મારા સાયબર વિશ્વમાં આપનું હાર્દિક સ્વાગત છે.........

પ્રિય મિત્રો,
આપ સૌ મારા બ્લોગ પર અવારનવાર પધારો છો તે મારા માટે ખૂબ જ આનંદની વાત છે. પણ ઘણા મિત્રો તેમના અભિપ્રાય આપ્યા વગર જ જતા રહે છે, જે મને થોડું અધુરૂં લાગે છે. આપ સૌના અભિપ્રાય મારા માટે ઘણાં જ અગત્યના છે અને તે મને કંઈક વધુ સારું કરવાની પ્રેરણા અને ઉત્સાહ આપતા રહે છે. તો મિત્રો આપ જ્યારે-જ્યારે મારા બ્લોગની મુલાકાત લો ત્યારે આપના અમૂલ્ય અભિપ્રાય આપતા રહો તેવી અપેક્ષા.

સૌ મિત્રોને નમ્ર વિનંતિ કે અહીં મુકેલી રચનાઓ માત્ર સાંભળવા માટે જ છે, આથી મહેરબાની કરી ડાઉનલોડ માટે પૂછવું નહીં. આભાર.
મારા સંગ્રહમાંથી કેટલાંક આલ્બમના મુખપૃષ્ઠો:



શુક્રવાર, 2 જાન્યુઆરી, 2009

આ શું પ્રગટ્યું છે મારામાં

શબ્દ: દિલીપ રાવલ
સ્વર: રૂપકુમાર રાઠોડ

આ શું પ્રગટ્યું છે મારામાં કે યાદ કરું છું ગોકુળને,
છે મન ગમતીલી દ્વિધામાં કે યાદ કરું છું ગોકુળને.

તન તેલ સુગંધી દ્રવ્યો ને રત્નોમાં જઈને અટવાયું,
મન માખણ મિસરી ખાવામાં કે યાદ કરું છું ગોકુળને.

આ સિંહાસન ને તાજ હવે બહુ ભારે ભારે લાગે છે,
એવું તે હતું શું પીંછામાં કે યાદ કરું છું ગોકુળને.

આ રેશમ રૂની ગાદીમાં પણ ઊંઘ હવે ક્યાં આવે છે!
નક્કી જ હતું કંઈ રાધામાં કે યાદ કરું છું ગોકુળને.

1 ટિપ્પણી:

  1. મથુરા ગયેલ કૃષ્ણના અંતરના ભાવો રજૂ કરતું સુંદર ગીત. ... નક્કી જ હતું કંઈ રાધામાં ..ગીતનો મધ્યવર્તી ભાવ કહી જાય છે. એટલે જ નિષ્કામ પ્રેમના સર્વોત્કૃષ્ઠ ઉદાહરણ તરીકે આપણે રાધા અને કૃષ્ણને પૂજીએ છીએ.

    જવાબ આપોકાઢી નાખો