મારા સાયબર વિશ્વમાં આપનું હાર્દિક સ્વાગત છે.........

પ્રિય મિત્રો,
આપ સૌ મારા બ્લોગ પર અવારનવાર પધારો છો તે મારા માટે ખૂબ જ આનંદની વાત છે. પણ ઘણા મિત્રો તેમના અભિપ્રાય આપ્યા વગર જ જતા રહે છે, જે મને થોડું અધુરૂં લાગે છે. આપ સૌના અભિપ્રાય મારા માટે ઘણાં જ અગત્યના છે અને તે મને કંઈક વધુ સારું કરવાની પ્રેરણા અને ઉત્સાહ આપતા રહે છે. તો મિત્રો આપ જ્યારે-જ્યારે મારા બ્લોગની મુલાકાત લો ત્યારે આપના અમૂલ્ય અભિપ્રાય આપતા રહો તેવી અપેક્ષા.

સૌ મિત્રોને નમ્ર વિનંતિ કે અહીં મુકેલી રચનાઓ માત્ર સાંભળવા માટે જ છે, આથી મહેરબાની કરી ડાઉનલોડ માટે પૂછવું નહીં. આભાર.
મારા સંગ્રહમાંથી કેટલાંક આલ્બમના મુખપૃષ્ઠો:શુક્રવાર, 12 ડિસેમ્બર, 2008

તબીબો પાસેથી હું નિકળ્યો દિલની દવા લઈ ને

આજે બરકત વિરાણી-'બેફામ'ની એક સુંદર ગઝલ મૂકવાની ઇચ્છા થાય છે. આશિત દેસાઇના સ્વરમાં ખૂબ મજાની આ રચના માણો.

તબીબો પાસેથી હું નિકળ્યો દિલની દવા લઈ ને,

જગત સામે જ ઊભેલું હતું દર્દો નવા લઈ ને,


તરસ ને કારણે નો’તી રહી તાકાત ચરણોમાં

નહી તો હું તો નીકળી જાત રણથી ઝાંઝવા લઇને


હું રજકણથી ય હલકો છું તો પર્વતથી ય ભારે છું

મને ના તોળશો લોકો તમારા ત્રાજવા લઇને


ગમી જાય છે ચેહરો કોઈ, તો એમ લાગે છે,

પધાર્યા છો તમે ખુદ રૂપ જાણે જુજવા લઈ ને,


સફરના તાપ માં માથા ઉપર એનો છાંયો છે,

હું નિકળ્યો છું નજરમાં મારા ઘરના ને જવા લઈ ને,


બધાના બંધ ઘરના દ્વાર ખખડાવી ફર્યો પાછો,

અને એ પણ ટકોરાથી તુટેલા ટેરવા લઈ ને,


ફક્ત એથી જ મારા શ્વાસ અટકાવી દીધા “બેફામ,”

નથી જન્નતમાં જાવું મારે દુનિયાની હવા લઈ ને…..

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો