મારા સાયબર વિશ્વમાં આપનું હાર્દિક સ્વાગત છે.........

પ્રિય મિત્રો,
આપ સૌ મારા બ્લોગ પર અવારનવાર પધારો છો તે મારા માટે ખૂબ જ આનંદની વાત છે. પણ ઘણા મિત્રો તેમના અભિપ્રાય આપ્યા વગર જ જતા રહે છે, જે મને થોડું અધુરૂં લાગે છે. આપ સૌના અભિપ્રાય મારા માટે ઘણાં જ અગત્યના છે અને તે મને કંઈક વધુ સારું કરવાની પ્રેરણા અને ઉત્સાહ આપતા રહે છે. તો મિત્રો આપ જ્યારે-જ્યારે મારા બ્લોગની મુલાકાત લો ત્યારે આપના અમૂલ્ય અભિપ્રાય આપતા રહો તેવી અપેક્ષા.

સૌ મિત્રોને નમ્ર વિનંતિ કે અહીં મુકેલી રચનાઓ માત્ર સાંભળવા માટે જ છે, આથી મહેરબાની કરી ડાઉનલોડ માટે પૂછવું નહીં. આભાર.
મારા સંગ્રહમાંથી કેટલાંક આલ્બમના મુખપૃષ્ઠો:શુક્રવાર, 12 ડિસેમ્બર, 2008

હ્રદયના દર્દની તમને જરા જો કલ્પના આવે

સ્વર- મનહર ઉધાસ
શબ્દ - ‘કામિલ’ વટવા


રેત ભીની તમે કરો છો, પણ રણ સમંદર કદી નહીં લાગે;
શબને ફૂલો તમે ધરો છો, પણ મોત સુંદર કદી નહીં લાગે.


હ્રદયના દર્દની તમને જરા જો કલ્પના આવે,
કસમથી આપની જીભે સદા સો સો દુઆ આવે.


સહન હું તો કરી લઉં છું ન સહેવાશે તમારાથી,
એ પાનું ફેરવી દેજો જ્યાં મારી વારતા આવે .


મરણનું મૂલ્ય જીવનથી વધારે એ રીતે લાગ્યું,
ના આવે કોઇ જ્યાં મળવાને ત્યાં આખી સભા આવે.


શિકાયત શું કરે દિલ કોઇ ના આવે ગજું શું છે,
મુહબ્બત હોય જો ‘કામિલ’ તો ખુદ પાસે ખુદા આવે.

આ ગઝલના અન્ય શેર કે જે ગવાયા નથી-

તમારી હોય જો ઇચ્છા વધાવી લઉં હું એને પણ,
સકળ બ્રહ્માંડની ઘેરાઈ મુજ પર જો વ્યથા આવે.

જરા ઘૂંઘટ હટાવી ઝાંખવું નજરો બચાવીને,
અમારી જાન જાએ ને તમોને તો મજા આવે.

તમારા વાયદાઓ છે કે રેતી પર મિનારાઓ,
તમારું આવવું જાણે કે પશ્ચિમથી ઉષા આવે.

નજર દિલ પર પડે છે તો આ જખ્મો એમ ફૂલે છે,
કે પથ્થર જાય પાણીમાં ને ઉપર બુદબુદા આવે.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો