સિતારે સિતારે.

અમારા બધાં સુખ અને દુખની વચ્ચે, સમયના વિના કંઈ તફાવત ન જોયો.
બધીયે મજા હતી રાતે રાતે, ને સંતાપ એનો સવારે સવારે.

નથી ઝંખના મારી ગમતી જો તમને, તો એનું નિવારણ તમારું મિલન છે.
તમે આમ અવગણના કરતા જશો તો, થતી રહેશે ઈચ્છા વધારે વધારે.

અમસ્તો અમસ્તો હતો પ્રશ્ન મારો, હકીકતમાં કોની છે સાચી બુલંદી.
જવાબ એનો દેવા ઊઠી આંગળીઓ, તમારી દિશામાં મિનારે મિનારે.

જગતમાં છે લ્હાવા કદમ પર કદમ પર, ફક્ત એક શરત છે ગતિમાન રહેવું.
નવા છે મુસાફર વિસામે વિસામે, નવી સગવડો છે ઉતારે ઉતારે.

મરણ કે જીવન હો એ બન્ને સ્થિતિમાં, ‘મરીઝ’ એક લાચારી કાયમ રહી છે.
જનાજો જશે તો જશે કાંધે કાંધે, જીવન પણ ગયું છે સહારે સહારે.

જગજીતસિંહ (જીવન મરણ છે એક)

મનહર ઉધાસ (આનંદ)

લેવા ગયો જો પ્રેમ

શબ્દ : અબ્બાસ અબ્દુલઅલી વાસી - 'મરીઝ'
સ્વર : જગજીત સિંહ
આલ્બમ : જીવન મરણ છે એક

લેવા ગયો જો પ્રેમ તો વહેવાર પણ ગયો,
દર્શનની ઝંખના હતી, અણસાર પણ ગયો.

એની બહુ નજીક જવાની સજા છે એ,
મળતો હતો જે દૂરથી સહકાર પણ ગયો.

રહેતો હતો કદી કદી ઝુલ્ફોની છાંયમાં,
મારા નસીબમાંથી એ અંધકાર પણ ગયો.

સંગતમાં જેની સ્વર્ગનો આભાસ હો ખુદા,
દોઝખમાં કોઈ એવો ગુનેગાર પણ ગયો ?

એ ખુશનસીબ પ્રેમીને મારી સલામ હો,
જેનો સમયની સાથે હ્રદયભાર પણ ગયો ?

એ પણ છે સત્ય એની ઉપર હક નથી હવે,
એવુંય કંઈ નથી કે અધિકાર પણ ગયો.

સાકી છે સ્તબ્ધ જોઈ નશાની અગાઢ ઊંઘ,
પીનારા સાથે કામથી પાનાર પણ ગયો.

કેવી મજાની પ્રેમની દીવાનગી હશે !
કે જ્યાં ‘મરીઝ’ જેવો સમજદાર પણ ગયો.

રવિવાર, 21 ડિસેમ્બર, 2008

મેં ત્યજી તારી તમન્ના


શબ્દ : અબ્બાસ અબ્દુલઅલી વાસી - 'મરીઝ '
સ્વર : જગજીત સિંહ,પુરુષોત્તમ ઉપાધ્યાય, બેગમ અખ્તર
આલ્બમ : જીવન મરણ છે એક (જગજીત સિંહ)

મેં ત્યજી તારી તમન્ના તેનો આ અંજામ છે,
કે હવે સાચેજ લાગે છે કે તારું કામ છે.

છે સ્ખલન બે ત્રણ પ્રસંગોમાં, મને પણ છે કબૂલ,
કોણ જાણે કેમ, આખી જિંદગી બદનામ છે.

એક વીતેલો પ્રસંગ પાછો ઉજવવો છે ખુદા!
એક પળ માટે વીતેલી જિંદગીનું કામ છે.

મારી આ મજબૂર મસ્તીનો નશો ઉતરી ગયો,
આપ પણ એવું કહો છો કે મને આરામ છે.

આપની સામે ભલે સોદો મફતમાં થઇ ગયો,
આમ જો પૂછો બહુ મોંઘા અમારા દામ છે.

જિંદગીના રસને પીવામાં કરો જલદી 'મરીઝ',
એક તો ઓછી મદિરા છે ને ગળતું જામ છે.

જગજીત સિંહ

પુરુષોત્તમ ઉપાધ્યાય

બેગમ અખ્તર

ઓ સિતમગર

શબ્દ : અબ્બાસ અબ્દુલઅલી વાસી - 'મરીઝ'
સ્વર : જગજીત સિંહ
આલ્બમ : જીવન મરણ છે એક

ઓ સિતમગર દાદ તો દે મારી આ તદબીરને;
લાજ રાખી લઉં છું તારી દોષ દઇ તકદીરને.

રૂબરૂમાં એની સામે એમ જોવાયું નહીં;
જેવી રીતે જોઉં છું હું એમની તસવીરને.

વિંધે આરાઓ બરાબર જાય છે મંઝિલ ઉપર;
પંથ બદલે એ નથી આદત ગતિના તીરને.

એની અંદર શું હશે મારી બલા જાણે 'મરીઝ';
બહારતો પથ્થર મળ્યા મસ્જિદ અને મંદિરને.

મને એવી રીતે

શબ્દ : અબ્બાસ અબ્દુલઅલી વાસી- મરીઝ
સ્વર : જગજીત સિંહ
આલ્બમ : જીવન મરણ છે એક

મને એવી રીતે કઝા યાદ આવી,
કોઇ એમ સમજે દવા યાદ આવી.

નથી કોઇ દુ:ખ મારા આંસુનું કારણ,
હતી એક મીઠી મઝા યાદ આવી.

હજારો હસીનોના એકરાર સામે,
મને એક લાચાર ના યાદ આવી.

મહોબ્બતના દુ:ખની એ હદ આખરી છે,
મને મારી પ્રેમાળ મા યાદ આવી.

કોઇ અમને ભૂલે તો ફરીયાદ શાની,
'મરીઝ' અમને કોની સદા યાદ આવી.

બસ દુર્દશાનો એટલો આભાર હોય છે

શબ્દ : અબ્બાસ અબ્દુલઅલી વાસી-'મરીઝ'
સ્વર :જગજીત સિંહ
આલ્બમ : જીવન મરણ છે એક

બસ દુર્દશાનો એટલો આભાર હોય છે
જેને મળું છું મુજથી સમજદાર હોય છે

દાવો અલગ છે પ્રેમનો દુનિયાની રીતથી
એ ચુપ રહે છે જેને અધિકાર હોય છે

કાયમ રહી જાય તો પયગંબરી મળે
દિલમાં જે એક દર્દ કોઇવાર હોય છે

જાણે છે સૌ ગરીબ કે વસ્તુ બધી 'મરીઝ'
ઇશ્વરથી પણ વિશેષ નિરાકાર હોય છે

આ ગઝલના બીજા શેર કે જે અહીં ગવાયા નથી તે

ઝંખે મિલનને કોણ જો એની મજા કહું
તારો જે દુર-દુરથી સહકાર હોય છે

ટોળે વળે છે કોઇની દીવાનગી ઉપર
દુનિયાના લોક કેવા મિલનસાર હોય છે

હો કોઇપણ દિશામાં બુલંદી નથી જતી
આકાશ જેમ જેઓ નિરાધાર હોય છે

નિષ્ફળ પ્રણય પણ એને મટાડી નથી શકતો
તારા ભણી જે મમતા લગાતાર હોય છે

જો એ ખબર પડે તો મજા કેટલી પડે
ઇશ્વર જગતમાં કોનો તરફદાર હોય છે

-'આગમન' માંથી.

'આગમન' માંથી.

જીવન મરણ છે એક

શબ્દ : અબ્બાસ અબ્દુલ અલી વાસી 'મરીઝ'
સ્વર : જગજીત સિંહ
આલ્બમ : 'જીવન મરણ છે એક'

જીવન મરણ છે એક, બહુ ભાગ્યવંત છું;
તારી ઉપર મરું છું, હું તેથી જીવંત છું.

ખુશબુ હજી છે બાકી, જો સુંઘી શકો મને;
હું પાનખર નથી, હું વિતેલી વસંત છું.

હદથી વધી જઇશ તો, તરતજ મટી જઇશ;
બિંદુની મધ્યમાં છું, કે તેથી અનંત છું.

રસ્તે પલાઠી વાળીને, બેઠો છું હું 'મરીઝ';
ને આમ જોઇએતો, ન સાધુ ન સંત છું.

ગુરુવાર, 18 ડિસેમ્બર, 2008

તમારા સમ


શબ્દ - મુકુલ ચોક્સી
સંગીત - મેહુલ સુરતી

તમારા રૂપની રેલાય છે મૌસમ.. તમારા સમ
જગત આખામાં ફેલાઇ જશે ફોરમ…
તમારા સમ… તમારા સમ… તમારા સમ… તમારા સમ… તમારા સમ…

તમે જો હોવ તો વાતાવરણ કેવુ સરસ લાગે
અરીઠા લાગે છે આસવ ને ચા કોફી ચરસ લાગે
તમો ને જોઇને પાણીને પોતાને તરસ લાગે
તમારી યાદમાં વીતે.. એક એક પળ.. વરસ લાગે ..
અને તો પણ પડે છે આખુ જીવન કમ તમારા સમ….
તમારા રૂપની રેલાય છે મૌસમ.. તમારા સમ

ગીતના ઘેઘુર ગરમાળામાં ચૂમી છે તને
બે ગઝલની વચ્ચે ના ગાળામાં ચૂમી છે તને
સાચુ કહો તો આ ગણિત અમથું નથી પાકુ થયુ ‘મુકુલ ‘
બે ને બે હોઠો ના સરવાળામાં ચૂમી છે તને

બનું હું રાત તો શમ્મા તમારું નામ થઇ જાશે
તમે સાકી બનો તો મારુ હૈયું જામ થઇ જાશે
તમારા રૂપની ઝળહળ જો સુબહો શામ થઇ જાશે
સૂરજ ને ચાંદ બન્ને જણ બહુ બદનામ થઇ જાશે
બનું હું ફૂલ તો બનશો તમે શબનમ… તમારા સમ

તમારા રૂપની રેલાય છે મૌસમ.. તમારા સમ
તમારા સમ… તમારા સમ… તમારા સમ… તમારા સમ…

રવિવાર, 14 ડિસેમ્બર, 2008

દીકરો મારો લાડકવાયો

કવિ - કૈલાશ પંડિત
સ્વર : સંગીત - મનહર ઉધાસ
આલ્બમ - અભિનંદન

દીકરો મારો લાડકવાયો દેવ નો દીધેલ છે,
વાયરા જરા ધીરા વાયજો એ નીંદમાં પોઢેલ છે.
દીકરો મારો લાડકવાયો…..
રમશું દડે કાલ સવારે જઇ નદીને તીર,
કાળવી ગાયના દૂધની પછી રાંધશું મીઠી ખીર,
આપવા તને મીઠી મીઠી આંબલી રાખેલ છે.
દીકરો મારો લાડકવાયો…..
કેરીઓ કાચી તોડશું અને ચાખશું મીઠા બોર,
છાંયડા ઓઢી ઝુલશું ઘડી થાશે જ્યાં બપોર,
સીમ વચાળે વડલા ડાળે હીંચકો બાંધેલ છે.
દીકરો મારો લાડકવાયો…..
ફૂલની સુગંધ ફૂલનો પવન ફૂલના જેવું સ્મિત,
લાગણી તારી લાગતી જાણે ગાય છે ફૂલો ગીત,
આમતો તારી આજુબાજુ કાંટા ઊગેલ છે.
દીકરો મારો લાકડવાયો…..
હાલકડોલક થાય છે પાપણ મરક્યા કરે હોઠ,
શમણે આવી વાત કરે છે રાજકુમારી કો’ક,
રમતાં રમતાં હમણાં એણે આંખડી મીંચેલ છે.
દીકરો મારો લાડકવાયો દેવ નો દીધેલ છે,
વાયરા જરા ધીરા વાયજો એ નીંદમાં પોઢેલ છે.
દીકરો મારો લાડકવાયો…..

આ ગીતની વિડીયો ફિલ્મ

આ શહેર તમારા મનસૂબા ઉથલાવી દે, કહેવાય નહીં


કવિ - રમેશ પારેખ
સ્વર : સોલી કાપડિયા

આ શહેર તમારા મનસૂબા ઉથલાવી દે, કહેવાય નહીં
આ ચહેરા પર બીજો ચહેરો ચિપકાવી દે, કહેવાય નહીં

આ સંકેતો, આ અફવાઓ, આ સંદર્ભો, આ ઘટનાઓ
આખેઆખો નકશો ક્યારે બદલાવી દે, કહેવાય નહીં

ઘરને ઘર કહીએ તો આ ઘર એક લૂનો ચોરસ દરિયો છે
ભરતી છે : દરિયો શું શું ડુબાવી દે, કહેવાય નહીં

સપનાંના છટકરસ્તે અહીંથી ભાગી નીકળે છે આંખો, પણ
પાંપણનું ખૂલી પડવું, પાછી સપડાવી દે, કહેવાય નહીં

દ્રશ્યો-દ્રશ્યો જંગલ-જંગલ ચશ્માં-ચશ્માં ધુમ્મસ-ધુમ્મસ
રસ્તા-રસ્તા પગલું-પગલું ભટકાવી દે, કહેવાય નહીં

ટાવર ધબકે, રસ્તા ધબકે, અરધો-પરધો માણસ ધબકે
કોનો ધબકારો કોણ અહીં અટકાવી દે, કહેવાય નહીં

શનિવાર, 13 ડિસેમ્બર, 2008

તમારાં અહીં આજ પગલાં થવાનાં

કવિ - ગની દહીંવાલા
સ્વર - હેમંત કુમાર,મનહર ઉધાસ

તમારાં અહીં આજ પગલાં થવાનાં,ચમનમાં બધાને ખબર થઇ ગઇ છે.
ઝુકાવી છે ગરદન બધી ડાળીઓએ,ફૂલોનીય નીચી નજર થઇ ગઇ છે.

શરમનો કરી ડોળ સઘળું જુએ છે કળી પાંદડીઓના પડદે રહીને,
ખરું જો કહી દઉં તો વાતાવરણ પર તમારાં નયનની અસર થઇ ગઇ છે.

બધી રાત લોહીનું પાણી કરીને બિછાવી છે મોતીની સેજો ઉષાએ,
પધારો કે આજે ચમનની યુવાની બધાં સાધનોથી સભર થઇ ગઇ છે.

હરીફોય મેદાન છોડી ગયા છે નિહાળીને કીકી તમારાં નયનની,
મહેકંત કોમળ ગુલાબોની કાયા ભ્રમર – ડંખથી બેફિકર થઇ ગઇ છે.

પરિમલની સાથે ગળે હાથ નાખી કરે છે અનિલ છેડતી કૂંપળોની,
ગજબની ઘડી છે તે પ્રત્યેક વસ્તુ, પુરાણા મલાજાથી પર થઇ ગઇ છે.

ઉપસ્થિત તમે છો તો લાગે છે ઉપવન, કલાકારનું ચિત્ર સંપૂર્ણ જાણે,
તમે જો ન હો તો બધા કહી ઊઠે કે;વિધાતાથી કોઇ કસર થઇ ગઇ છે.

