મારા સાયબર વિશ્વમાં આપનું હાર્દિક સ્વાગત છે.........

પ્રિય મિત્રો,
આપ સૌ મારા બ્લોગ પર અવારનવાર પધારો છો તે મારા માટે ખૂબ જ આનંદની વાત છે. પણ ઘણા મિત્રો તેમના અભિપ્રાય આપ્યા વગર જ જતા રહે છે, જે મને થોડું અધુરૂં લાગે છે. આપ સૌના અભિપ્રાય મારા માટે ઘણાં જ અગત્યના છે અને તે મને કંઈક વધુ સારું કરવાની પ્રેરણા અને ઉત્સાહ આપતા રહે છે. તો મિત્રો આપ જ્યારે-જ્યારે મારા બ્લોગની મુલાકાત લો ત્યારે આપના અમૂલ્ય અભિપ્રાય આપતા રહો તેવી અપેક્ષા.

સૌ મિત્રોને નમ્ર વિનંતિ કે અહીં મુકેલી રચનાઓ માત્ર સાંભળવા માટે જ છે, આથી મહેરબાની કરી ડાઉનલોડ માટે પૂછવું નહીં. આભાર.
મારા સંગ્રહમાંથી કેટલાંક આલ્બમના મુખપૃષ્ઠો:



મંગળવાર, 10 ફેબ્રુઆરી, 2009

એવું રે અજાણ્યું સગપણ સાંભર્યું : વેલેન્ટાઇનોત્સવ - 1

શબ્દ: માધવ રામાનુજ
સ્વર: કવિતા કૃષ્ણમૂર્તિ
સંગીત: શ્યામલ-સૌમિલ મુન્શી
આલ્બમ: હસ્તાક્ષર


એવું રે અજાણ્યું સગપણ સાંભર્યું,
સોણલાની વાડી ઝાકમઝોળ;
કોણ રે ચૂંટે ને કોણ ચપટી ભરે;
મઘમઘ સુવાસે તરબોળ,
સગપણ સાંભર્યું.

ક્યાં રે કિનારો, ક્યાં રે નાંગર્યા
નજર્યુંના પડછાયા આમ;
અચરજ ઊગી ઊગી આથમે
પછીયે પથરાતું નામ,
સગપણ સાંભર્યું.

ઝાકળ સરીખું ઝલમલ બારણું,
પગલે પાંપણનું ફૂલ;
એક રે હોંકારે ઉઘડે આગળા
ઓળઘોળ આયખાનું મૂલ;
સગપણ સાંભર્યું

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો