મારા સાયબર વિશ્વમાં આપનું હાર્દિક સ્વાગત છે.........

પ્રિય મિત્રો,
આપ સૌ મારા બ્લોગ પર અવારનવાર પધારો છો તે મારા માટે ખૂબ જ આનંદની વાત છે. પણ ઘણા મિત્રો તેમના અભિપ્રાય આપ્યા વગર જ જતા રહે છે, જે મને થોડું અધુરૂં લાગે છે. આપ સૌના અભિપ્રાય મારા માટે ઘણાં જ અગત્યના છે અને તે મને કંઈક વધુ સારું કરવાની પ્રેરણા અને ઉત્સાહ આપતા રહે છે. તો મિત્રો આપ જ્યારે-જ્યારે મારા બ્લોગની મુલાકાત લો ત્યારે આપના અમૂલ્ય અભિપ્રાય આપતા રહો તેવી અપેક્ષા.

સૌ મિત્રોને નમ્ર વિનંતિ કે અહીં મુકેલી રચનાઓ માત્ર સાંભળવા માટે જ છે, આથી મહેરબાની કરી ડાઉનલોડ માટે પૂછવું નહીં. આભાર.
મારા સંગ્રહમાંથી કેટલાંક આલ્બમના મુખપૃષ્ઠો:સોમવાર, 29 જૂન, 2009

એક બેવફા મારા મનદર્પણમાં

સ્વર: સુરેશ વાડેકર
આલ્બમ: અમર સદા અવિનાશ

ભાંગ્યા મનની આદત એવી, કે ભૂલનારાને ભૂલે નહીં;
એક ડાળ ઝૂલ્યો મનપંખી, હવે બીજી ડાળે ઝૂલે નહીં.

એક બેવફા મારા મનદર્પણમાં દર્શન દઇને ચાલી ગઇ,
કરી સ્નેહનું સર્જન, વિસર્જન થઇ ચાલી ગઇ.
એક બેવફા....

ઝંખી-ઝંખી ઓ મનપંખી, ક્યાં સુધી રીબાવું?
તરસ્યા રહીને મૃગજળ માટે, ક્યાં સુધી વલખાવું?
એક બેવફા....

એક બેવફા શબનમ બદલે,
આંસુવન વરસાવી ચાલી ગઇ.
એક બેવફા....

ઓ બેરહમ તેં ફૂલ બિછાવી, કંટક નીચે રાખ્યા;
તું થઇ બેઠી ગુલ કોઇનું, કાંટા મુજને વાગ્યા.
એક બેવફા....

એક બેવફા બાગ બનાવી,
આગ લગાવી ચાલી ગઇ.
એક બેવફા....

રવિવાર, 28 જૂન, 2009

તાપી સ્તોત્ર

આજે તાપીમાતાની સાલગીરી

એવી દંતકથા છે કે તાપીસ્તોત્રના રચયિતા નારદમુનિ છે.
સ્વર: સત્યેન જગીવાલા
સ્વરવૃન્દ: આશિષ શાહ, રૂપાંગ ખાનસાહેબ, નુતન સુરતી, વ્રતિની ઘાડઘે, ધ્વનિ દલાલ, પ્રિયંકા ભટ્ટાચાર્ય
સંગીત: મેહુલ સુરતી
નમો નમસ્તાપિની સૂર્યદેહે…

Tapti is a river of western India and the history of this river starts with its origin in the Betul district. The Tapti River originates in the Betul district from a place called Multai. The sanskrit name of Multai is Multapi, meaning origin of Tāpī Mātā or the Tapti River.
Tāptī is the daughter of Surya, the Sun God.

It rises in Betul district of Madhya Pradesh and flows between two spurs of the Satpura Hills, across the plateau of Khandesh, and thence through the plain of Surat to the sea. It has a total length of around 724 km. and drains an area of 30,000 sq. m. For the last 32 m. of its course, it is a tidal flow, but is only navigable by vessels of small tonnage; and the port of Swally at its mouth. The states through which the
the Tapi river flows include Maharashtra, Gujrat and Madhya Pradesh. Apart from the Narmada river, Tapti is the only river which flows in the westward direction and merges into the Arabian Sea.
The history of this river is closely associated with the Anglo Portuguese history. The upper reaches of the river are now deserted, owing to silting at the outflow of the river.The historical importance of Tapti river dates back to the earlier times when Tapti river at Surat was used as the major ports for the purpose of exports of goods and also as an important halt destination for Muslim pilgrimage called Haj to Mecca. The river is also called by the names of Tapati, Tapee, Tapti and Taapi.

The Tapi River in Thailand, was named after India's Tapti River in August 1915. The city located on its bank is also called Surat Thani.

શનિવાર, 27 જૂન, 2009

ભૂલું ભૂતકાળ તોયે

સ્વર: ગીતા દત્ત
ફિલ્મ: મંગળફેરા
સંગીત: અવિનાશ વ્યાસ
આલ્બમ: અતીતનાં સંભારણા

ભૂલું ભૂતકાળ તોયે કાળ એવો યાદ આવે છે
સૂતેલા ..... માં દિલદારનાં દર્શન કરાવે છે
ભૂલું ભૂતકાળ....

જગતનું વેર વ્હોરીને કર્યું વ્હાલું મેં કોઇને
અરે એ કોઇ આજે કોઇનું થઇને રીબાવે છે
ભૂલું ભૂતકાળ...

પ્રણયકેરી વફાઇમાં છુપાઇ બેવફાઇ છે
બનીને બહાનું હસવાનું રૂદન આંસુ વહાવે છે
ભૂલું ભૂતકાળ....

બહુ વાર્યું છતાંયે આંખડીએ આંસુડું સાર્યું
અરે એ આંસુઓ પણ આગની જ્વાળા જગાવે છે
ભૂલું ભૂતકાળ....

અરે કિસ્મત પૂછું તુજને ભાળ્યું તે .....કદી કોનું
બનાવી બાવરી મુજને હવે કોને બનાવે છે
ભૂલું ભૂતકાળ ....

શુક્રવાર, 26 જૂન, 2009

ઢોલ ઢબુક્યો આંગણિયે

સ્વર: મનહર ઉધાસ
આલ્બમ: આલાપ

ગોરી ચાલી પરદેશ, બાબુલની દુઆઓ લઇને;
ગોરી ચાલી પરદેશ........

ઢોલ ઢબુક્યો આંગણિયે ને, ગાજ્યું આખું ગામ;
પિત્તળિયા લોટા માંજીને ચળક્યું આખું ગામ.
ઢોલ ઢબુક્યો આંગણિયે....

બે હૈયાના દ્વાર ખુલ્યાની ચીસ હવામાં પ્રસરી;
ઘાસ ઢબૂરી ઓરડો સૂતો, જાગ્યું આખું ગામ.
ઢોલ ઢબુક્યો આંગણિયે....

કંકોતરીમાં અત્તર છાંટી ઘર-ઘર નોતરાં દીધાં;
ભેટ-સોગાદો થાળ ભરીને લાવ્યું આખું ગામ.
ઢોલ ઢબુક્યો આંગણિયે....

ભીનાં વાને જાતાં વાલમ, દેશ થયો પરદેશ;
ઘરનો ઊંબર તો શું છોડ્યો, છોડ્યું આખું ગામ.
ઢોલ ઢબુક્યો આંગણિયે....

એક-મેકના વિશ્વાસોને ઠેસ જરા-શી લાગી;
કાચનું વાસણ ફૂટે એવું ફૂટ્યું આખું ગામ.
ઢોલ ઢબુક્યો આંગણિયે....

ગુરુવાર, 25 જૂન, 2009

વ્હાલમની વાત કંઇ વ્હેતી કરાય નહીં

"પ્રીત નાં ગીત"ની 200મી પોસ્ટ
શબ્દ: ભાસ્કર વોરા
સ્વર: અતુલ પુરોહિત, સોલી કાપડીયા

વ્હાલમની વાત કંઇ વ્હેતી કરાય નહીં;
હળવેથી હૈયાને હલકું કરાય નહીં!

ગુનગુનતા ભમરાને કીધું કે દૂર જા,
કળીઓના કાળજામાં પંચમનો સૂર થા;
ફોરમના ફળિયામાં ફોગટ ફરાય નહીં:
હળવેથી હૈયાને હલકું કરાય નહીં!

કુંજકુંજ કોયલડી શીદને ટહુકતી,
જીવન વસંતભરી જોબનિયે ઝૂકતી;
પાગલની પ્રીત કંઈ અમથી હરાય નહીં:
હળવેથી હૈયાને હલકું કરાય નહીં!

પાગલની આગળ આ અંતરને ખોલવું,
બોલ્યું બોલાય નહીં એવું શું બોલવું?
ઘેલાન ી ઘેલછાથી ઘેલાં ધરાય નહીં;
હળવેથી હૈયાને હલકું કરાય નહીં!

અતુલ પુરોહિત

સોલી કાપડીયા (આલ્બમ: નજરને કહી દો કે)

મંગળવાર, 23 જૂન, 2009

કસમ દીધા છે મને જ્યારથી

આલ્બમ: સંબંધ તો આકાશ
શબ્દ : કવિ મેઘબિંદુ
સ્વર પુરુષોત્તમ ઉપાધ્યાય

કસમ દીધા છે મને જ્યારથી રહ્યો ત્યારથી ચૂપ
સાચું કહું છું મને ગમે છે તારું સુંદર રૂપ
કસમ દીધા છે........

બંધ કરું જો આંખો તોયે તું જ મને દેખાતી
મીઠી-મીઠી યાદોની સુગંધ મને વીંટળાતી
મળું તને હું તુજમાં ત્યારે થઇ જતો કદરૂપ
કસમ દીધા છે.......

પનઘટ પરથી સંકેતોની હેલ ભરી તું આવે
સ્મિત તણાં એ જળથી મારા જીવતરને ભીંજાવે
મળ્યું મને ના જોવા કોઇ દિ કોઇનું એવું રૂપ
કસમ દીધા છે......

સોમવાર, 22 જૂન, 2009

કહેતા જે દાદી વારતા, એવી પરી છે દોસ્ત

શબ્દ: કૈલાસ પંડિત,
સૈફ પાલનપુરી
સ્વર: મનહર ઉધાસ
આલ્બમ: આલાપ

“હતી દૃષ્ટિ પરંતુ એમાં કંઈ રંગીનતા નો’તી,
હૃદય શું છે મને એ વાતની કંઈ કલ્પના નો’તી,
તમારા સમ તમે આવ્યા જીવનમાં એની પહેલાં તો
પરીઓની કથાઓ પર, જરાયે આસ્થા નો’તી.”
- સૈફ પાલનપુરી

કહેતા જે દાદી વારતા, એવી પરી છે દોસ્ત
આંખોમાં એની યાદની મહેફીલ ભરી છે દોસ્ત

પાદરની ભીની મહેકથી ભીનો હજીયે છું
ખળખળ નદી આ લોહીની નસમાં ભરી છે દોસ્ત

એઓ ખરા છે આમ તો, એ તો કબૂલ પણ
મારીય વાત આમ જુઓ તો ખરી છે દોસ્ત

‘કૈલાસ’ એને ભૂલવું સંભવ નથી છતાં
ભૂલી જવાની આમ તો કોશીશ કરી છે દોસ્ત

રવિવાર, 21 જૂન, 2009

સંબંધની ગાગરથી પાણી ભરીશું તેમ

આલ્બમ: સંબંધ તો આકાશ
શબ્દ : કવિ મેઘબિંદુ
સ્વર હંસા દવે

સંબંધની ગાગરથી પાણી ભરીશું તેમ
લાગણીના દોરડા ઘસાયા
વાતોની વાવના ઊતરી પગથિયા
અમે પાણી પીધું ને ફસાયા

કેટલી વાર મારી ડૂબેલી ઇચ્છાને
નીંદડીથી કાઢી છે બહાર
ગોબા પડેલી ખાલી ગાગરનો મને
ઉંચકતા લાગે છે ભાર
નિર્જન આ પંથે સાવ ધીમી ચાલું
તો યે સ્મરણોના નીર છલકાયા
સંબંધની ગાગરથી.......

અફવાઓ સુણી સુણી ને મને રોજ રોજ
પજવે છે ઘરના રે લોકો
એકલી પડું ત્યારે આંસુના સથવારે
હૈયાનો બોજ કરું હલકો
એક પછી એક ગાંઠ વધતી રે જાય એમ
લાગણીનાં દોરડાં ટૂંકાયા
સંબંધની ગાગરથી..........

શનિવાર, 20 જૂન, 2009

ચોમાસું ક્યાંક આસપાસ છે

શબ્દ : તુષાર શુક્લ
સ્વર : આરતી મુન્શી
સંગીત : શ્યામલ-સૌમિલ મુન્શી
આલ્બમ : હસ્તાક્ષર

આંખોમા બેઠેલા ચાતક કહે છે, મારું ચોમાસું ક્યાંક આસપાસ છે;
ગાલો પર લજ્જાની લાલી ફૂટ્યાનું કોઈ કારણ પૂછે તો કહું ખાસ છે.
આંખોમા બેઠેલા…

કોરી કુંવારી આ હાથની હથેળીમાં માટીની ગંધ રહી જાગી;
તરસ્યા આ હોવાના કોરા આકાશમાં આષાઢી સાંજ એક માંગી.
વરસાદી વારતાઓ વાંચી વાંચીને હવે ભીજાવું એ તો આભાસ છે;
ગાલો પર લજ્જાની લાલી ફૂટ્યાનું કોઈ કારણ પૂછે તો કહું ખાસ છે.
આંખોમા બેઠેલા…

કોરપની વેદના તો કેમે સહેવાય નહીં રૂંવે રૂંવેથી મને વાગે;
પહેલા વરસાદ તણું મધમીઠું સોણલું રહી રહીને મારામાં જાગે.
નસનસ આ ફાટીને વહેવા ચહે છે, આ તે કેવો આષાઢી ઉલ્લાસ છે;
ગાલો પર લજ્જાની લાલી ફૂટ્યાનું કોઈ કારણ પૂછે તો કહું ખાસ છે.
આંખોમા બેઠેલા…

શુક્રવાર, 19 જૂન, 2009

કોણ હલાવે લીંબડી

સંગીત :અવિનાશ વ્યાસ
ફિલ્મ :સોનબાઇની ચૂંદડી(1976)
મૂળ ગાયકો: આશિત દેસાઇ, ફોરમ દેસાઇ

કોણ હલાવે લીંબડી ને કોણ ઝુલાવે પીપળી
ભાઇની બેની લાડકી ને ભઇલો ઝુલાવે ડાળખી…

લીંબડીની આજ ડાળ ઝુલાવે, લીંબોળી ઝોલા ખાય,
હીંચકો નાનો બેનનો એવો, આમ ઝુલણ્યો જાય,
લીંલુડી લીંબડી હેઠે, બેનીબા હિંચકે હીંચે……….કોણ…

એ પંખીડા, પંખીડા, ઓરા આવો એ પંખીડા,
બેની મારી હીંચકે હીંચે, ડાળીઓ તું ઝુલાવ,
પંખીડા ડાળીએ બેસો, પોપટજી પ્રેમથી હીંચો……કોણ…

આજ હીંચોડુ બેનડી, તારા હેત કહ્યા ના જાય,
મીઠડો વાયુ આજ બેની તારા હીંચકે બેસી જાય
કોયલ ને મોરલા બોલે, બેની નો હીંચકો ડોલે…..

કોણ હલાવે લીંબડી ને કોણ ઝુલાવે પીપળી
ભાઇની બેની લાડકી ને ભઇલો ઝુલાવે …
બેનડી જુલે …ભઇલો ઝુલાવે ડાળખી.

હે આજ વીરો લાવશે ભાત્, મીઠા ફળ ને ફૂલ,
ભાઈ-બેનીના હેતની આગળ, જગ આખું થશે ધૂળ.

વીરા ને.. રાખડી બાંધું…વીરાના મીઠડા લેશું,
વીરા ને.. રાખડી બાંધું…વીરાના મીઠડા લેશું...

કોણ હલાવે લીંબડી ને કોણ ઝુલાવે પીપળી
ભાઇની બેની લાડકી ને ભઇલો ઝુલાવે ડાળખી…

આ ગીત ત્રણ જુદા-જુદા સંગીતમાં માણો-
પાર્થિવ ગોહિલ માનસી પારેખ

ગુરુવાર, 18 જૂન, 2009

તમે તમારે નિરાંતે રહેજો

સ્વર: મનહર ઉધાસ
આલ્બમ: આલાપ

તમે તમારે નિરાંતે રહેજો ફિકર ના કરશો જરા અમારી
નિભાવી લેશું બધાની સાથે ભલેને સંકટ હજાર આવે
તમે તમારે નિરાંતે રહેજો....

હંમેશની આ બનાવટો પર ભરોસો નથી જરા પણ
કહો છો એવું કરી બતાવો તો કંઇક દિલને કરાર આવે
તમે તમારે નિરાંતે રહેજો....

તમોને છોડી બીજાની આગળ કદી ઝુકાવું હું મારું મસ્તક
તમારા સોગંદ તમે જ કહેજો તમોને કેવા વિચાર આવે
તમે તમારે નિરાંતે રહેજો....

કદીક ફુરસદ મળે તો વા'લા આ વાત પર પણ વિચાર કરજો
તમારું આવું વલણ રહે તો અમોને ક્યાંથી કરાર આવે
તમે તમારે નિરાંતે રહેજો....

અમોને તારા વિચાર આવે વિચારવાનું નથી કંઇ એમાં
વિચારવાનું તો એ જ છે કે તને અમારા વિચાર આવે
તમે તમારે નિરાંતે રહેજો....

બુધવાર, 17 જૂન, 2009

ડગલું ભર્યૂં કે ના હઠવૂં

શબ્દ : કવિ નર્મદ
સંગીત : શૌનક પંડ્યા
સ્વર : શૌનક પંડ્યા
આલ્બમ : નર્મદધારા

ડગલું ભર્યૂં કે ના હઠવૂં ના હઠવૂં;
વેણ કહાડ્યું કે ના લટવૂં ના લટવૂં.
ડગલું ભર્યૂં કે ના હઠવૂં....

સમજીને તો પગલૂં મુકવૂં, મૂકીને ના બ્હીવૂં;
જવાય જો નહિં આગળ તોયે, ફરી ન પાછું લેવૂં-
વેણ કહાડ્યું કે ના લટવૂં ના લટવૂં.
ડગલું ભર્યૂં કે ના હઠવૂં.....

ભણી ગણી જન પુખ્ત વિચારે, પાયો નાખે મજબૂત;
કો કાળે પણ જસ મોટો લે, નર્મદ કેરૂં સાબૂત-
વેણ કહાડ્યું કે ના લટવૂં ના લટવૂં.
ડગલું ભર્યૂં કે ના હઠવૂં.....


(અહીં રજૂ કરેલ કવિતામાં ઘણી જગ્યાએ જોડણી અલગ રીતે લખાઇ છે. જે ટાઇપીંગની ભૂલ નથી, પરંતુ નર્મદના સમયે લખાતી ગુજરાતી ભાષા મુજબ છે.
સંદર્ભ- “નર્મકવિતા”: ખંડ- 1 પાના નં.- 33 પ્રકાશક: કવિ નર્મદ યુગાવર્ત ટ્રસ્ટ, સૂરત.
સાભાર: ડૉ. વિવેક ટેલર)

મંગળવાર, 16 જૂન, 2009

નામ તેનો નાશ

સ્વર: આશિત દેસાઇ, પુરુષોત્તમ ઉપાધ્યાય

નામ તેનો નાશ આ એવો આભાસ છે
પ્રેમીઓના દિલમાં હજુય લૈલા નો વાસ છે
નામ તેનો નાશ….

ચંદ્રને ચકડોળે ચડાવો તોય તે નો તે જ છે
ચાંદનીના પ્રતાપે તો ચાંદમાં આ તેજ છે
નામ તેનો નાશ….

શહિદની દુનિયામાં પ્રેમનો પણ વિભાગ છે
જણાવું નામ કેટલાં એ મોટો ઇતિહાસ છે
નામ તેનો નાશ….

પ્રેમીઓ પણ આજે મંદિરમાં પૂજાય છે
રાધા ને કૃષ્ણ પણ મુખમાં મલકાય છે
નામ તેનો નાશ….

સોમવાર, 15 જૂન, 2009

આજ મારી નણદીએ મહેણું માર્યું

સ્વર: ગીતા દત્ત
આલ્બમ: અતીતનાં સંભારણા
ફિલ્મ: ગુણસુંદરીનો ઘરસંસાર

આજ મારી નણદીએ મહેણું માર્યું
ભાઇ ખોવાઇ ગયો ભાભીના આવતાં
બોલ્યા નણંદબા નયનો નચાવતાં
ઘરમાં બધું થાય ભાભી ધાર્યું
આજ મારી નણદીએ મહેણું માર્યું....

સ્નેહલ સમીર ભર્યું કામણ તો એવું કર્યું
વ્હાલભરી બહેન કેરું સગપણ હાર્યું
આજ મારી નણદીએ મહેણું માર્યું....

દિન-રાત રંગમાં ભાભીની સંગ રમે
વહુઘેલો વીરો મારો ભાભીને ચરણ નમે
લાખેણીલાજ મૂકી સાજન સારું
આજ મારી નણદીએ મહેણું માર્યું....

રવિવાર, 14 જૂન, 2009

કો'ક આવી દઇ ગયું

શબ્દ: વિનય ઘાસવાલા
સ્વર: મનહર ઉધાસ
આલ્બમ: આલાપ

કો’ક આવી દઈ ગયું તારી ખબર વરસો પછી
થઈ ગયું રોશન ફરી, દિલનું નગર વરસો પછી

દિલમાં પોઢેલી તમન્નાઓ ફરી જાગી ઉઠી
સ્મિત જોયું આજ મેં હોઠો ઉપર વરસો પછી

લોક કહે છે કે દુઆઓમાં અસર તો હોય છે
પણ મેં જોઈ એ દુઆઓની અસર વરસો પછી

મારી ગઝલો આજ તારી, આંખ છલકાવી ગઈ
ચાલ આખર થઈ તને, મારી કદર વરસો પછી

શુક્રવાર, 12 જૂન, 2009

સપના રૂપે ય આપ ન આવો

સ્વરઃ મન્ના ડે(૧૯૬૮)
ગીત: બરકત વિરાણી ‘બેફામ’
સંગીતઃ નીનુ મઝુમદાર

સપના રૂપે ય આપ ન આવો નજર સુધી
ઊડી ગઈ છે નીંદ હવે તો સહર સુધી

મારા હ્રદયને પગ નીચે કચડો નહીં તમે
કે ત્યાંના માર્ગ જાય છે ઈશ્વરના ઘર સુધી

શ્રદ્ધાની હો સુવાસ પ્રતિક્ષાનો રંગ હો
એવાં ફૂલો ખીલે છે ફક્ત પાનખર સુધી

આંખોમાં આવતાં જ એ વરસાદ થઈ ગયા
આશાનાં ઝાંઝવાં જે રહ્યા'તાં નજર સુધી

મૈત્રીનાં વર્તુળોમાં જનારાની ખેર હો
નીકળી નહીં એ નાવ જે પહોંચી ભંવર સુધી

ઉપકાર મુજ ઉપર છે જુદાઈની આગનો
એક તેજ સાંપડ્યું છે તિમિરમાં સહર સુધી

મંઝિલ અમારી ખાકમાં મળતી ગઈ સદા
ઊઠતા રહ્યા ગુબાર અવિરત સફર સુધી

'બેફામ' તો યે કેટલું થાકી જવું પડ્યું
નહિ તો જીવનનો માર્ગ છે ઘરથી કબર સુધી

મંગળવાર, 9 જૂન, 2009

ઝેર તો પીધાં જાણી જાણી

સ્વર : રેખા ત્રિવેદી
ભજન : મીરાબાઇ

નથી રે પીધાં અણજાણી રે, મેવાડા રાજા
ઝેર તો પીધાં જાણી જાણી

કોયલ ને કાગ રાણા એક જ વરણા રે,
કડવી લાગે છે કાગવાણી, મેવાડા રાજા
ઝેર તો પીધાં જાણી જાણી

ઝેર નાં કટોરા જ્યારે રાણાજી મોકલે,
તેનાં બનાવ્યા દૂધ-પાણી, મેવાડા રાજા
ઝેર તો પીધાં જાણી જાણી

રીસ કરીને રાણો ખડગ ઉપાડે રે,
ક્રોધ રૂપે દરસાણી, મેવાડા રાજા
ઝેર તો પીધાં જાણી જાણી

સાધુ નો સંગ મીરાં છોડી દિયો રે,
તો તુને કરુ પટરાણી, મેવાડા રાજા
ઝેર તો પીધાં જાણી જાણી

બાઇ મીરાં કહે પ્રભુ ગીરીધરનાગર,
મન રે મળ્યાં કાનુદાણી, મેવાડા રાજા
ઝેર તો પીધાં જાણી જાણી

નથી રે પીધાં અણજાણી રે, મેવાડા રાજા
ઝેર તો પીધાં જાણી જાણી

સોમવાર, 8 જૂન, 2009

મારા હૃદયની વાત

શબ્દ: મનોજ મુની
સ્વર-સંગીત: સોલી કાપડીયા

મારા હૃદયની વાત તને કહી રહ્યો છું આજ,
વર્ષો વિત્યે ફરી મળ્યા તો વહી રહ્યો છું આજ.

કાલે સવાર પડતા ને ઝાકળ ઉડી જશે,
ખરતા ફુલો મંહી જરા સુગંધ રહી જશે,
ફુલોના આંસુઓની કથા કહી રહ્યો છું આજ… મારા

દરિયો ઉલેચ્યો પાંપણે, આંખે ઉકેલી રેત,
મરજીવા થઈ મૃગજળતણાં માંડી’તી કેવી ખેત !
મોતી થવાની કોરી વ્યથા કહી રહ્યો છું આજ… મારા

નજરું ભરીભરી પ્રથમ મેં હેત ઠાલવ્યું,
સાન્નિધ્ય લઈ સ્મૃતિનું પછી મૌન જાળવ્યું;
શબ્દોની શેરી સાંકડી ભેદી રહ્યો છું આજ,
પૂછ્યું તમે કે ‘કેમ છો?’ પીગળી રહ્યો છું આજ…

