મારા સાયબર વિશ્વમાં આપનું હાર્દિક સ્વાગત છે.........

પ્રિય મિત્રો,
આપ સૌ મારા બ્લોગ પર અવારનવાર પધારો છો તે મારા માટે ખૂબ જ આનંદની વાત છે. પણ ઘણા મિત્રો તેમના અભિપ્રાય આપ્યા વગર જ જતા રહે છે, જે મને થોડું અધુરૂં લાગે છે. આપ સૌના અભિપ્રાય મારા માટે ઘણાં જ અગત્યના છે અને તે મને કંઈક વધુ સારું કરવાની પ્રેરણા અને ઉત્સાહ આપતા રહે છે. તો મિત્રો આપ જ્યારે-જ્યારે મારા બ્લોગની મુલાકાત લો ત્યારે આપના અમૂલ્ય અભિપ્રાય આપતા રહો તેવી અપેક્ષા.

સૌ મિત્રોને નમ્ર વિનંતિ કે અહીં મુકેલી રચનાઓ માત્ર સાંભળવા માટે જ છે, આથી મહેરબાની કરી ડાઉનલોડ માટે પૂછવું નહીં. આભાર.
મારા સંગ્રહમાંથી કેટલાંક આલ્બમના મુખપૃષ્ઠો:રવિવાર, 21 ડિસેમ્બર, 2008

બસ દુર્દશાનો એટલો આભાર હોય છે

શબ્દ : અબ્બાસ અબ્દુલઅલી વાસી-'મરીઝ'
સ્વર :જગજીત સિંહ
આલ્બમ : જીવન મરણ છે એક

બસ દુર્દશાનો એટલો આભાર હોય છે
જેને મળું છું મુજથી સમજદાર હોય છે

દાવો અલગ છે પ્રેમનો દુનિયાની રીતથી
એ ચુપ રહે છે જેને અધિકાર હોય છે

કાયમ રહી જાય તો પયગંબરી મળે
દિલમાં જે એક દર્દ કોઇવાર હોય છે

જાણે છે સૌ ગરીબ કે વસ્તુ બધી 'મરીઝ'
ઇશ્વરથી પણ વિશેષ નિરાકાર હોય છે

આ ગઝલના બીજા શેર કે જે અહીં ગવાયા નથી તે

ઝંખે મિલનને કોણ જો એની મજા કહું
તારો જે દુર-દુરથી સહકાર હોય છે

ટોળે વળે છે કોઇની દીવાનગી ઉપર
દુનિયાના લોક કેવા મિલનસાર હોય છે

હો કોઇપણ દિશામાં બુલંદી નથી જતી
આકાશ જેમ જેઓ નિરાધાર હોય છે

નિષ્ફળ પ્રણય પણ એને મટાડી નથી શકતો
તારા ભણી જે મમતા લગાતાર હોય છે

જો એ ખબર પડે તો મજા કેટલી પડે
ઇશ્વર જગતમાં કોનો તરફદાર હોય છે

-'આગમન' માંથી.

'આગમન' માંથી.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો