મારા સાયબર વિશ્વમાં આપનું હાર્દિક સ્વાગત છે.........

પ્રિય મિત્રો,
આપ સૌ મારા બ્લોગ પર અવારનવાર પધારો છો તે મારા માટે ખૂબ જ આનંદની વાત છે. પણ ઘણા મિત્રો તેમના અભિપ્રાય આપ્યા વગર જ જતા રહે છે, જે મને થોડું અધુરૂં લાગે છે. આપ સૌના અભિપ્રાય મારા માટે ઘણાં જ અગત્યના છે અને તે મને કંઈક વધુ સારું કરવાની પ્રેરણા અને ઉત્સાહ આપતા રહે છે. તો મિત્રો આપ જ્યારે-જ્યારે મારા બ્લોગની મુલાકાત લો ત્યારે આપના અમૂલ્ય અભિપ્રાય આપતા રહો તેવી અપેક્ષા.

સૌ મિત્રોને નમ્ર વિનંતિ કે અહીં મુકેલી રચનાઓ માત્ર સાંભળવા માટે જ છે, આથી મહેરબાની કરી ડાઉનલોડ માટે પૂછવું નહીં. આભાર.
મારા સંગ્રહમાંથી કેટલાંક આલ્બમના મુખપૃષ્ઠો:શુક્રવાર, 2 જાન્યુઆરી, 2009

મારો સાહ્યબો અષાઢીલો મેઘ

શબ્દ : તુષાર શુક્લ
સ્વર : ગાર્ગી વોરા
સંગીત : ડો. ભરત પટેલ

મારો સાહ્યબો અષાઢીલો મેઘ છે સખી,
એને વરસંતા લાગે છે વાર…
પણ, વરસે ત્યારે અનરાધાર!

મળવા આવે ત્યારે બોલે ના કાંઇ,
એના શ્વાસોમાં વાગે શરણાઇ,
આઘે રહીને વ્હાલ વરસાવે વ્હાલમાં,
લાગે કે નખશિખ ભીંજાઇ!

મારો પીયુજી હૈયાનો હાર,
એને વરસંતા લાગે છો વાર…
પણ, વરસે ત્યારે અનરાધાર!

મારો સાહ્યબો અષાઢીલો મેઘ…

ઉપરથી લાગે છે કોરોધાકોર,
એની ભીતર ઘેરાતું આકાશ,
આષાઢી અણસારો ઓળખતા આવડે તો,
ચોમાસુ છલકે ચોપાસ!

ગમે એના વિના ના લગાર,
એને વરસંતા લાગે છો વાર…
પણ, વરસે ત્યારે અનરાધાર!

મારો સાહ્યબો અષાઢીલો મેઘ…

2 ટિપ્પણીઓ:

 1. i like this songs very much evern i wasnt to download it here but how to download i don't know....so will you please inform me..? and if not then please forwad me the onformation that where can i got this song from market...cause even i can not find any cd or cassettes of all ghazals posted in tahuko or like this here....
  pls.. if you have any information then pls mail me it on "pinpanchal@yahoo.co.in"
  Alpesh Panchal

  જવાબ આપોકાઢી નાખો
 2. ભાઇ અલ્પેશ

  આ બ્લોગ માત્ર ગુજરાતી સંગીતના પ્રચાર અને પ્રસાર માટે બનાવ્યો છે. જેથી તેના કોઇપણ ગીતની ડાઉનલોડ લિંક ના આપી શકવા માટે હું દિલગીર છું. આશા છે કે તમે મને સમજી શકશો. આ રચનાઓ બનાવવા પાછળ કવિ અને સંગીતકારોની ખૂબ મહેનત હોય છે અને તે વ્યર્થ ના જવી જોઇએ. માટે આપણે સૌ સીડી ખરીદીને તે માણીએ તેમાંજ તેમની સાચી કદર છે.

  જવાબ આપોકાઢી નાખો