મારા સાયબર વિશ્વમાં આપનું હાર્દિક સ્વાગત છે.........

પ્રિય મિત્રો,
આપ સૌ મારા બ્લોગ પર અવારનવાર પધારો છો તે મારા માટે ખૂબ જ આનંદની વાત છે. પણ ઘણા મિત્રો તેમના અભિપ્રાય આપ્યા વગર જ જતા રહે છે, જે મને થોડું અધુરૂં લાગે છે. આપ સૌના અભિપ્રાય મારા માટે ઘણાં જ અગત્યના છે અને તે મને કંઈક વધુ સારું કરવાની પ્રેરણા અને ઉત્સાહ આપતા રહે છે. તો મિત્રો આપ જ્યારે-જ્યારે મારા બ્લોગની મુલાકાત લો ત્યારે આપના અમૂલ્ય અભિપ્રાય આપતા રહો તેવી અપેક્ષા.

સૌ મિત્રોને નમ્ર વિનંતિ કે અહીં મુકેલી રચનાઓ માત્ર સાંભળવા માટે જ છે, આથી મહેરબાની કરી ડાઉનલોડ માટે પૂછવું નહીં. આભાર.
મારા સંગ્રહમાંથી કેટલાંક આલ્બમના મુખપૃષ્ઠો:ગુરુવાર, 5 ફેબ્રુઆરી, 2009

શાંત ઝરૂખે

શબ્દ - 'સૈફ' પાલનપુરી
સ્વર - મનહર ઉધાસ
આલ્બમ - અભિનંદન

શાંત ઝરૂખે વાટ નિરખતી રૂપની રાણી જોઇ હતી
મેં એક શહજાદી જોઇ હતી……

એના હાથની મહેંદી હસતી’તી, એની આંખનું કાજળ હસતું’તુ,
એક નાનું સરખું ઉપવન જાણે મોસમ જોઇ મલકતું’તુ.
એના સ્મિતમાં સો સો ગીત હતાં, એની ચુપકીદી સંગીત હતી,
એને પડછાયાની હતી લગન, એને પગરવ સાથે પ્રીત હતી.

એણે આંખના આસોપાલવથી, એક સ્વપ્નમહલ શણગાર્યો’તો,
જરા નજરને નીચી રાખીને, એણે સમયને રોકી રાખ્યો’તો.
એ મોજાં જેમ ઉછળતી’તી, ને પવનની જેમ લહરાતી’તી,
કોઇ હસીન સામે આવે તો, બહુ પ્યારભર્યું શરમાતી’તી.

તેને યૌવનની આશિષ હતી, એને સર્વ કળાઓ સિધ્ધ હતી,
એના પ્રેમમાં ભાગીદાર થવા, ખુદ કુદરત પણ આતૂર હતી.

વર્ષો બાદ ફરીથી આજે એ જ ઝરૂખો જોયો છે.
ત્યાં ગીત નથી, સંગીત નથી; ત્યાં પગરવ સાથે પ્રીત નથી.
ત્યાં સ્વપ્નાઓના મહેલ નથી, ને ઉર્મિઓના ખેલ નથી.
બહુ સૂનું સૂનું લાગે છે, બહુ વસમું વસમું લાગે છે.

એ ન્હોતી મારી પ્રેમિકા, કે ન્હોતી મારી દુલ્હન,
મેં તો એને માત્ર ઝરૂખે વાટ નીરખતી જોઇ હતી.
કોણ હતી એ નામ હતું શું? એ પણ હું ક્યાં જાણું છું?
એમ છતાંયે દિલને આજે વસમું વસમું લાગે છે,
બહુ સૂનું સૂનું લાગે છે…….


1 ટિપ્પણી:

  1. ખૂબ જ સરસ અને સફળ પ્રયાસ
    ગુજરાત પાસે જે છે તેની ગુજરાત સિવાય સૌ ને કદર છે.

    માત્ર વર્ણન થી જ આંખ સામે કોઇ રૂપ ની રાણી ઉભી રહી ગઇ હોય તેવુ લાગ્યુ ...

    આ આમ પણ મારી જ નહી લગભગ બધા જ ગુજરાતી ગઝલ ના ચાહકો ની ફેવરીટ છે જ..........

    જવાબ આપોકાઢી નાખો