મારા સાયબર વિશ્વમાં આપનું હાર્દિક સ્વાગત છે.........

પ્રિય મિત્રો,
આપ સૌ મારા બ્લોગ પર અવારનવાર પધારો છો તે મારા માટે ખૂબ જ આનંદની વાત છે. પણ ઘણા મિત્રો તેમના અભિપ્રાય આપ્યા વગર જ જતા રહે છે, જે મને થોડું અધુરૂં લાગે છે. આપ સૌના અભિપ્રાય મારા માટે ઘણાં જ અગત્યના છે અને તે મને કંઈક વધુ સારું કરવાની પ્રેરણા અને ઉત્સાહ આપતા રહે છે. તો મિત્રો આપ જ્યારે-જ્યારે મારા બ્લોગની મુલાકાત લો ત્યારે આપના અમૂલ્ય અભિપ્રાય આપતા રહો તેવી અપેક્ષા.

સૌ મિત્રોને નમ્ર વિનંતિ કે અહીં મુકેલી રચનાઓ માત્ર સાંભળવા માટે જ છે, આથી મહેરબાની કરી ડાઉનલોડ માટે પૂછવું નહીં. આભાર.
મારા સંગ્રહમાંથી કેટલાંક આલ્બમના મુખપૃષ્ઠો:શુક્રવાર, 6 ફેબ્રુઆરી, 2009

જુઓ લીલા કૉલેજમાં જઇ રહી છે

ગઇ કાલે 'લીલા ગીતો'થી પ્રખ્યાત થયેલા ગઝલકાર આસિમ રાંદેરીનું 105 વર્ષની જૈફ વયે દુઃખદ નિધન થઇ ગયું.
સ્વર્ગસ્થને ભાવાંજલિ રૂપે તેમની ખ્યાતનામ રચના મનહર ઉધાસના સ્વરમાં:

પ્રણયના પાઠ હું ભૂલ્યો છું જ્યાંથી, ચાહું છું કે કરી લઉં યાદ ત્યાંથી ;
છતાં મારા જીવનનું આજ 'આસિમ', વરસ બાવીસમું તે લાવું ક્યાંથી?

જુવાની મહોબ્બતના દમ લઇ રહી છે, મને દિલની ધડકન ખબર દઇ રહી છે;
પ્રણય રૂપ ના રંગ જોવાને માટે, બધાની નજર એ તરફ થઇ રહી છે.
જુઓ લીલા કોલેજમાં જઇ રહી છે.

કમલ જેવાં કરમાં એ પુસ્તક ઉઠાવી, પ્રણય ઊર્મિઓ મનની મનમાં સમાવી;
મનોભાવ મુખ પર ન દેખાય તેથી, અદાથી જરા ડોક નીચી નમાવી;
મને અવનવી પ્રેરણા દઇ રહી છે, જુઓ લીલા કોલેજમાં જઇ રહી છે.

છે લાલી માં જે લચકતી લલિતા, ગતિ એવી જાણે સરકતી સરિતા;
કલાથી વિભૂષિત કલાકાર માટે, કવિતા જ સુંદર બનીને કવિતા;
પ્રભુની પ્રભા ની ઝલક દઇ રહી છે, જુઓ લીલા કોલેજમાં જઇ રહી છે.

ન સુરમો, ન કાજલ, ન પાવડર ન લાલી; છતાંય એની રંગત છે સૌ માં નિરાલી;
બધી ફેશનેબલ સખીઓ ની વચ્ચે, છે સાદાઇ માં એની જાહોજલાલી;
શું ખાદીની સાડી મજા દઇ રહી છે, જુઓ લીલા કોલેજમાં જઇ રહી છે.

સરળથી ય સરળ છે એની સરળતા, નથી શબ્દ સમજાવવા કોઇ મળતા;
લખું તોય લખતાં ન કાંઇ લખાયે, શમી જાય છે ભાવ હૈયે ઉછળતાં;
અજબ મારા મનની દશા થઇ રહી છે, જુઓ લીલા કોલેજમાં જઇ રહી છે.

ભલા કોણ જાણે કે કોને રિઝવવા, અને કોના દિલની કળીને ખિલવવા;
એ દરરોજ બે-ચાર સખીઓની સાથે, એ જાયે છે ભણવા કે ઉઠાં ભણવવા;
ન સમજાય તેવી કલા થઇ રહી છે, જુઓ લીલા કોલેજમાં જઇ રહી છે.

કોઇ કહે છે જાય છે ચિત્રો ચિતરવા, કહે છે કોઇ જ્ઞાન ભંડાર ભરવા;
કોઇ કેમ સમજે આ બાબતને ‘આસિમ’, અધુરાં પ્રણય પાઠ ને પૂર્ણ કરવા;
એ દરરોજ ભણતરનાં સમ લઇ રહી છે, જુઓ લીલા કોલેજમાં જઇ રહી છે.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો