મારા સાયબર વિશ્વમાં આપનું હાર્દિક સ્વાગત છે.........

પ્રિય મિત્રો,
આપ સૌ મારા બ્લોગ પર અવારનવાર પધારો છો તે મારા માટે ખૂબ જ આનંદની વાત છે. પણ ઘણા મિત્રો તેમના અભિપ્રાય આપ્યા વગર જ જતા રહે છે, જે મને થોડું અધુરૂં લાગે છે. આપ સૌના અભિપ્રાય મારા માટે ઘણાં જ અગત્યના છે અને તે મને કંઈક વધુ સારું કરવાની પ્રેરણા અને ઉત્સાહ આપતા રહે છે. તો મિત્રો આપ જ્યારે-જ્યારે મારા બ્લોગની મુલાકાત લો ત્યારે આપના અમૂલ્ય અભિપ્રાય આપતા રહો તેવી અપેક્ષા.

સૌ મિત્રોને નમ્ર વિનંતિ કે અહીં મુકેલી રચનાઓ માત્ર સાંભળવા માટે જ છે, આથી મહેરબાની કરી ડાઉનલોડ માટે પૂછવું નહીં. આભાર.
મારા સંગ્રહમાંથી કેટલાંક આલ્બમના મુખપૃષ્ઠો:સોમવાર, 16 ફેબ્રુઆરી, 2009

બે મત નથી એક જ મત છે


સ્વર: આશા ભોંસલે
સંગીત: અવિનાશ વ્યાસ

બે મત નથી એક જ મત છે કે આ સંસાર રમત છે;
જૂઠો જીતે ને સાચો હારે એવી બાજી જેનું નામ જગત છે.
બે મત નથી એક જ મત છે.....

ગોઠવાઇ ગઇ બાજી માં તે વિવિધ રંગની ગોટી;
કોઇ જીતીને થાય તવંગર કોઇ પહેરે લંગોટી;
હારે તોયે બમણું રમતા એવો બુરો મમત છે.
બે મત નથી એક જ મત છે.....

કાળવિંઝણે ઊડી જશે આ ગંજીફાનું ઘર;
ચાર દિવસના ચાંદરણાની એવી અવર-જવર;
એ જ જીતે સંસારના ગઢને જેણે જીત્યો વખત છે.
બે મત નથી એક જ મત છે.....

રોજ સૂરજનો દિવો સળગે સાંજ પડે બુઝાય;
પણ પ્રપંચ કેરો ખેલ ના ખૂટે રમત પૂરી ના થાય;
તન સમજે પણ મન ના સમજે મન એવું મરકટ છે.
બે મત નથી એક જ મત છે......

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો