મારા સાયબર વિશ્વમાં આપનું હાર્દિક સ્વાગત છે.........

પ્રિય મિત્રો,
આપ સૌ મારા બ્લોગ પર અવારનવાર પધારો છો તે મારા માટે ખૂબ જ આનંદની વાત છે. પણ ઘણા મિત્રો તેમના અભિપ્રાય આપ્યા વગર જ જતા રહે છે, જે મને થોડું અધુરૂં લાગે છે. આપ સૌના અભિપ્રાય મારા માટે ઘણાં જ અગત્યના છે અને તે મને કંઈક વધુ સારું કરવાની પ્રેરણા અને ઉત્સાહ આપતા રહે છે. તો મિત્રો આપ જ્યારે-જ્યારે મારા બ્લોગની મુલાકાત લો ત્યારે આપના અમૂલ્ય અભિપ્રાય આપતા રહો તેવી અપેક્ષા.

સૌ મિત્રોને નમ્ર વિનંતિ કે અહીં મુકેલી રચનાઓ માત્ર સાંભળવા માટે જ છે, આથી મહેરબાની કરી ડાઉનલોડ માટે પૂછવું નહીં. આભાર.
મારા સંગ્રહમાંથી કેટલાંક આલ્બમના મુખપૃષ્ઠો:રવિવાર, 5 એપ્રિલ, 2009

કબીરવડઃ ભૂરો ભાસ્યો ઝાંખો

શબ્દ: નર્મદ
સંગીત: મેહુલ સુરતી,
સ્વર : પાર્થિવ ગોહિલ
આલ્બમ: નર્મદધારા

ભુરો ભાસ્યો ઝાંખો, દૂરથિ ધુમસે પ્હાડ સરખો,
નદી વચ્ચે ઊભો, નિરભયપણે એકસરખો;
દિસ્યો હાર્યો જોદ્ધો, હરિતણું હૃદે ધ્યાન ધરતો,
સવારે એકાંતે, કબીરવડ એ શોક હરતો.

કદે દેખાવે એ, અચરતિ જણાએ જગતમાં,
ખરી મ્હોરાંનો, મગરૂબ રહે દેશ નવ કાં?
મનાએ સત્સંગે, પવિતર કબીરાભગતમાં,
પ્રજાની વૃદ્ધિએ, નિત અમર કહેવાય નવ કાં?

જતાં પાસે જોઊં, વડ નહીં વડોનૂં વન ખરે,
મળે આડા ઊભા, અતિ નિકટ નીચે ઉપર જે;
વડો ઝાઝા તોએ, સહુ ભળી ગયે એક દીસતો,
વળી સંધાઓનું, અસલ જિવતૂં એક મુળ તો.

કિયૂં ડાળૂં પ્હેલૂં, કંઇ ન પરખાએ શ્રમ કરે ,
ઘસેડ્યો પાડીને, અસલવડ રેલે જણ કહે;
તણાયા છે ભાગો, ઘણિ વખત જો એ વડ તણા,
તથાપી એ થાએ, ફુટવિસ ગુણ્યા સો પરિઘમાં.

ફૂટી ડાળોમાંથી, પ્રથમ તરુ કેરી નીકળતા,
ખુંચે તેવા તંતૂ, વધિ જઈ નિચે જે લટકતા;
જટાની શોભાથી, અતિશ શરમાઈ શિવ ઊઠ્યા,
જટાને સંકેલી, વડ તજી ગિરિયે જઈ રહ્યા.

જટા લાંબી લાંબી, મુળ થડથિ થોડેક દૂર જે,
નિચે ભૂમીસાથે, અટકિ પછિ પેસે મહિં જતે;
મળી મૂળીયાંમાં, ફરી નિકળિ આવે તરુરુપે,
થડો બાંધી મોટાં, ઘણિક વડવાઈ કરિ રહે.

વળી ડાળો મોટી, ઘણિક વડવાઇથિ નિકળે ,
જટા પાછી જેને, અસલ પરમાણે જ લટકે;
નવાં બાંધી થાળાં, નવિન વટવાઇ ઉગિ બને,
નહીં ન્હાની ન્હાની, પણ મુળ તરૂતુલ્ય જ કદે.

વડો વચ્ચે વચ્ચે, તરુ અવર આસોપાલવનાં,
વડોથી ઊંચાં છે, ખિચખિચ ભર્યાં પત્રથિ ઘણાં;
ઘણા આંબા ભેગા, વળિ ઘણિક સીતાફળિ ઉગે,
બિજાં ઝાડો છોડો, વડનિ વચમાં તે જઈ ઘૂસે.

ઉનાળાનો ભાનૂ, અતિશ મથિ ભેદી નવશકે,
ઘટા ઊંચે એવે, જન શીતળ છાયા સુખ લિયે;
ખુલી બાજૂઓથી, બહુ પવન આવી જમિનને,
કરે ચોખ્ખી રૂડી, પછિ મિત થઈને ખુશિ કરે.

ઘણાં જંતૂ પંખી, અમળ સુખ પામે અહિં રહી,
ઘણાં જાત્રાળુઓ, અહીં ઊતરતાં પુણ્ય સમજી;
ઘણા શીકારીઓ, ગમત કરતા રેહ બહુ અહીં,
હજારો લોકોને, અડચણ સમાતાં અહિં નહીં.

અહીંયાંથી જોવી, ચકચકતિ વ્હેતી નદિ દુરે,
પશૂ કો જોવાં જે, અહિં તહિં ચરે બેટ ઉપરે.
ઘટા ભારે જોવી, શબદ સુણવા કોઈ ખગના,
દિલે વાયૂ લેવો, સુખ નવ હિણા લે કરમના.

ઘટા થાળાં લીધે, ઘણિક ફરવાને ગલિ થઈ,
બખોલો બંધાઈ, રમણિય બહૂ બેઠક બની;
નિરાંતે જેમાં તો, ખુશિથકિ રમે લાલ લલના,
નિરાંતે જેમાં તો, ખુશિથકિ રહે જોગિ જપમાં.

દીપે છાયી જાડાં, હરિત કુમળાં પત્ર ઠુમસાં,
વળી રાતા ટેટા, ચુગિ બહુ જિવો પેટ ભરતા;
પડે બાજૂએથી, બહુ ખુસનુમા રંગકિરણો,
નિચે ચળ્કે તડકે, બરફ સરખાં ઠારથિ પડો.

ઠરી મારી આંખો, કબિરવડ તુને નિરખિને,
ખરી પાપી બુદ્ધી, ખરિજ રૂડિ જાત્રા થઈ મને;
વિશેષે શોભે છે, ગભિર વડ તૂંથી નરમદા,
કૃતાર્થી મોટો હૂં, દરશન વડે છૂં નરમદા.(અહીં રજૂ કરેલ કવિતામાં ઘણી જગ્યાએ જોડણી અલગ રીતે લખાઇ છે. જે ટાઇપીંગની ભૂલ નથી, પરંતુ નર્મદના સમયે લખાતી ગુજરાતી ભાષા મુજબ છે. સંદર્ભ -“નર્મકવિતા”: ખંડ - 3 પાના નં - 36. પ્રકાશક: કવિનર્મદ યુગાવર્ત ટ્રસ્ટ, સૂરત.
સાભાર: ડૉ. વિવેક ટેલર)

5 ટિપ્પણીઓ:

 1. ડૉક્ટર સાહેબ,

  તમારા સરસ સંગ્રહ અને તેની સુંદર રજૂઆત માટે ખૂબ ખૂબ અભિનંદન.

  ક્યાંયથી સ્મરણાંજલિની કેસેટ/સીડી ઉપરાંતના હેમુ ગઢવી મળે તો જરૂર મૂકવા વિનંતી છે.

  -માવજીભાઈના પ્રણામ
  (http://www.mavjibhai.com)

  જવાબ આપોકાઢી નાખો
 2. માવજીભાઇ
  આપના પ્રતિસાદ બદલ ખૂબ-ખૂબ આભાર. આપની ફરમાઇશ જરૂર પૂરી કરીશ. હેમુ ગઢવીની કોઇ રચનાઓના નામ જણાવો તો સારું પડશે
  આભાર

  જવાબ આપોકાઢી નાખો
 3. સ્મરણાંજલિકા

  http://www.raaga.com/channels/gujarati/movie/GJP000121.html

  જવાબ આપોકાઢી નાખો
 4. ડો.પ્રીતેશ, આપનુ સંકલન ઘણુ ગમ્યુ! આપ પણ મારા બ્લોગની મુલકાત લેશો અને અભિપ્રાય આપશો. http://tejshah.wordpress.com/
  -તેજસ

  જવાબ આપોકાઢી નાખો