મારા સાયબર વિશ્વમાં આપનું હાર્દિક સ્વાગત છે.........

પ્રિય મિત્રો,
આપ સૌ મારા બ્લોગ પર અવારનવાર પધારો છો તે મારા માટે ખૂબ જ આનંદની વાત છે. પણ ઘણા મિત્રો તેમના અભિપ્રાય આપ્યા વગર જ જતા રહે છે, જે મને થોડું અધુરૂં લાગે છે. આપ સૌના અભિપ્રાય મારા માટે ઘણાં જ અગત્યના છે અને તે મને કંઈક વધુ સારું કરવાની પ્રેરણા અને ઉત્સાહ આપતા રહે છે. તો મિત્રો આપ જ્યારે-જ્યારે મારા બ્લોગની મુલાકાત લો ત્યારે આપના અમૂલ્ય અભિપ્રાય આપતા રહો તેવી અપેક્ષા.

સૌ મિત્રોને નમ્ર વિનંતિ કે અહીં મુકેલી રચનાઓ માત્ર સાંભળવા માટે જ છે, આથી મહેરબાની કરી ડાઉનલોડ માટે પૂછવું નહીં. આભાર.
મારા સંગ્રહમાંથી કેટલાંક આલ્બમના મુખપૃષ્ઠો:મંગળવાર, 31 માર્ચ, 2009

મને ન આપ તું સાકી


શબ્દ: ‘અમર’ પાલનપુરી
સ્વર: હરીશ સોની
આલ્બમ: ઉઝરડા

મને ન આપ તું સાકી, બહેકવાનું કોઇ બહાનું;
ઉઠાવીશ હું અગર પ્યાલી, ઉઠી જાશે આ મયખાનું.
મને ન આપ તું સાકી......

મજા શું ખેલમાં આવે, ભલા આવા હરીફોથી;
ન હો કંઇ ભાન જેઓને, કયું પાનું ઉતરવાનું.
મને ન આપ તું સાકી.....

પ્રણયમાં ફૂલના જેવી દશા છે મારા જીવનની;
ચૂંટાશે તો વિંધાવાનું, બચી જાશે તો ખરવાનું.
મને ન આપ તું સાકી.....

મળ્યો ઝાઝો તો મૂંઝાયો, રહ્યો વંચિત તો અકળાયો;
'અમર'ના ભાગ્યમાં આવ્યું, બધી રીતે તડપવાનું.
મને ન આપ તું સાકી.....

રવિવાર, 29 માર્ચ, 2009

ગોરી મોરી, ફાગણ ફાલ્યો જાય


શબ્દ :- ઉમાશંકર જોશી
સંગીત :- ભાઇલાલભાઇ શાહ
સ્વર :- પ્રણવ મહેતા, બીના મહેતા, શ્યામલ-સૌમિલ મુન્શી
આલ્બમ:- ગોરી મોરી, હસ્તાક્ષર

ગોરી મોરી, ફાગણ ફાલ્યો જાય કે ચૈતર કોણે દીઠો રે લોલ;
વ્હાલા મોરા, જોબન ઝોલાં ખાય કે ઝૂલણો લાગે મીઠો રે લોલ.

ગોરી મોરી,હૈયાં ઢળી ઢળી જાય કે ઝૂલશો ક્યાં લગી રે લોલ;
વ્હાલા મોરા,ઝૂલ્યો મેલ્યો ન જાય કે ઝૂલશું જિંદગી રે લોલ.

ગોરી મોરી,ચૈતર ચાલ્યો જાય કે વૈશાખ વહી જશે રે લોલ;
વ્હાલા મોરા, આ શો અધીરો થાય કે આજ ઓછી કાલે હશે રે લોલ.

ગોરી વ્હાલે મેલી આંબલીયાની ડાળ કે ચાલ્યાં ચાકરી રે લોલ;
લાગી ઊઠી વૈશાખ-જેઠની ઝાળ કે વેળા આકરી રે લોલ.

આવી ત્યાં તો આષાઢી મેઘ સંભળાય, ગોરીનો ભીંજ્યો કંચવો રે લોલ;
વ્હાલા મોરા ફાગણ પાછો લાવ કે ચૈતર ક્યાં મૂક્યો રે લોલ.

આભમાં ફરકે શ્રાવણવીજ, ગોરીની રૂઠી, આંખડી રે લોલ;
વ્હાલા મોરા,બીજની ન કરજે ત્રીજ, ભીંજાતી મેં અહીં ખડી રે લોલ.

ગોરી મોરી

હસ્તાક્ષર-

રામદેવ પીર નો હેલો

હો હો હેલો મારો સાંભળો,
રણુંજાના રાજા,અજમલજીના બેટા,
વિરમદે ના વીરા,રાણી નેસલ ના ભરથાર,
મારો હેલો સાંભળો હો હો હો હો જી...

હેલો મારો સાંભળો,રણુંજાના રાજ
હુકમ કરો તો વીર જાત્રાયુ થાય,
મારો હેલો સાંભળો હો હો હો હો જી...

વાણીયો ને વાણીયણ જાત્રાએ જાય,
માલ દેખી ચોર વાંહે વાંહે જાય,
મારો હેલો સાંભળો હો હો હો હો જી...

ઊંચી ઊંચી ઝાડીઓ ને વસમી છે વાટ,
બે હતા વાણીયા ને ત્રીજો મળ્યો ચોર,
મારો હેલો સાંભળો હો હો હો હો જી...

ઉંચા ઉંચા ડુંગરા ને વચમાં ચોર,
મારી નાખ્યો વાણીયો ને માલ લઈ ગ્યા ચોર,
મારો હેલો સાંભળો હો હો હો હો જી...

ઉભી ઉભી અબળા કરે રે પોકાર,
સોગઠે રમતા વીરને કાને ગ્યો અવાજ,
મારો હેલો સાંભળો હો હો હો હો જી...

લીલુડો છે ઘોડલો ને હાથમાં તીર,
વાણીયાની વ્હારે ચડ્યા રામદેવપીર,
મારો હેલો સાંભળો હો હો હો હો જી...

હેલો મારો સાંભળો,રણુંજાના રાજ
હુકમ કરો તો વીર જાત્રાયુ થાય,
મારો હેલો સાંભળો હો હો હો હો જી...

ઊઠ ઊઠ અબળા તુ ધડ-માથું જોડ,
ત્રણેય ભૂવનમાંથી ગોતી લાવુ ચોર,
મારો હેલો સાંભળો હો હો હો હો જી...

ભાગ ભાગ ચોરટા તુ કેટલેક જાઈશ,
વાણીયાનો માલ તુ કેટલા દાડા ખાઈશ,
મારો હેલો સાંભળો હો હો હો હો જી...

હો હો હેલો મારો સાંભળો,
રણુંજાના રાજા,અજમલજીના બેટા,
વિરમદે ના વીરા,રાણી નેસલ ના ભરથાર,
મારો હેલો સાંભળો હો હો હો હો જી...

આભને ઝરૂખે

શબ્દ : ભરત વૈદ્ય
સ્વર : સોનાલી વાજપાઇ
સંગીત : મેહુલ સુરતી
આલ્બમ : સારાંશ


આભને ઝરૂખે માડી તારો દીવડો પ્રગટાવ્યો
હું તો સૈયર સંગે ગરબે ઘુમતી..

શ્રીફળ વધેરું માડી કંકુ ઉડાવું
મઘમઘતા માડી તને ફૂલડા ચઢાવું
તારી ભકિતનો રંગ એવો લાગ્યો..
આભને ઝરૂખે..

આશા કેરા સાથિયા પૂર્યા મેં તો આજે
ઘુંઘરુ ને ઘંટા માડી ઢોલ રે બાજે
શ્રધ્ધા કેરો દીપ મેં તો પ્રગટાવ્યો
આભને ઝરૂખે…

પૂજા કરું હું માડી પરદેશે તારી
શમણાં ઉછેરું તારા પર જાઉં વારી
મનની અટારીએ પવન કેવો આવ્યો
આભને ઝરૂખે…

શનિવાર, 28 માર્ચ, 2009

નજરના જામ છલકાવીને

શબ્દ :બરકત વિરાણી ‘બેફામ’
સ્વર :મુકેશ, મનહર ઉધાસ
સંગીત :કલ્યાણજી-આણંદજી
ફિલ્મ :અખંડ સૌભાગ્યવતી (૧૯૬૪)

નજરનાં જામ છલકાવીને ચાલ્યા ક્યાં તમે
જીગરને આમ તરસાવીને ચાલ્યા ક્યાં તમે

તમને બોલાવે પ્યાર, તમે ઊભા રહો
દિલના ખુલ્લા છે દ્વાર, તમે ઊભા રહો
જરા ઊભા રહો, જરા ઊભા રહો
જીવનને આંગણે આવીને ચાલ્યા ક્યાં તમે
નજરનાં જામ છલકાવીને ચાલ્યા ક્યાં તમે

મારી થઈ ગઈ છે ભૂલ, મને માફ કરો
મેં તો આપ્યા છે ફૂલ, મને માફ કરો
મને માફ કરો, મને માફ કરો
પ્રણયના ફૂલ કરમાવી ને ચાલ્યા ક્યાં તમે
નજરનાં જામ છલકાવીને ચાલ્યા ક્યાં તમે

થઈને પૂનમની રાત તમે આવ્યાં હતા
થઈને જીવન પ્રભાત તમે આવ્યાં હતા
તમે આવ્યાં હતા, તમે આવ્યાં હતા
વિરહની આગ સળગાવીને ચાલ્યા ક્યાં તમે
નજરનાં જામ છલકાવીને ચાલ્યા ક્યાં તમે

મુકેશ (ફિલ્મ :અખંડ સૌભાગ્યવતી)

મનહર ઉધાસ (આલ્બમ :'નીલ ગગનના પંખેરૂ')

શુક્રવાર, 27 માર્ચ, 2009

મારા જખમ ને દર્દમાં

શબ્દ :બરકત વિરાણી ‘બેફામ’
સ્વર :આશિત દેસાઇ
આલ્બમ :લાગણી
સંગીત :તલત અઝીઝ

મારા જખમ ને દર્દમાં કુદરતનો ભાગ છે
કે ચાંદમાં છે દાગ ને સુરજમાં આગ છે

કહે છે કે શ્રેષ્ઠ સ્થાન પ્રણયમાં છે ત્યાગનું
એ સત્ય હો તો જાઓ, તમારોયે ત્યાગ છે

મહેકી રહી છે એમ મુહોબ્બત કલંક થઇ
જીવનના વસ્ત્ર પર કોઇ અત્તરનો દાગ છે

'બેફામ' તારી પ્યાસને નથી કોઇ જાણતુ
ને સૌ કહે છે પ્રેમના પાણી અથાગ છે

ગુરુવાર, 26 માર્ચ, 2009

અનુકૂળ જ્યાં દિશા આવી


શબ્દ: ‘અમર’ પાલનપુરી
સ્વર: હરીશ સોની
આલ્બમ: ઉઝરડા

અનુકૂળ જ્યાં દિશા આવી, પ્રતિકૂળ ત્યાં હવા આવી;
એ કેવી દુર્દશા મિત્રો, કે શત્રુને દયા આવે.
અનુકૂળ જ્યાં......

નજર થાકી, કદમ થાક્યાં, ને હૃદય પણ થાકવા આવ્યું;
મને તો એમ લાગે છે, કે રમત પૂરી થવા આવી.
અનુકૂળ જ્યાં......

જીવનમાં તો મળી નહોતી, કદી ફૂરસદ ઘડીભરની;
મરણ આવ્યું, કરો આરામ, કે લાંબી રજા આવી.
અનુકૂળ જ્યાં......

સમયના સેંકડો તોફાનો વચ્ચે પણ અડીખમ છે;
‘અમર’ અમ નાવની વહારે, કિનારેથી દુઆ આવી
અનુકૂળ જ્યાં......

બુધવાર, 25 માર્ચ, 2009

તારી ઉદાસ આંખમાં


શબ્દ : કૈલાસ પંડિત
સ્વર-સંગીત : મનહર ઉધાસ

તારી ઉદાસ આંખમાં સ્વપ્નાં ભરી શકું
મારું ગજું નથી કે તને છેતરી શકું

મેંદી ભરેલા હાથમાં એવી ભીનાશ ક્યાં
તરસ્યા થયેલા હોઠને ભીના કરી શકું

તારી હવે તો દૂરતા રસ્તા વિનાની છે
એના વિના હું કઇ રીતે પાછો ફરી શકું ?

આવું મળું ને વાત કરું એ નસીબ ક્યાં ?
કહેવાને આમ સાત સમંદર તરી શકું

‘કૈલાસ’ હું તો એકલો નીકળીને જાત પણ
ભેગા થયા છે લોક તો હું શું કરી શકું ?

મંગળવાર, 24 માર્ચ, 2009

રૂપ કૈફી હતું


શબ્દ: શોભિત દેસાઈ
સ્વર: મનહર ઉધાસ

બચ્યા છે કેટલા ? એ શબ્દ પણ ગણી લઉં છું
છૂટો પડું છું ને ખુદની સિલક ગણી લઉં છું
ક્ષણો, કલાક, દિવસ, માસ, વર્ષ કે સૈકા
તમે હો એવા સમયને પ્રણય ગણી લઉં છું

રૂપ કૈફી હતું, આંખો ઘેલી હતી, ને હથેળીમાં એની હથેળી હતી
મન મહેકતું હતું, ભીના કંપન હતા, એની સાથે મુલાકાત પહેલી હતી

આંખમાં એક દરિયો છુપાયો હતો, પણ શિશુ જેવો નિર્દોષ ચહેરો હતો
છોકરી મારી સામે જે બેઠી હતી, ખૂબ અઘરી હતી, સાવ સહેલી હતી

મીઠી મુંઝવણ હતી, હોઠ તો ચૂપ હતા, જો હતો, તો હતો મૌનનો આશરો
એણે જ્યારે કહ્યું, હું તને ચાહું છું, જિંદગી એક પળમાં ઉકેલી હતી

જોતજોતામાં બસ એ રિસાઇ ગઇ, પણ દૂર ના જઇ શકી મારાથી એ
ફેરવી તો લીધું મોઢું છણકો કરી, પીઠથી પીઠ તો પણ અઢેલી હતી

સોમવાર, 23 માર્ચ, 2009

રેખ રૂઠીને ગઇ આશ ઉડી

શબ્દ :નર્મદ
સ્વર :દ્રવિતા ચોક્સી
સંગીત :મેહુલ સુરતી
આલ્બમ :નર્મદ-ધારા

રેખ રૂઠિ ને ગઇ આશ ઉડી રે,
કેમ હવે જીવૂં;
અરરર કેમ; કેમ રે,
જખમને કેમ કરી સીવૂં

જેની ઊંફમાં તન મન ધનની,
આશ હતી મોટી;
અરરર આશ; આશ રે,
સહજમાં થઇ ગઇ ખોટી
રેખ રૂઠી.....

હીર ઉડ્યૂં ને હિરો કોયલો,
તે પણ નહિં પાસે;
અરરર તે પણ તે પણ રે,
મથ્યો શું સ્વપ્ન તણે ભાસે
રેખ રૂઠી.....(અહીં રજૂ કરેલ કવિતામાં ઘણી જગ્યાએ જોડણી અલગ રીતે લખાઇ છે. જે ટાઇપીંગની ભૂલ નથી, પરંતુ નર્મદના સમયે લખાતી ગુજરાતી ભાષા મુજબ છે. સંદર્ભ -“નર્મકવિતા”: ખંડ - 3 પાના નં - 36. પ્રકાશક: કવિનર્મદ યુગાવર્ત ટ્રસ્ટ, સૂરત.
સાભાર: ડૉ. વિવેક ટેલર)

રવિવાર, 22 માર્ચ, 2009

યા કુન્દેન્દુ

પરીક્ષાના દિવસો ચાલે છે. તો વિદ્યાના દેવી ની પ્રાર્થના સાંભળીએ.
યા કુન્દેન્દુ તુષારહારધવલા, યા શુભ્રવસ્ત્રાવૃતા;
યા વીણા વરદંડમંડીતકરા, યા શ્વેત પદ્માસના
યા બ્રહ્માચ્યુતશંકર પ્રભ્રૃતીભીર્ દેવૈ સદાવંદીતા
સામામ્ પા તુ સરસ્વતી ભગવતી ની:શેષ જાડ્યાપહા

શનિવાર, 21 માર્ચ, 2009

માણસ ઉર્ફે.....

શબ્દ :નયન દેસાઇ
સ્વર :આશિત-હેમા દેસાઇ

માણસ ઉર્ફે રેતી, ઉર્ફે દરિયો, ઉર્ફે ડૂબી જવાની ઘટના ઉર્ફે;
ઘટના એટલે લોહી, એટલે વહેવું એટલે ખૂટી જવાની ઘટના ઉર્ફે…

ખુલ્લી બારી જેવી આંખો ને આંખોમાં દિવસો ઊગે ને આથમતા;
દિવસો મતલબ વેઢા, મતલબ પંખી, મતલબ ઊડી જવાની ઘટના ઉર્ફે…

વજ્જરની છાતી ના પીગળે, આંસું જેવું પાંપણને કૈં અડકે તો પણ;
આંસુ, એમાં શૈશવ, એમાં કૂવો, એમાં કૂદી જવાની ઘટના ઉર્ફે…

પગમાંથી પગલું ફૂટે ને પગલાંમાંથી રસ્તાના કૈં રસ્તા ફૂટે;
રસ્તા અથવા ફૂલો અથવા પથ્થર અથવા ઊગી જવાની ઘટના ઉર્ફે…

ચાલો સૌ આ સંબંધોની વણજારોને બીજે રસ્તે વાળી દઈએ,
સંબંધો શમણાંનાં ઝુમ્મર, ઝુમ્મર યાને ફૂટી જવાની ઘટના ઉર્ફે…

છાતીમાં સૂરજ ઊગ્યાનો દવ સળગે ને સૂરજ તો એક પીળું ગૂમડું,
ગૂમડું પાકે, છાતી પાકે, મહેફિલમાંથી ઊઠી જવાની ઘટના ઉર્ફે…

મૂઠી ભરીને પડછાયાનાં ગામ વસેલાં ને પડછાયા હાલે ચાલે,
પડછાયા તો જાણે ચહેરા, ચહેરા જાણે ભૂલી જવાની ઘટના ઉર્ફે…

શુક્રવાર, 20 માર્ચ, 2009

ગોકુળમાં કોકવાર આવો તો કાન

શબ્દ: માધવ રામાનુજ
સ્વર: મિતાલી સીંગ

ગોકુળમાં કોકવાર આવો તો કાન,
હવે રાધાને મુખ ના બતાવશો;
ગાયોનું ધણ લઈને ગોવર્ધન જાવ ભલે,
જમનાને કાંઠે ના આવશો.

તાંદુલની પોટલીએ પૂનમની રાત
ભલે બાંધીને આવો ગોકુળમાં,
અડવાણે નૈં દોડે કોઈ હવે
વિરહાના રાજ નહીં જીતો ગોકુળનાં.
સમરાંગણ તમને તો શોભે હો શ્યામ,
વગર હથિયારે ત્યાં જ તમે ફાવશો !
હવે રાધાને મુખ ના બતાવશો..

પાંદડે કદમ્બનાં, પાંપણની ભાષામાં
લખી લખી આંખ હવે ભરીએ,
જમનાનાં જળ, તમે દેજો હાથોહાથ
માધવને દ્વારકાના દરિયે.
લખિતંગ રાધાના ઝાઝા જુહાર:
શ્યામ, અંતરમાં ઓછુ ના લાવશો !
હવે રાધાને મુખ ના બતાવશો..

ગુરુવાર, 19 માર્ચ, 2009

જાગ ને જાદવા

શબ્દ : નરસિંહ મહેતા
સ્વર : મન્ના ડે,પ્રફુલ દવે

જાગને જાદવા કૃષ્ણ ગોવાળિયા
તુજ વિના ધેનમાં કોણ જાશે ?
ત્રણસેં ને સાઠ ગોવાળ ટોળે મળ્યા
વડો રે ગોવાળિયો કોણ થાશે ? … જાગને

દહીંતણા દહીંથરા ઘી તણાં ઘેબરાં
કઢિયેલ દૂધ તે કોણ પીશે ?
હરિ તાર્યો હાથિયો, કાળી નાગ નાથિયો
ભૂમિનો ભાર તે કોણ વહેશે ? … જાગને

જમુનાને તીરે ગૌધણ ચરાવતાં
મધુરીશી મોરલી કોણ વહાશે ?
ભણે નરસૈંયો તારા ગુણ ગાઇ રીઝિયે
બૂડતાં બાંયડી કોણ સહાશે ? … જાગને

મન્ના ડે
પ્રફુલ્લ દવે

આ પ્રભાતિયાનું એકવીસમી સદીનું વર્ઝન

જાગ ને જાદવા, કૃષ્ણ નિશાળિયા !
તુજ વિના સ્કૂલમાં કોણ જાશે ?

મેગી પિઝા અને કરકરા કુરકુરે,
‘ઠંડા મતલબ…’ પછી કોણ પીશે ?
જાગ ને જાદવા…

લેસન ઘણું રહ્યું, રાતે ટીવી જોયું
પડ્યું હોમવર્ક પછી કોણ કરશે ?
જાગ ને જાદવા…

બહુ બહુ પુસ્તકો, બહુ બહુ નોટબુકો,
દફતરનો ભાર તે કોણ વ્હેશે ?
જાગ ને જાદવા…

વાન આવી જશે, હોર્ન બહુ મારશે,
તુજ વિના ગિરદી કોણ કરશે ?
જાગ ને જાદવા…

સ્ટડીરૂમમાં વળી કવિતા ગોખતાં,
ફીલમી ગીતડાં કોણ ગાશે ?
જાગને જાદવા…

ભણે સાગર વળી આટલું ભણ્યા પછી
નોકરીમાં તને કોણ લેશે ?
જાગને જાદવા…

–રતિલાલ બોરીસાગર

બુધવાર, 18 માર્ચ, 2009

એક જ દે ચિનગારી

કવિ- હરિહર ભટ્ટ

એક જ દે ચિનગારી, મહાનલ !
એક જ દે ચિનગારી.

ચકમક લોઢું ઘસતાં ઘસતાં ખરચી જિંદગી સારી
જામગરીમાં તણખો ન પડ્યો, ન ફળી મહેનત મારી
મહાનલ… એક જ દે ચિનગારી…

ચાંદો સળગ્યો, સૂરજ સળગ્યો, સળગી આભઅટારી
ના સળગી એક સગડી મારી, વાત વિપતની ભારી
મહાનલ… એક જ દે ચિનગારી…

ઠંડીમાં મુજ કાયા થથરે, ખૂટી ધીરજ મારી
વિશ્વાનલ ! હું અધિક ન માગું, માગું એક ચિનગારી
મહાનલ… એક જ દે ચિનગારી…પ્રભુ આનો શું જવાબ આપશે

યાચે શું ચિનગારી,મહાનર, યાચે શું ચિનગારી ?…..મહાનર.

ચકમક-લોઢું મેલ્ય પડ્યું ને બાકસ લે કર ધારી;
કેરોસીનમાં છાણું બોળી ચેતવ સગડી તારી ……મહાનર.

ના સળગ્યું એક સગડું તેમાં આફત શી છે ભારી?
કાગળના ડૂચા સળગાવી લેને શીત નિવારી …….મહાનર.

ઠંડીમાં જો કાયા થથરે, બંડી લે ઝટ ધારી;
બે-ત્રણ પ્યાલા ચા પી લે કે ઝટ આવે હુંશિયારી……મહાનર.

- ન. પ્ર. બુચ

હે સાબદા રહેજો રે

સ્વર આશા ભોંસલે

હે સાબદા રહેજો રે સાબદા રહેજો
હે ભાણા પટેલની ભાણકી આવે
હે સાબદા.....

હે જી લૂંટ કરવા એના નીસર્યા લોચનિયાં
ભાઇ પાઘડીનો પહેરનાર ક્યાંથી ત્યાં ફાવે
હે સાબદા.....

અંગના ફાગણીયાના રંગને ફંગોળતી
ખંભે દાતરડું ને ધરણી ઢંઢોળતી
મારગના તાજા તણખલાને તોડતી
દાંત્યુની ભીંસમાં ચાવતી આવે
હે સાબદા.....

છુંદણે છુંદેલા એના તનડાનો ઘાટ
કે શરમે સંતાઇ પૂનમની રાત
લીલુડા વનજેવું મન હરિયાળું
કે મોરલા ઊડતા આવે ને જાવે
હે સાબદા.....

ઉડતી ઓઢણીયુંમાં દુનિયાને ડુબાડતી
કંઇ મનમાં તોડતી ને કંઇ મનમાં જોડતી
એના લટકાને મટકાને ઝટકાનું જોર તો
ગામના ગોવાળીયાને એવું તે ભાવે
હે સાબદા.....

મંગળવાર, 17 માર્ચ, 2009

હસે આંખડી ને ઢળે ચાંદની


શબ્દ :રમણભાઇ પટેલ
સંગીત :શ્યામલ-સૈમિલ મુન્શી
સ્વર :આરતી મુન્શી
આલ્બમ :હસ્તાક્ષર

હસે આંખડી ને ઢળે ચાંદની
વિના ઊગે પૂનમની રાતડી
સાહેલડી વાટ વિનાંનું ભરેલ કોડિયું
હસે આંખડી ને ઢળે ચાંદની

ભરી ફૂલવાડી ફૂલની કૂમાશથી
વિના મનગમતાં બોલની સુવાસ રે
સાહેલડી વાટ વિનાંનું ભરેલ કોડિયું
હસે આંખડી ને ઢળે ચાંદની

મીઠી વાતોને ખીલી રહી રાતડી
વિના સંગાથે સરોવર પાળને
સાહેલડી વાટ વિનાંનું ભરેલ કોડિયું
હસે આંખડી ને ઢળે ચાંદની

સોમવાર, 16 માર્ચ, 2009

પ્રથમ આ ચુંબન

શબ્દ: કમલેશ સોનાવાલા
સ્વર: જગજીત સીંગ

પ્રથમ આ ચુંબન, જોઈ ભ્રમરને,
કળીને યાદો ફરીને આવે.

ગુલાબી ગાલો ખુમારી ખંજન,
દિલોમાં કાંઈ કાંઈ શરાર આવે;
ગેસૂમાં ગૂંથ્યો ગુલોનો ગજરો,
ચમન ચમનમાં બહાર આવે.

પવનમાં પાલવ સરક સરકતો,
મહેક મહેકતો શબાબ આવે;
નયન તમારાં ઝૂક્યાં જરા તો,
લજામણીના કરાર આવે.

ધીમાં આ પગલાં સજાવે મહેફિલ,
અમારા ઘરમાં શમ્મા જલાવે;
તમારો ચહેરો છૂપાવ્યો દિલમાં,
શરદપૂનમ થઈ તું યાર આવે.

ક્યારે શરૂ થઈ ક્યારે પૂરી થઈ,
સફરની ખાલી સુવાસ આવે;
બીડાય આંખો જીવનની સાંજે,
સલૂણી પાછી સવાર આવે.

રવિવાર, 15 માર્ચ, 2009

હંસલા હાલો રે

સંગીત : કલ્યાણજી-આણંદજી
સ્વર : લતા મંગેશકર
કવિ : મનુભાઇ ગઢવી


હંસલા હાલો રે હવે,
મોતીડા નહીં રે મળે
આ તો ઝાંઝવાના પાણી
આશા જુઠી રે બંધાણી

ધીમે
ધીમે પ્રીતી કેરો દીવડો પ્રગટાવ્યો
રામના રખોપા માંગી ઘૂંઘટે રે ઢાંક્યો

વાયરો વારો રે ભેંકાર
માથે મેહુલાનો માર
દીવડો નહીં રે બળે

વે’લો રે મોડો રે મારો સાહ્યબો પધારે
કે’જો રે કે ચુંદડી લાશે રે ઓઢાડે

કાયા ભલે રે બળે
માટી માટીને મળે
પ્રીતડી નહીં રે બળે

શનિવાર, 14 માર્ચ, 2009

નજર ને કહી દો કે

સ્વર :મુકેશ, સોલી કાપડીયા
સંગીત :અવિનાશ વ્યાસ

ઘડી ઘૂંઘટ ઉઠાવો ને,ઘડી ઘૂંઘટથી મુખ ઢાંકો;
કરો દિલબર જે કરવું હોય તે,પણ નજર મારા તરફ રાખો.

નજર ને કહી દો કે નિરખે ન એવું,
નાહક નું દિલ કોઈનું પાગલ બને છે.
અમથી જીગરમાં આંધી ચડે છે ને,
આંખ્યો બીચારી વાદળ બને છે.
હો નજર ને કહી દો કે..

મશહૂર છે મહોબ્બત તમારી ને, આપ પણ મશહૂર છો;
અફસોસ કેવળ એટલો કે, છો તમે પણ દૂર છો.

જોવું ને ખોવું એ મહોબ્બત નો ક્રમ છે,
પાસે છે સાકી ને આગે સનમ છે.
ઝૂરી ઝૂરી વેરાયા આંખો નાં આંસુ,
ગૂંથાઈ પગની પાયલ બને છે.
હો નજર ને કહી દો..

સોલી કાપડીયા

મુકેશ

શુક્રવાર, 13 માર્ચ, 2009

કોકવાર આવતાં ને જાતાં મળો છો એમ

સ્વર: મુકેશ, સોલી કાપડીયા

કોકવાર આવતાં ને જાતાં મળો છો એમ,
મળતા રહો તો ઘણું સારું
હોઠ ના ખૂલે તો હવે આંખોથી હૈયાની
વાતો કરો તો ઘણું સારું

પૂનમનો ચાંદ જ્યાં ઉગે આકાશમાં
ઉછળે છે સાગરના નીર
મારું એ ઉર હવે ઉછળવા ચાહે એવું
બન્યું છે આજ તો અધીર

સાગરને તીર તમે આવો ને ચાંદ શા
ખીલી રહો તો ઘણું સારું
હોઠ ના ખૂલે તો હવે આંખોથી હૈયાની
વાતો કરો તો ઘણું સારું

મારી છે કુંજ કુંજ વાસંતી વાયરે
કોયલ કરે છે ટહુકારો
આવો તમે તો મન ટહુકે આનંદમાં
ખીલી ઉઠે આ બાગ મારો

શાને સતાવો, મારી ઉરની સિતારના
તારો છેડો તો ઘણું સારુ
હોઠ ના ખૂલે તો હવે આંખોથી હૈયાની
વાતો કરો તો ઘણું સારું

મુકેશ

સોલી કાપડીયા

ગુરુવાર, 12 માર્ચ, 2009

હું તો તારી પ્રીતમાં પાગલ થઇ ગઇ

શબ્દ પન્ના નાયક
સંગીત: ગૌરાંગ વ્યાસ
સ્વર: નિશા કાપડિયા

હું તો તારી તે પ્રીતમાં પાગલ થઈ ગઈ,
એવી પાગલ થઈ ગઈ…
હું તો ધરતીની ધૂળ જાણે વાદળ થઈ ગઈ.
હું તો તારી તે પ્રીતમાં પાગલ થઈ ગઈ.

હું તો કંઇ પણ નથી ને મને ફૂલ ફૂટ્યાં,
હું તો બ્હાવરી : મેં તારા કંઇ ગીત ઘૂંટ્યાં;
તારી સાથેની મારી પળપળની વાત,
મારી કોરી આંખોનું કાજળ થઇ ગઇ ;
હું તો તારી તે પ્રીતમાં પાગલ થઇ ગઇ.

હું તો આંખો મીંચીને ગીત સાંભળ્યા કરું,
મારી છાની આ લાગણી પંપાળ્યા કરું ;
કેવાં આ લાભશુભ : ઓચિંતા એક દિવસ,
હું તો કંકોતરીનો કાગળ થઇ ગઇ ;
હું તો તારી તે પ્રીતમાં પાગલ થઇ ગઇ.

બુધવાર, 11 માર્ચ, 2009

રંગ બરસે ભીગે ચુનરવાલી

હોળીના દિવસે આ ગીત કેમ ભૂલાય? બચ્ચન સાહેબના આકર્ષક વ્યક્તિત્વ અને હોળીના ઉમંગને ભાષાના બંધનો નથી હોતા - આ મંતવ્ય સાથે આજે ગુજરાતી ગીતોના આ બ્લોગ પર રંગ બરસે........

શબ્દ : જાવેદ અખ્તર
સ્વર : અમિતાભ બચ્ચન
ફિલ્મ : સિલસિલા (1981)


રંગ બરસે ભીગે ચુનરવાલી રંગ બરસે
અરે કિને મારી પિચકારી તોરી ભીગી અંગીયા
ઓ રંગ રસિયા રંગ રસિયા હો
રંગ બરસે ભીગે ચુનરવાલી રંગ બરસે

સોનેકી થાલીમેં જેવના પરોસા
અરે સોનેકી થાલીમેં જેવના પરોસા
હાં સોનેકી થાલીમેં જેવના પરોસા
અરે ખાયે ગોરીકા યાર બલમ તરસે રંગ બરસે
હોલી હૈ
ઓ રંગ બરસે ભીગે ચુનરવાલી રંગ બરસે

લૌંગા ઇલાયચીકા અરે લૌંગા ઇલાયચીકા
લૌંગા ઇલાયચીકા ભાઇ
અરે લૌંગા ઇલાયચીકા બીડા લગાયા
હાં લૌંગા ઇલાયચીકા બીડા લગાયા
ચાબે ગોરીકા યાર બલમ તરસે રંગ બરસે
હોલી હૈ
ઓ રંગ બરસે ભીગે ચુનરવાલી રંગ બરસે

અરે બેલા ચમેલીકા સેજ બીછાયા
બેલા ચમેલીકા સેજ બીછાયા
અરે બેલા ચમેલીકા સેજ બીછાયા
હાં બેલા ચમેલીકા સેજ બીછાયા
સોએ ગોરીકા યાર બલમ તરસે રંગ બરસે
હોલી હૈ
ઓ રંગ બરસે ભીગે ચુનરવાલી રંગ બરસે

મારો મારગડો રોકીને રંગ ઢાળ્યો

સ્વર : આશા ભોંસલે

મારો મારગડો રોકીને રંગ ઢાળ્યો રસિયાએ
મારગડો રોકીને રંગ ઢાળ્યો
હળવેથી ગુલાલને ઉછાળ્યો રે
મારગડો રોકીને રંગ ઢાળ્યો........

રંગદાર કામળી પગમાં પૈજણીયા
સૂરત સાંવરી ને નૈણ રે આંજણીયા
કેટલોયે સાંવરિયાને ટાળ્યો રે
મારગડો રોકીને રંગ ઢાળ્યો........

વારતાં વારતાં હું યે ગઇ હારી
રસિયાએ તો યે મારી વાત ના વિચારી
એને આવો ના રંગીલો કદી ના ભાળ્યો
મારગડો રોકીને રંગ ઢાળ્યો.......

પાલવનો છેડલો કેટલોયે ઢાંક્યો
તો યે ગુલાલ મારા કાળજડે લાગ્યો
મારું કાળજડું તોડીને એ તો હાલ્યો રે
મારગડો રોકીને રંગ ઢાળ્યો.........

મંગળવાર, 10 માર્ચ, 2009

આંખોમાં છલકતો કૈફ હશે

શબ્દ: ‘અમર’ પાલનપુરી
સ્વર: હરીશ સોની
આલ્બમ: ઉઝરડા

આંખોમાં છલકતો કૈફ હશે, હાથોમાં ભરેલા જામ હશે;
બોલાવ્યા અમે ના બોલીશું, પણ હોઠે તમારું નામ હશે.
આંખોમાં છલકતો કૈફ હશે.....

મેં લાખ ગુનાઓ કીધાં છે, પણ સાવ નિખાલસ હૈયાથી;
હો નર્ક જ મારું ધામ ભલે, પણ સ્વર્ગમાં મારું નામ હશે.
આંખોમાં છલકતો કૈફ હશે.....

હું તુજને કરી દઉં માફ ભલે, પણ લોક નહીં છોડે તુજને;
જે માર્ગમાં માર્યો તેં મુજને, એ માર્ગ પર મારું નામ હશે.
આંખોમાં છલકતો કૈફ હશે.....

હો દિલમાં ભલે સો દર્દ ‘અમર’, હમદર્દી ખપે ના દુનિયાની;
મનગમતો દિલાસો મળશે તો, આરામ હશે આરામ હશે.
આંખોમાં છલકતો કૈફ હશે....

સોમવાર, 9 માર્ચ, 2009

જીવનનો મધ્યાહ્ન

શબ્દ:કમલેશ સોનાવાલા
સ્વર:ભુપિન્દર સીંગ

જીવનનો મધ્યાહન છતાં સાંજ શોધું હું શાને?
સાગર મધ્યે પ્હોંચ્યા છતાં સાહિલ શોધું હું શાને?

ખળખળ વહેતું નિર્મળ ઝરણું સાગર શોધે એ શાને?
મનનું હરણું દોટ મૂકે વિસામો શોધે એ શાને?

રાજમારગની બની કેડીઓ, કેડીએ કંટકો શાને?
નિર્જન મારગ એક લાચારી, શોધું હું સંતો શાને?

રાધા ગોરી કાન છે કાળો, રંગ નીરાળા શાને?
અંત વિનાનાં અંધારા જગમાં આતમ દિવડા શાને?

ચાંદલીયા તારલીયા સંગે રમતો હું નશ્વર શાને?
બ્રહ્મ મુહુર્તમાં આંખો ખોલી શોધું હું ઇશ્વર શાને?

રવિવાર, 8 માર્ચ, 2009

દાદા હો દીકરી


સ્વર : હર્ષિદા રાવલ
આલ્બમ : સમયની સંતાકૂકડી

દાદા હો દીકરી, દાદા હો દીકરી, વાગડમાં મ દેજો રે સૈ
વાગડની વઢીયારણ સાસુ દોહ્યલી રે, સૈયોં કે હમચી, સૈયોં કે હમચી
દાદા હો દીકરી, દાદા હો દીકરી

દીએ દળાવે મુને, દીએ દળાવે મુને, રાતલડીએ કંતાવે રે સૈ
પાછલે રે પરોઢીએ પાણી મોકલે રે, સૈયો કે હમચી, સૈયોં કે હમચી
દાદા હો દીકરી, દાદા હો દીકરી

ઓશીકે ઈંઢોણી વહુ, ઓશીકે ઈંઢોણી વહુ, પાંગતે સીંચણિયું રે સૈ
સામી તે ઓરડીએ, વહુ તારું બેડલું રે, સૈયો કે હમચી, સૈયોં કે હમચી
દાદા હો દીકરી, દાદા હો દીકરી

ઘડો બુડે નહિ, ઘડો બુડે નહિ, મારું સીંચણિયું નવ પૂગે રે સૈ
ઊગીને આથમિયો દિ કૂવા કાંઠડે રે, સૈયો કે હમચી, સૈયોં કે હમચી
દાદા હો દીકરી, દાદા હો દીકરી

ઊડતા પંખીડા વીરા, ઊડતા પંખીડા વીરા, સંદેશો લઈ જાજો રે સૈ
દાદાને કહેજો કે દીકરી કૂવે પડે રે, સૈયો કે હમચી, સૈયોં કે હમચી
દાદા હો દીકરી, દાદા હો દીકરી

કહેજો દાદાને રે , કહેજો દાદાને રે , મારી માડીને નવ કહેજો રે સૈ
મારી માડી બિચારી આંશુ સારશે રે, સૈયો કે હમચી, સૈયોં કે હમચી
દાદા હો દીકરી, દાદા હો દીકરી

કૂવે ન પડજો દીકરી, કૂવે ન પડજો દીકરી, તળાવે નવ પડજો રે સૈ
અંજવાળી તે આઠમનાં આણાં આવશે રે, સૈયો કે હમચી, સૈયોં કે હમચી
દાદા હો દીકરી, દાદા હો દીકરી

શનિવાર, 7 માર્ચ, 2009

ઉપેક્ષામાં નહીં તો બીજું તથ્ય શું છે

શબ્દ : જવાહર બક્ષી
સ્વર : પુરુષોત્તમ ઉપાધ્યાય
આલ્બમ : ઈર્શાદ

ઉપેક્ષામાં નહીં તો બીજું તથ્ય શું છે, છે બસ એક એની મના નો અનુભવ;
મળ્યાનો વળી બીજો આનંદ શું છે, સિવાય એક એની રજાનો અનુભવ....

હરણ તરસે મારું આ હાંફી રહ્યું છે, પ્રથમ એને પાણી પિવાડો લોકો
તરત એ બિચારાને એ તો ન પૂછો, કે કેવો હતો ઝાંઝવાનો અનુભવ....

મને થોડી અગવડ પડી રહીતી એથી, ‘ફના’ ઘર બદલતાં ઘર બદલીજ નાખ્યું
પરંતુ નવા ઘરમાં સામાન સાથે, મેં બાંધ્યો છે જુની જગાનો અનુભવ.....

આ ગઝલના અન્ય શેર

હવે જો હું માનું તો ખોટું નથી, કે હતું એને મારા તરફ પ્રેમ જેવું,
ગમે તેમ હો પણ મને છોડી દઈને, કરે છે એ કોઈ ગુન્હાનો અનુભવ.

કદાચિત્ તને ભૂલવામાં મજા હો, એ માની ઘટાડ્યે ગયો યાદ તારી,
હજી પણ મને યાદ આવી રહ્યો છે, તને ભૂલવાની દશાનો અનુભવ.

કદી હું તને મેળવી પણ ચૂક્યો છું, એ ત્યારે જ સાચી પ્રતીતી તો થઈ’તી,
મને જે ક્ષણે થઈ ગયો’તો અચાનક, તને ક્યાંક ખોઈ દીધાનો અનુભવ.

મેં હમદર્દીની દોસ્ત તારીય પાસે, પ્રથમથી જ ક્યાં કંઈ અપેક્ષા કરી’તી
ફકત દેવા માટે દિલાસાઓ દે નહિ, તને ક્યાં છે મારી દશાનો અનુભવ.

શુક્રવાર, 6 માર્ચ, 2009

માધવ ક્યાંય નથી મધુવનમાં

સ્વર : હેમા દેસાઇ
સંગીત : આશિત દેસાઇ
શબ્દ હરિન્દ્ર દવે

માધવ ક્યાંય નથી મધુવનમાં !
ફૂલ કહે ભમરાને, ભમરો વાત વહે ગુંજનમાં…….
માધવ ક્યાંય નથી.......

કાલિંદીના જળ પર ઝૂકી પૂછે કદંબ ડાળી,
“યાદ તને, બેસી અહીં વેણુ વાતા’તા વનમાળી ?”
લહર વમળને કહે, વમળ એ વાત સ્મરે સ્પંદનમાં…
માધવ ક્યાંય નથી.......

કોઈ ન માગે દાણ, કોઈની આણ ન વાટે ફરતી,
હવે કોઈ લજ્જાથી હસતાં રાવ કદી ક્યાં કરતી ?
નંદ કહે જશુમતીને, માતા વ્હાલ ઝરે લોચનમાં…
માધવ ક્યાંય નથી.......

શિર પર ગોરસ મટુકી મારી વાટ ન કેમે ખૂટી,
અબ લગ કંકર એક ન વાગ્યો ગયાં ભાગ્ય મુજ ફૂટી !
કાજળ કહે આંખોને, આંખો વાત વહે અંસુવનમાં !…
માધવ ક્યાંય નથી મધુવનમાં !

ગુરુવાર, 5 માર્ચ, 2009

કાજળ ભર્યા નયનનાં

શબ્દ અમૃત ‘ઘાયલ’
સ્વર મનહર ઉધાસ

જીવનમાં જો દુઃખો હોય તો જીવન મદિરાધામ થઈ જાયે
આ દિલ સુરાહી ને નયન જામ થઈ જાયે
તુજ નયનમાં નિહાળું છું સઘળી રાસલીલાઓ
જો કીકી રાધા થઈ જાયે તો કાજળ શ્યામ થઈ જાયે.

કાજળભર્યા નયનનાં કામણ મને ગમે છે,
કારણ નહીં જ આપું કારણ મને ગમે છે.

લજ્જાથકી નમેલી પાંપણ મને ગમે છે,
ભાવે છે ભાર મનને, ભારણ મને ગમે છે.

જીવન અને મરણની હર ક્ષણ મને ગમે છે,
એ ઝેર હોય અથવા મારણ મને ગમે છે.

ખોટી તો ખોટી હૈયાધારણ મને ગમે છે,
જળ હોય ઝાંઝવાનાં તો પણ મને ગમે છે.

હસવું સદાય હસવું, દુ:ખમાં અચૂક હસવું,
દીવાનગીતણું આ ડહાપણ મને ગમે છે.

આવી ગયાં છો આંસુ, લૂછો નહીં ભલા થઇ,
આ બારેમાસ લીલાં તોરણ મને ગમે છે.

લાવે છે યાદ ફૂલો છાબો ભરી ભરીને,
છે ખૂબ મહોબતીલી માલણ, મને ગમે છે

દિલ શું હવે હું પાછી દુનિયા ય પણ નહીં દઉં,
એ પણ મને ગમે છે, આ પણ મને ગમે છે.

હું એટલે તો એને વેંઢારતો રહું છું,
સોગંદ જિંદગીના! વળગણ મને ગમે છે.

ભેટ્યો છું મોતને પણ કૈં વાર જિંદગીમાં!
આ ખોળિયાની જેમ જ ખાંપણ મને ગમે છે!

‘ઘાયલ’, મને મુબારક આ ઊર્મિકાવ્ય મારાં,
મેં રોઇને ભર્યા છે, એ રણ મને ગમે છે.

બુધવાર, 4 માર્ચ, 2009

મહેંદી તે વાવી માળવે


સ્વર : લતા મંગેશકર, પિનાકીન શાહ
સંગીતકારઃ અવિનાશ વ્યાસ
ફિલ્મઃ મહેંદી રંગ લાગ્યો (૧૯૬૦)

તન છે રૂપનું હાલરડું ને આંખે મદનો ભાર
ઘૂંઘટમાં જોબનની જ્વાળા ઝાંઝરનો ઝમકાર
લાંબો છેડો છાયલનો, ને ગજરો ભારોભાર
લટકમટકની ચાલ ચાલતી જુઓ ગુર્જરી નાર

મહેંદી તે વાવી માળવે ને
એનો રંગ ગયો ગુજરાત રે
મહેંદી રંગ લાગ્યો રે

નાનો દિયરીયો લાડકો ને,
કાંઇ લાવ્યો મહેંદીનો છોડ રે …
મહેંદી રંગ લાગ્યો રે…

વાટી ઘૂંટીને ભર્યો વાટકો ને
ભાભી રંગો તમારા હાથ રે …
મહેંદી રંગ લાગ્યો રે …

હે… લાંબો ડગલો, મૂછો વાંકડી, શિરે પાઘડી રાતી
બોલ બોલતો તોળી-તોળી છેલછબીલો ગુજરાતી
હે.. તન છોટુ પણ મન મોટું, છે ખમીરવંતી જાતી
ભલે લાગતો ભોળો, હું છેલછબીલો ગુજરાતી

હાથ રંગીને વીરા શું રે કરું?
એનો જોનારો પરદેશ રે …
મહેંદી રંગ લાગ્યો રે …

મહેંદી તે વાવી માળવે ને
એનો રંગ ગયો ગુજરાત રે
મહેંદી રંગ લાગ્યો રે

મંગળવાર, 3 માર્ચ, 2009

કહું છું જવાનીને, પાછી વળી જા

સંગીત : અવિનાશ વ્યાસ
સ્વર : મોહમ્મદ રફી,સોલી કાપડીયા

કહું છું જવાનીને, પાછી વળી જા
કે ઘડપણનું ઘર મારું આવી ગયું છે
મનને ન ગમતું ઘડપણનું ડહાપણ
પણ તન તારું સગપણ ભુલાવી રહ્યું છે

મનની સ્થિતિ હમેશા આશિક રહી છે
કાલે જ મેં કોઇને માશુક કહી છે
ફરી પાછા મળશું પાગલ થવાને
હમણા તો ડહાપણ ભઇ સતાવી રહ્યું છે

મુહોબ્બત તો મારો હક છે જનમનો
સાકી હતો ને રહ્યો છું સનમનો
ઘડપણને કહું છું કે માફી દઇ દે
મુહોબ્બતથી મુજને ભઇ ફાવી ગયું છે

મોહમ્મદ રફી

સોલી કાપડીયા

સોમવાર, 2 માર્ચ, 2009

એ કંઈ જેવી તેવી વાત નથી

(ઉપરોક્ત તસવીર મહાત્મા ગાંધીના અંતિમ-સંસ્કારની છે જે આ ગઝલના હાર્દને અભિવ્યક્ત કરે છે)
શબ્દ : સંદીપ ભાટિયા
સ્વર- સંગીત : આશિત દેસાઇ

માણસ જેવો માણસ ક્ષણમાં ધુમાડો થઈ જાય
એ કંઈ જેવી તેવી વાત નથી,
ઘરઘર રમતાં પળમાં કોઈ પૂર્વજ થઈ પૂજાય
એ કંઈ જેવી તેવી વાત નથી.

વીતી પળના પડછાયાને પકડી રાખે ફ્રેમ,
કાચ નદીને પેલે કાંઠે કંકુ, કંકણ, પ્રેમ.
તારીખિયાને કોઈ પાને સૂરજ અટકી જાય
એ કંઈ જેવી તેવી વાત નથી.

હથેળીઓની વચ્ચે એના ગુંજ્યા કરશે પડઘા,
હૂંફાળા એ સ્પર્શ ત્વચાથી શ્વાસ જાય કે અળગા.
ઘડી પહેલાં જે ઘર કહેવાતું દીવાલો કહેવાય
એ કંઈ જેવી તેવી વાત નથી.

સૂરજનો અજવાસ ગોખમાં દીવો થઈને થરકે,
સ્તબ્ધ ઊભેલી રેતશીશીમાં રેત હવે નહીં સરકે.
પાંપણ ઉપર દર્પણ જેમ જ ઘટનાઓ તરડાય
એ કંઈ જેવી તેવી વાત નથી.

રવિવાર, 1 માર્ચ, 2009

સાહ્યબો… મારો ગુલાબનો છોડ


શબ્દ : કૈલાસ પંડિત
સંગીત : રિષભ ગૃપ

હે…
ક્યારે પૂરા થશે મનના કોડ ?
કે સાહ્યબો… મારો ગુલાબનો છોડ

ઢળતો દેખાય છે સૂરજ આકાશમાં
ઘેલો થઇ ખેલે છે ફૂલોથી બાગમાં
ભમરાની જેમ તો ય માની જો જાય તો
કહેવી છે વાત એવી મારે પણ કાનમાં

હે.. મારા જોબનનું ઉગ્યું પરોઢ
કે સાહ્યબો… મારો ગુલાબનો છોડ

કલકલતાં ઝરણાંમા નદીયું છલકાય છે
નદીયુંના વ્હેણમાં સાગર મલકાય છે
ચાંદાને જોઇ સાગર ઝૂલે છે ગેલમાં
ધરતીનો છેડો જઇ આભમાં લહેરાય છે

હે.. નદીને સાગર થવાના જાગ્યા કોડ
કે સાહ્યબો… મારો ગુલાબનો છોડ

આંખોની વાત હવે હોઠો પર લાવીએ
ફૂલોની પાસ જઇ કોરા થઇ આવીએ
રોપીને આસપાસ મહેંદીના છોડને
માટીના કુંડામાં તુલસી ઉગાડીએ

હે.. હવે હમણાં તો હાથ મારો છોડ
કે સાહ્યબો… મારો ગુલાબનો છોડ

ફાગણ ફોરમતો આયો

સ્વર-સંગીત: અચલ મહેતા,અતુલ પુરોહિત

ફાગણ ફોરમતો આયો…
આયો રે આયો..
ફાગણ ફોરમતો આયો…

લાલ લાલ લાલ લાલ રંગ પેલા કેસુડાના તરુવરપર પથરાયો
ઋતુઓનો રાજા પેલો ફાગણ આંગણ આવી અલબેલો લહેરાયો..

ફાગણ ફોરમતો આયો…
આયો રે આયો..
ફાગણ ફોરમતો આયો…

ચારેકોર ઘુમતાને લઇ લઇ પીચકારી હોળીનો ગુલાલ રચાયો
સરરર રંગ છુટે લાડકડો લાડ લૂટે, ઉરમાં ઉમંગ સમાયો..

ફાગણ ફોરમતો આયો…
આયો રે આયો..
ફાગણ ફોરમતો આયો…

ગોરી ગોરા છોરા છોરી કરતાજી ડોરાડોરી ફાગણને લેતા વધાયો
હોળી કેરાં રસ ઘેલાં હેતમાં હરખ ઘેલાં લૂંટે લાડ લૂંટાયો

ફાગણ ફોરમતો આયો…
આયો રે આયો..
ફાગણ ફોરમતો આયો…

એના રંગે મલક રંગાયો
રે આયો..
ફાગણ ફોરમતો આયો…

જોડે રે’જો રાજ..
તમે કિયા તે ભાઇના ગોરી, કોની વઉ..
જોડે રે’જો રાજ..

જોડે નંઇ રે’વુ રાજ..
હે મને શરમના શેરડા ફૂટે
જોડે દીવો બળે હો રાજ..

તહુ (ત્યા) દમક દમક દાદુર ડણ ડમકત,
ગડડ મોર મલ્હાર ઘીરા (મલ્હાર - મેઘ ઘેરાયો)
પીયુ પીયુ શબદ પુકારત ચાતક,
પીયુ પીયુ કોકિલ કંઠ ઘીરા.

તહુ ગડડ ગડડ નભ હોત ગડાકા
ને ઘણણણ ગિરિવર શિખર દડે
સૌ રૂમઝૂમ રૂમઝૂમ બરસત બરસા
ગડડ ગડડ ઘન ઘોર ગરજે .
અચલ મહેતા

અતુલ પુરોહિત