મારા સાયબર વિશ્વમાં આપનું હાર્દિક સ્વાગત છે.........

પ્રિય મિત્રો,
આપ સૌ મારા બ્લોગ પર અવારનવાર પધારો છો તે મારા માટે ખૂબ જ આનંદની વાત છે. પણ ઘણા મિત્રો તેમના અભિપ્રાય આપ્યા વગર જ જતા રહે છે, જે મને થોડું અધુરૂં લાગે છે. આપ સૌના અભિપ્રાય મારા માટે ઘણાં જ અગત્યના છે અને તે મને કંઈક વધુ સારું કરવાની પ્રેરણા અને ઉત્સાહ આપતા રહે છે. તો મિત્રો આપ જ્યારે-જ્યારે મારા બ્લોગની મુલાકાત લો ત્યારે આપના અમૂલ્ય અભિપ્રાય આપતા રહો તેવી અપેક્ષા.

સૌ મિત્રોને નમ્ર વિનંતિ કે અહીં મુકેલી રચનાઓ માત્ર સાંભળવા માટે જ છે, આથી મહેરબાની કરી ડાઉનલોડ માટે પૂછવું નહીં. આભાર.
મારા સંગ્રહમાંથી કેટલાંક આલ્બમના મુખપૃષ્ઠો:



ગુરુવાર, 30 એપ્રિલ, 2009

પૂછો ના અમને પ્યારમાં

શબ્દ: ‘અમર’ પાલનપુરી
સ્વર: હરીશ સોની
આલ્બમ: ઉઝરડા

પૂછો ના અમને પ્યારમાં, શું શું થયું નથી;
સોગંદ તમારા, કાંઇ પણ બાકી રહ્યું નથી.
પૂછો ના અમને.....

નફરત કરી રહ્યા છો ભલે પ્યારથી તમે;
એ તો બતાવ, કોણ એ રસ્તે ગયું નથી.
સોગંદ તમારા કાંઇ પણ.....

આઘાત છે કે ધૈર્ય છે, એની ખબર નથી;
મારા નયનથી એક પણ અશ્રુ વહ્યું નથી.
સોગંદ તમારા કાંઇ પણ......

ઉપચારકોને છોડો, ‘અમર’ને જઇ મળો;
એવું કયું જે દર્દ છે જે, એણે સહ્યું નથી.
સોગંદ તમારા કાંઇ પણ.....

2 ટિપ્પણીઓ:

  1. અસલમા આ ગીત લગભગ કમલ બારોટે ગાયું છે અને પ્રિતેશભાઇ મનહરનું ગાયેલી શાયર લગભગ બદરી કાચવાળા છે એ ગઝલ જરા આંખ મીંચુ તો છો તમે આ ગઝલ છે

    જવાબ આપોકાઢી નાખો
  2. આભાર જયેશભાઇૢ

    મારી પાસે ઉઝરડા આલ્બમની સીડી છે. તેમાંથી આ ગઝલ મૂકી છે. કમલ બારોટના સ્વરમાં પણ તે હોય તો મને જાણ નથી.

    જવાબ આપોકાઢી નાખો