‘ગની’, કલ્પનાનું જગત પણ છે કેવું, કે આવી રહી છે મને મારી ઇર્ષ્યા !
ઘણી વાર આ જર્જરિત જગમાં રહીને, ઘણી જન્નતોમાં સફર થઇ ગઇ છે.

આ જ ગઝલ મનહર ઉધાસ ના કંઠે

તને જાતા જોઈ પનઘટની વાટે

કવિ - શ્રી અવિનાશ વ્યાસ
સ્વર - મુકેશ, મનહર ઉધાસ


તને જાતા જોઈ પનઘટની વાટે
મારૂ મન મોહી ગયુ,

તારા રૂપાળા ગોરા ગોરા ઘાટે,
મારૂ મન મોહી ગયુ,

કેડે કંદોરોને કોટમાં દોરો
તારા લહેરિયાની લાલ લાલ ભાતે,
મારૂ મન મોહી ગયુ,

રાસે રમતી આંખને ગમતી
પૂનમની રઢિયાળી રાતે,
મારૂ મન મોહી ગયુ,

બેંડલુ માઠે ને મહેંદી ભરી હાથે
તારી ગાગરની છલકાતી છાંટે,
મારૂ મન મોહી ગયુ,

તને જાતા જોઈ પનઘટની વાટે
મારૂ મન મોહી ગયુઆ જ ગીત મનહર ઉધાસના કંઠે

નદીની રેતમાં રમતું નગર મળે ન મળે,


કવિ : શ્રી આદિલ મંસૂરી
સ્વર : પુરુષોત્તમ ઉપાધ્યાય , મનહર ઉધાસ.

નદીની રેતમાં રમતું નગર મળે ન મળે,
ફરી આ દ્રશ્ય સ્મૃતિપટ ઉપર મળે ન મળે.

ભરી લો શ્વાસમાં એની સુગંધનો દરિયો,
પછી આ માટીની ભીની અસર મળે ન મળે.

પરિચિતોને ધરાઈને જોઈ લેવા દો,
આ હસતા ચહેરા; આ મીઠી નજર મળે ન મળે.

ભરી લો આંખમાં રસ્તાઓ, બારીઓ, ભીંતો,
પછી આ શહેર, આ ગલીઓ, આ ઘર મળે ન મળે.

રડી લો આજ સંબંધોને વીંટળાઈ અહીં,
પછી કોઈને કોઈની કબર મળે ન મળે.

વળાવા આવ્યા છે એ ચ્હેરા ફરશે આંખોમાં,
ભલે સફરમાં કોઈ હમસફર મળે ન મળે.

વતનની ધૂળથી માથુ ભરી લઉં ‘આદિલ’,
અરે આ ધૂળ પછી ઉમ્રભર મળે ન મળે.

પુરુષોત્તમ ઉપાધ્યાય

મનહર ઉધાસ

સુરતી વર્ઝન

નડીની રેલમાં ટરટું નગર મલે નીં મલે,
ફરી આ ડ્રસ્ય સ્મૃતિપટ ઉપર મલે નીં મલે.

અરે કાડવ ઠહે ટો ઉગહે એમાં બી કમર,
પછી આ માટીની ભીની અસર મલે નીં મલે.

પરિચિટોને ડઘાઈને જોઈ લેવા ડેવ,
એ કરડાં ઠોબડાં, ટ્રાંસી નજર મલે નીં મલે.

બઢા ડૂબી ગીયાં રસ્ટાઓ, બારીઓ, ભીંટો,
ટમે બી ડૂબહો પછી આ ઘર મલે નીં મલે.

ઉટરહે પૂર, પછી ફાટવાનો પ્લેગ ટરટ !
પછી કોઈને કોઈની કબર મલે નીં મલે.

ટને બી લૈ ડૂબે - એવાની આંગરી નીં પકડ!
બચી જહે ટું, ભલે હમસફર મલે નીં મલે.

વટનમાં હું મલે કે માઠું ભરી ડેઉં ‘નિમ્મેસ’?
ટને કાદવ જે મયલો, ઉમ્રભર મલે નીં મલે.
- નિર્મિશ ઠાકર
(સાભારઃ મિતિક્ષા.કૉમ)

શુક્રવાર, 12 ડિસેમ્બર, 2008

ઉંબરે ઊભી સાંભળું રે બોલ વ્હાલમના

કવિ - મણિલાલ દેસાઇ
સ્વર - નિરુપમા શેઠ

ઉંબરે ઊભી સાંભળું રે બોલ વ્હાલમના;
ઘરમાં સૂતી સાંભળું રે બોલ વ્હાલમના.


ગામને પાદર ઘૂઘરા વાગે,
ઊંઘમાંથી મારાં સપનાં જાગે,
સપનાં રે લોલ વ્હાલમનાં.
ઉંબરે ઊભી સાંભળું રે બોલ વ્હાલમના.


કાલ તો હવે વડલાડાળે ઝૂલશું લોલ,
કાલ તો હવે મોરલા સાથે કૂદશું લોલ,
ઝૂલતાં ઝોકો લાગશે મને,
કૂદતાં કાંટો વાગશે મને,
વાગશે રે બોલ વ્હાલમના.
ઉંબરે ઊભી સાંભળું રે બોલ વ્હાલમના.


આજની જુદાઇ ગોફણ ઘાલી વીંઝશું લોલ,
વાડને વેલે વાલોળપાપડી વીણશું લોલ.
વીંઝતાં પવન અડશે મને,
વીણતાં ગવન નડશે મને,
નડશે રે બોલ વ્હાલમના.
ઉંબરે ઊભી સાંભળું રે બોલ વ્હાલમના;
ઘરમાં સૂતી સાંભળું રે બોલ વ્હાલમના.

તારા રે નામનો છેડ્યો એકતારો (આજ નો ચાંદલિયો મને)

તારા રે નામનો છેડ્યો એક તારો
હું તારી મીરા તુ ગીરીધર મારો
આજ નો ચાંદલિયો મને લાગે બહુ વ્હાલો
કહી દો સુરજને કે ઉગે નહીં ઠાલો

આપણે બે અણજાણ્યા પરદેશી પંખી
આજ મળ્યા જુગજુગનો સથવારો ઝંખી
જોજે વિખાય નહીં શમણાનો માળો
કહી દો સુરજને કે ઉગે નહીં ઠાલો

દો રંગી દુનિયાની કેડી કાંટાળી
વસમી છે વાટ કેમ ચાલુ સંભાળી
લાગે ના ઠોકર જો હાથ તમે ઝાલો
કહી દો સુરજને કે ઉગે નહીં ઠાલો

મારા રામ તમે સીતાજી ની તોલે ન આવો

રામ રામ રામ …

દયાના સાગર થઇ ને, કૃપા રે નિધાન થઇ ને
છો ને ભગવાન કેવરાવો
પણ રામ તમે સીતાજીની તોલે ન આવો
મારા રામ તમે સીતાજીની તોલે ન આવો


સોળે શણગાર સજી મંદિરને દ્વાર તમે
ફૂલ ને ચંદન થી છો પૂજાઓ
પણ રામ તમે સીતાજીની તોલે ન આવો
મારા રામ તમે સીતાજીની તોલે ન આવો


કાચા રે કાન તમે ક્યાં ના ભગવાન તમે
અગ્નિ પરીક્ષા કોની કીધી
તારો પડછાયો થઇ જેણે વગડો રે વેઠ્યો
એને લોકોની વાતે ત્યાગી દીધી
પતિ થઇ ને પત્નીને પારખતાં ન આવડી
છો ને ઘટઘટના જ્ઞાતા થઇ ફૂલાઓ
પણ રામ તમે સીતાજીની તોલે ન આવો
મારા રામ તમે સીતાજીની તોલે ન આવો


તમથીયે પહેલા અશોક વનમાં
સીતાજી એ રાવણને હરાવ્યો
દૈત્યોના બીચમા નીરાધાર નારી તો’યે
દશ મંથાવાળો ત્યાં ના ફાવ્યો
મરેલા ને માર્યો તેમા કર્યું શું પરાક્રમ
અમથો વિજય નો લૂંટ્યો લ્હાવો
મારા રામ તમે સીતાજી ની તોલે ન આવો
મારા રામ તમે સીતાજી ની તોલે ન આવો.

આશા ભોંસલે

આ જ ગીત આશિત દેસાઇના સ્વરમાં

મારા તે ચિત્તનો ચોર રે મારો સાંવરીયો

ફિલ્મ - અખંડ સૌભાગ્યવતી (1964)
સ્વર - લતા મંગેશકર
સંગીત - કલ્યાણજી-આણંદજી

વેરણ થઇ ગઇ રાતડી રહેતી આંખ ઉદાસ
સપનાં પણ (.... ) સખી મારા સાંવરિયાનો (....)

મારા તે ચિત્તનો ચોર રે મારો સાંવરીયો
કે જેવો રાધા ને નંદનો કિશોર
એવો મારો સાંવરીયો

જમુના તીર જઇ ભરવા હું નીર ગઇ
પ્રીતની વાદળી વરસી
હૈયાની હેલ મારી છલકાવે પ્રેમ
તોયે હું રહી ગઇ તરસી
તનડું ભીંજાય તોયે રોમ રોમ ન્હાય
મારા નટખટના નેણ છે નઠોર
એવો મારો સાંવરિયો

મીઠી રે મોરલીને કાને તેડાવી મને
એનાતે સૂરમાં સાધી
મોંઘેરા મનના વનરા તે વનમાં
ફૂલોના હાર થી બાંધી
(....................)
જોડે મારા પાલવની કોર
એવો મારો સાંવરિયો

જોયા ના તારલા ને જોઇ ના ચાંદની
જોઇના કાંઇ રાતરાણી
(...........)
એવી વાલમની વાણી
ભૂલીતે ભાન રહ્યું કાંઇયે ના સાન

જ્યારે ઉગી ગઇ આભમાં ભોર
એવો મારો સાંવરિયો
( ઉપર ખાલી જગ્યામાં શબ્દો મને સમજાતા નથી. આપમાંથી કોઇ મદદ કરશે તો આભારી થઇશ.)

