મારા સાયબર વિશ્વમાં આપનું હાર્દિક સ્વાગત છે.........

પ્રિય મિત્રો,
આપ સૌ મારા બ્લોગ પર અવારનવાર પધારો છો તે મારા માટે ખૂબ જ આનંદની વાત છે. પણ ઘણા મિત્રો તેમના અભિપ્રાય આપ્યા વગર જ જતા રહે છે, જે મને થોડું અધુરૂં લાગે છે. આપ સૌના અભિપ્રાય મારા માટે ઘણાં જ અગત્યના છે અને તે મને કંઈક વધુ સારું કરવાની પ્રેરણા અને ઉત્સાહ આપતા રહે છે. તો મિત્રો આપ જ્યારે-જ્યારે મારા બ્લોગની મુલાકાત લો ત્યારે આપના અમૂલ્ય અભિપ્રાય આપતા રહો તેવી અપેક્ષા.

સૌ મિત્રોને નમ્ર વિનંતિ કે અહીં મુકેલી રચનાઓ માત્ર સાંભળવા માટે જ છે, આથી મહેરબાની કરી ડાઉનલોડ માટે પૂછવું નહીં. આભાર.
મારા સંગ્રહમાંથી કેટલાંક આલ્બમના મુખપૃષ્ઠો:શુક્રવાર, 12 ડિસેમ્બર, 2008

વનેચંદનો વરઘોડો - શાહબુદ્દીન રાઠોડ

હું નાનપણથી સાંભળતો આવ્યો છું છતાં આજે પણ સાંભળું છું ત્યારે જાણે પહેલી વાર સાંભળતો હોઉં તેટલું જ હસી પડું છું તેવું એકમાત્ર આલ્બમ આપના માટે. શાહબુદ્દીન રાઠોડની અવિસ્મરણીય વાક્છટા અને અસ્સલ કાઠીયાવાડી લહેજત. જાણે આપણે પ્રત્યક્ષ હાજર હોઈએ એવો રસાસ્વાદ. વારંવાર સાંભળવા છતાં ન ધરાવ તેવું સુંદર સર્જન

ડાઉનલોડ

1 ટિપ્પણી:

  1. શાહબુદ્દિનભાઈ આમતો અમારા જિલ્લાના પણ વિસ્તર્યા આખાય વિશ્વમાં, અને આજે તો તમે તમારા બ્લોગમાં જોડીને ગુજરાતીઓની ભૂખ ભાગી નાખી.
    હવેતો હશો, અને ઠહાકા મારો લ્યાં,
    સાબુદ્દિનભાઈનો ડાયરો છે લ્યા !!!
    મજો પડી જાવાનો..

    જવાબ આપોકાઢી નાખો