મારા સાયબર વિશ્વમાં આપનું હાર્દિક સ્વાગત છે.........

પ્રિય મિત્રો,
આપ સૌ મારા બ્લોગ પર અવારનવાર પધારો છો તે મારા માટે ખૂબ જ આનંદની વાત છે. પણ ઘણા મિત્રો તેમના અભિપ્રાય આપ્યા વગર જ જતા રહે છે, જે મને થોડું અધુરૂં લાગે છે. આપ સૌના અભિપ્રાય મારા માટે ઘણાં જ અગત્યના છે અને તે મને કંઈક વધુ સારું કરવાની પ્રેરણા અને ઉત્સાહ આપતા રહે છે. તો મિત્રો આપ જ્યારે-જ્યારે મારા બ્લોગની મુલાકાત લો ત્યારે આપના અમૂલ્ય અભિપ્રાય આપતા રહો તેવી અપેક્ષા.

સૌ મિત્રોને નમ્ર વિનંતિ કે અહીં મુકેલી રચનાઓ માત્ર સાંભળવા માટે જ છે, આથી મહેરબાની કરી ડાઉનલોડ માટે પૂછવું નહીં. આભાર.
મારા સંગ્રહમાંથી કેટલાંક આલ્બમના મુખપૃષ્ઠો:રવિવાર, 29 માર્ચ, 2009

આભને ઝરૂખે

શબ્દ : ભરત વૈદ્ય
સ્વર : સોનાલી વાજપાઇ
સંગીત : મેહુલ સુરતી
આલ્બમ : સારાંશ


આભને ઝરૂખે માડી તારો દીવડો પ્રગટાવ્યો
હું તો સૈયર સંગે ગરબે ઘુમતી..

શ્રીફળ વધેરું માડી કંકુ ઉડાવું
મઘમઘતા માડી તને ફૂલડા ચઢાવું
તારી ભકિતનો રંગ એવો લાગ્યો..
આભને ઝરૂખે..

આશા કેરા સાથિયા પૂર્યા મેં તો આજે
ઘુંઘરુ ને ઘંટા માડી ઢોલ રે બાજે
શ્રધ્ધા કેરો દીપ મેં તો પ્રગટાવ્યો
આભને ઝરૂખે…

પૂજા કરું હું માડી પરદેશે તારી
શમણાં ઉછેરું તારા પર જાઉં વારી
મનની અટારીએ પવન કેવો આવ્યો
આભને ઝરૂખે…

1 ટિપ્પણી:

 1. જય શ્રીકૃષ્ણ ડો.પ્રીતેશભાઈ
  બ્આપના અમૂલ્ય પ્રતિભાવ બદલ આભાર.
  આશા છે આગળ પણ આપને ઉપયોગી અને રસપ્રદ માહિતી અને મનોરંજન મળી રહે.
  આપના સાથ સહ્કાર અને માર્ગદર્શનની અપેક્ષા.
  વળિ આપના બંને બ્લોગ પણ ઉમદા માહિતી આપી રહ્યા છે.અને વધું વિગતો સાથે આપ મનનો વિશ્વાસ વર્ડપ્રેસ પર જોઈ શકશો.
  http://drmanwish.wordpress.com/
  http://sulabhgurjari.com/
  આપનો ડો.હિતેશ ચૌહાણ

  જવાબ આપોકાઢી નાખો