બેડલે પાણી

બેડલે પાણી હો બેડલે પાણી
મારા મનડાની વાત ક્યાં છુપાણી

મને પૂછો તો કાંઇના જાણું
જુઓ રોમ રોમ એને હું માણું
મારા હૈયાની કોર છે ભીંજાણી

પેલો ચાંદલિયો ઓઢણીએ ઝીલું
કોક અણસારે ઓચિંતી ખીલું
ઓલી અમરતની ધાર છે સિંચાણી

આજ સૈયર સૌ સાથ ઘૂમ ઘૂમું
ભર્યા સપનાંએ રુમઝુમ ઝુમું
નવી ફૂટે છે આજ નવી વાણી

વનેચંદનો વરઘોડો - શાહબુદ્દીન રાઠોડ

હું નાનપણથી સાંભળતો આવ્યો છું છતાં આજે પણ સાંભળું છું ત્યારે જાણે પહેલી વાર સાંભળતો હોઉં તેટલું જ હસી પડું છું તેવું એકમાત્ર આલ્બમ આપના માટે. શાહબુદ્દીન રાઠોડની અવિસ્મરણીય વાક્છટા અને અસ્સલ કાઠીયાવાડી લહેજત. જાણે આપણે પ્રત્યક્ષ હાજર હોઈએ એવો રસાસ્વાદ. વારંવાર સાંભળવા છતાં ન ધરાવ તેવું સુંદર સર્જન

ડાઉનલોડ

શાહબુદ્દીન રાઠોડ: હાસ્યનો મુકાબલો ;ભાગ-1

ગીતોના બ્લોગ પર આ વિડિયો કદાચ અસ્થાને લાગે પરંતુ શાહબુદ્દીન રાઠોડ નામ જ એવું છે કે જે ક્યાંય અસ્થાને હોય શકે જ નહીં. (આપણા સૌના હ્રદય માં પણ)

શાહબુદ્દીન રાઠોડ: હાસ્યનો મુકાબલો;ભાગ-2

શાહબુદ્દીન રાઠોડ: હાસ્યનો મુકાબલો; ભાગ-3

તબીબો પાસેથી હું નિકળ્યો દિલની દવા લઈ ને

આજે બરકત વિરાણી-'બેફામ'ની એક સુંદર ગઝલ મૂકવાની ઇચ્છા થાય છે. આશિત દેસાઇના સ્વરમાં ખૂબ મજાની આ રચના માણો.

તબીબો પાસેથી હું નિકળ્યો દિલની દવા લઈ ને,

જગત સામે જ ઊભેલું હતું દર્દો નવા લઈ ને,


તરસ ને કારણે નો’તી રહી તાકાત ચરણોમાં

નહી તો હું તો નીકળી જાત રણથી ઝાંઝવા લઇને


હું રજકણથી ય હલકો છું તો પર્વતથી ય ભારે છું

મને ના તોળશો લોકો તમારા ત્રાજવા લઇને


ગમી જાય છે ચેહરો કોઈ, તો એમ લાગે છે,

પધાર્યા છો તમે ખુદ રૂપ જાણે જુજવા લઈ ને,


સફરના તાપ માં માથા ઉપર એનો છાંયો છે,

હું નિકળ્યો છું નજરમાં મારા ઘરના ને જવા લઈ ને,


બધાના બંધ ઘરના દ્વાર ખખડાવી ફર્યો પાછો,

અને એ પણ ટકોરાથી તુટેલા ટેરવા લઈ ને,


ફક્ત એથી જ મારા શ્વાસ અટકાવી દીધા “બેફામ,”

નથી જન્નતમાં જાવું મારે દુનિયાની હવા લઈ ને…..

દિવસો જુદાઇના જાય છે

સ્વ. ગનીભાઇ દહીંવાલાની યાદગાર રચના રફીના કંઠે આપના માટે ખાસ.

દિવસો જુદાઈના જાય છે, એ જશે જરૂર મિલન સુધી:

મારો હાથ ઝાલીને લઈ જશે, મુજ શત્રુઓ જ સ્વજન સુધી.


ન ધરા સુધી,ન ગગન સુધી,નહી ઉન્નતિ,ન પતન સુધી,

ફકત આપણે તો જવુ હતું, હર એકમેકના મન સુધી.


તમે રાંકનાં છો રતન સમાં, ન મળો હે અશ્રુઓ ધૂળમાં,

જો અરજ કબૂલ હો આટલી તો હદયથી જાઓ નયન સુધી.


તમે રાજરાણીનાં ચીર સમ, અમે રંક નારની ચૂંદડી !

તમે તન પે રહો ઘડી બે ઘડી, અમે સાથ દઈએ કફન સુધી.


જો હદયની આગ વધી ‘ગની’, તો ખુદ ઈશ્વરે જ કૃપા કરી;

કોઈ શ્વાસ બંધ કરી ગયું, કે પવન ન જાય અગન સુધી.

મોહમ્મદ રફી

સોલી કાપડીયા

જોઇ લે, આ હાથમાં ગાંડીવ છે, ગોફણ નથી !

દેવદાસ- અમીર રચિત મારી મનપસંદ ગઝલ પુરુષોત્તમ ઉપાધ્યાયના કંઠે:

કોણ કહે છે લક્ષ્ય વીંધે કોઇ એવો કોઇ જણ નથી ?
જોઇ લે, આ હાથમાં ગાંડીવ છે, ગોફણ નથી !


હું તને મારો ગણીને બંદગી કરતો રહું.
ને ખુદા, તું એમ વરતે છે, કે કંઇ સગપણ નથી ?


જાન આપો કે ન આપો, આંચકીને લઇ જશે,
આવશે હકદાર થઇને, મોત કંઇ માગણ નથી !


અલ્પ જીવનમાં બધીયે કેમ સંતોષી શકાય ?
બહુ તમન્નાઓ છે દિલમાં, એક બે કે ત્રણ નથી !


મધ્યદરિયે ડૂબવામાં એ જ તો સંતોષ છે,
આ તમાશો દેખવા માનવનો મહેરામણ નથી.


હાલ તું આવા અધૂરા માનવી સરજે છે કાં ?
વિશ્વકર્મા ! તારું પણ પહેલાં સમું ધોરણ નથી.


ફાવશે ક્યાં ક્યાં હરીફોની હરીફાઇ, ‘અમીર’ ?
મારી સમૃધ્ધિનાં કાંઇ એક-બે કારણ નથી !


તારી હથેળીને દરિયો માનીને........સુંદર ગઝલ

કવિ- તુષાર શુક્લ
સ્વર- સૌમિલ મુનશી
આલ્બમ- હસ્તાક્ષર

તારી હથેળીને દરિયો માનીને કોઇ ઝંખનાને સોંપે સુકાન;
એને રેતીની ડમરીનો ડૂમો મળે, એનો અલ્લાબેલી.

ખજૂરીની છાયામાં વરસે છે ઝાંઝવા ને વેળુમાં તરસે છે વ્હાણ;
કૂવાથંભેથી હવે સોણલાં રડે ને કોરી આંખોને અવસરની જાણ.
તારી હથેળીને રેતી માનીને કોઈ ઊંટોના શોધે મુકામ;
એને કોરીકટ માછલીની જાળો મળે, એનો અલ્લાબેલી.

કોની હથેળીમાં કોનું છે સુખ, કોને દરિયો મળે ને કોને રેતી?
વરતારા મૌસમના ભૂલી જઇને એક ઝંખનાને રાખવાની વ્હેતી.
તારી હથેળીને કાંઠો માનીને કોઈ લાંગરે ને ઊઠે તોફાન;
એના ઓસરતી વેળુમાં પગલાં મળે, એનો અલ્લાબેલી.

સોનલ ગરબો શિરે

આ ગરબા માટે ઘણી રિક્વેસ્ટ આવી છે.

સોનલ ગરબો શીરે અંબે મા,
ચાલો ધીરે ધીરે મા.

હે ચાલો ધીરે ધીરે, ચાલો ધીરે ધીરે,
ચાલો ધીરે ધીરે મા.

સખીઓ સંગાથે કેવા ઘૂમે છે,
ફરરર ફૂંદડી ફરે અંબે મા,
ચાલો ધીરે ધીરે મા.

હે ચાલો ધીરે ધીરે, ચાલો ધીરે ધીરે,
ચાલો ધીરે ધીરે મા.

સોનલ ગરબો શીરે અંબે મા,
ચાલો ધીરે ધીરે મા.


ગગનવાસી ધરાપર બે ઘડી શ્વાસો ભરી તો જો

ખૂબ સુંદર અને અર્થસભર રચના. આજના જમાનામાં જીવન જીવવું કેટલું કઠિન છે તે રજૂ કરતો એક નવો વિચાર કે કદાચ ભગવાનને પણ આ દુનિયામાં જીવવા સંઘર્ષ કરવો પડશે
શબ્દ - નાઝીર દેખૈયા
સ્વર - મનહર ઉધાસ

ગગનવાસી ધરા પર બે ઘડી શ્વાસો ભરી તો જો.
જીવનદાતા, જીવનકેરો અનુભવ તું કરી તો જો.

સદાયે શેષશૈયા પર શયન કરનાર ઓ, ભગવન !
ફકત એક વાર કાંટાની પથારી પાથરી તો જો.

જીવન જેવું જીવન, તુજ હાથમાં સુપરત કરી દેશું
અમારી જેમ અમને એક પળ તું કરગરી તો જો.

નિછાવર થઇ જઇશ, એ વાત કરવી સહેલ છે ‘નાઝીર’
વફાના શ્વાસ ભરનારા, મરણ પહેલાં મરી તો જો.

..........અને શાંતિદૂતો પણ ફફડી ઉઠ્યાં

જમુના ને કાંઠે કા’નો વાંસળી વગાડતો

મારું મનગમતું ગીત. અચલ મહેતા અને રિષભ ગ્રુપ

જમુના ને કાંઠે કા’નો વાંસળી વગાડતો
સૂર એના એવા રેલાય રે…
વાંસળીના સૂર સૂણી, ગોપીઓ ભાન ભૂલી
સૂર એના એવા રેલાય રે…


ઝરમર ઝરમર મેહુલિયો વરસે
રાધા સંગ કાનો ભીંજાઇ રે
કાળી કાળી વાદળીમાં વીજળી ઝબૂકી
બારે મેઘ આજે મંડાય રે


મનમાં મારા ઉમંગ એવો જાગ્યો
મીરા થઇ તુજમાં સમાઇ જાઉં
વિરહની વેદના હવે સહાય ના
ઓ શ્યામ મુજને સમાવી લે

રાસ - ઝાલાવાડી ઢોલ જાણે ઝાંઝર વાગે


હે.... મુને ઢોલે રમવા મેલ મારા મારા વાલિયા
ઝાલાવાડી ઢોલ જાણે ઝાંઝર વાગે

હે.....મારા હો મારા..
રુદિયે રમી ઢેલ મારા વાલણ
ઝાલાવાડી ઢોલ જાણે ઝાંઝર વાગે

હા.... મારે પગે આ કડલાં ટુંકા રે પડે
હે....મુને ફરીને ઘડાવી દે મારા વાલિયા
ઝાલાવાડી ઢોલ જાણે ઝાંઝર વાગે

હા... તારા પગ પરમાણે કેતો કડલા ઘડાવું
હે....પેલાં મન મેલી રમજો ધમાલ મારા વાલણ
ઝાલાવાડી ઢોલ જાણે ઝાંઝર વાગે

હા... તારી રાઠોડી મોજડીએ હીરલાં સોહે
હે....સોહે પાઘડીએ ફૂમતાં ચાર મારા વાલિયા
ઝાલાવાડી ઢોલ જાણે ઝાંઝર વાગે

હા..... તારી પાતળી કેડ્યને જોબન ભારે
હે....જોજે કેડ્ય ના લળી લળી જાય મારા વાલણ
ઝાલાવાડી ઢોલ જાણે ઝાંઝર વાગે

હે.....મુને ઢોલ રમવા મેલ મારા વાલિયા
ઝાલાવાડી ઢોલ જાણે ઝાંઝર વાગે

હે… શ્રાવણે સારા, શરદ ધારા, કૈંક તારા કામની…
પહેરી પટોળા, રંગ ઢોળા, ભમે ટોળા ભામિની…
શણગાર સજીયે, રૂપ રજીએ, ભૂલ ત્યજીએ, ભાન ને…
ભરપૂર જોબનમાંયે ભામન કહે રાધા કાનને…
જી કહે રાધા કાન ને… જી કહે રાધા કાનને…


બ્રિજ કી સબ બાલા રૂપ રસાલા કરે બેહાલા બનવાલા
જા કિશન કાલા વિપદ વિશાલા દિનદયાલા નંદલાલા
આયે નહી આલા ક્રિષ્નકૃપાલા બંસીવાલા બનવારી
કાનલ સુખકારી મિત્રમુરારી ગયે બિસારી ગિરધારી

આટલું બધું વ્હાલ તે કદી હોતું હશે

શબ્દ - સુરેશ દલાલ
સ્વર - શ્યામલ મુન્શી
આલ્બમ - હસ્તાક્ષર

આટલું બધું વ્હાલ તે કદી હોતું હશે?
કોઈ પારેવું વાદળભરી રોતું હશે?

જીવનમાં બસ એક જ ઘટના
ભીતર એક જ નામની રટના

પોતાનું તે નામ કદી કોઈ ખોતું હશે?
જીરવ્યો કેમ રે જાય વલોપાત આટલી હદે?

આટલો બધો પ્રેમ શું કદી કોઈને સદે?
નજર લાગે એમ શું કોઈને જોતું હશે?

હ્રદયના દર્દની તમને જરા જો કલ્પના આવે

સ્વર- મનહર ઉધાસ
શબ્દ - ‘કામિલ’ વટવા


રેત ભીની તમે કરો છો, પણ રણ સમંદર કદી નહીં લાગે;
શબને ફૂલો તમે ધરો છો, પણ મોત સુંદર કદી નહીં લાગે.


હ્રદયના દર્દની તમને જરા જો કલ્પના આવે,
કસમથી આપની જીભે સદા સો સો દુઆ આવે.


સહન હું તો કરી લઉં છું ન સહેવાશે તમારાથી,
એ પાનું ફેરવી દેજો જ્યાં મારી વારતા આવે .


મરણનું મૂલ્ય જીવનથી વધારે એ રીતે લાગ્યું,
ના આવે કોઇ જ્યાં મળવાને ત્યાં આખી સભા આવે.


શિકાયત શું કરે દિલ કોઇ ના આવે ગજું શું છે,
મુહબ્બત હોય જો ‘કામિલ’ તો ખુદ પાસે ખુદા આવે.

આ ગઝલના અન્ય શેર કે જે ગવાયા નથી-

તમારી હોય જો ઇચ્છા વધાવી લઉં હું એને પણ,
સકળ બ્રહ્માંડની ઘેરાઈ મુજ પર જો વ્યથા આવે.

જરા ઘૂંઘટ હટાવી ઝાંખવું નજરો બચાવીને,
અમારી જાન જાએ ને તમોને તો મજા આવે.

તમારા વાયદાઓ છે કે રેતી પર મિનારાઓ,
તમારું આવવું જાણે કે પશ્ચિમથી ઉષા આવે.

નજર દિલ પર પડે છે તો આ જખ્મો એમ ફૂલે છે,
કે પથ્થર જાય પાણીમાં ને ઉપર બુદબુદા આવે.