રવિવાર, 7 જૂન, 2009

માઝમ રાતે નીતરતી નભની ચાંદની

સ્વર: લતા મંગેશકર
આલ્બમ: એક રજકણ સૂરજ

માઝમ રાતે નીતરતી નભની ચાંદની
અંગે અંગ ધરણી ભિંજાય માઝમ રાતે

સૂનો રે મારગ ને ધીમો ધીમો વાયરો
એના જોબનિયા ઘેલા ઘેલા થાય
આભલા ઝબૂકે એની સંગ રે સુંદર
ઓ..ગીત કાંબિયુંનું રેલાય
હે રે એને જોઈ આંખ અપલંકી થાય
માઝમ રાતે.....

કેડે બાંધી'તી એણે સુવાસણી
એમાં ભેદ ભરેલ અણમોલ
એક ડગલું એક નજર એની
એનો એક કુરબાનીનો કોલ
એ ઝૂલે ગુલ ફાગણનું ફુલ દોલ
માઝમ રાતે.....

નેણમાંથી નભના રંગ નીતરે રે
એનો ઝીલણહારો રે દોલ
હશે કોઈ બડભાગી વ્હાલિડો પ્રીતમ
જેને હૈડે ફોરે ચકોર
હે સપનાની કૂંજ કેરો મયુર
માઝમ રાતે.....

માઝમ રાતે નીતરતી નભની ચાંદની
અંગે અંગ ધરણી ભિંજાય માઝમ રાતે

શનિવાર, 6 જૂન, 2009

નવ કરશો કોઇ શોક રસિકડાં

શબ્દ : કવિ નર્મદ
સંગીત : મેહુલ સુરતી,
સ્વર : દ્રવિતા ચોક્સી
આલ્બમ : નર્મદધારા

નવ કરશો કોઇ શોક રસિકડાં,
નવ કરશો કોઇ શોક .....

યથાશક્તિ રસપાન કરાવ્યું,
સેવા કીધી બનતી . રસિકડાં-
નવ કરશો કોઇ શોક.....

પ્રેમિઅંશને રુદન આવશે,
શઠ હરખાશે મનથી. રસિકડાં-
નવ કરશો કોઇ શોક.....

હરિકૃપાથિ મમ લેખચિત્રથી,
જીવતો છઊં હું દમથી રસિકડાં-
નવ કરશો કોઇ શોક.....

વીર સત્યને રસિક ટેકિપણું,
અરિ પણ ગાશે દિલથી. રસિકડાં-
નવ કરશો કોઇ શોક......

જગતનીમ છે જનન મરણ નો,
દૃઢ રહેજો હિંમતથી. રસિકડાં-
નવ કરશો કોઇ શોક......

મને વિસારી રામ સમરજો,
સુખી થાશો તે લતથી. રસિકડાં-
નવ કરશો કોઇ શોક.........

(અહીં રજૂ કરેલ કવિતામાં ઘણી જગ્યાએ જોડણી અલગ રીતે લખાઇ છે. જે ટાઇપીંગની ભૂલ નથી, પરંતુ નર્મદના સમયે લખાતી ગુજરાતી ભાષા મુજબ છે.
સંદર્ભ- “નર્મકવિતા”: પ્રકાશક: કવિનર્મદ યુગાવર્ત ટ્રસ્ટ, સૂરત.
સાભાર: ડૉ. વિવેક ટેલર)

શુક્રવાર, 5 જૂન, 2009

મેં તો ચાંદલો કર્યો છે તારા નામનો

આલ્બમ: સંબંધ તો આકાશ
શબ્દ : કવિ મેઘબિંદુ
સ્વર: હંસા દવે

મેં તો ચાંદલો કર્યો છે તારા નામનો,
નોતું પુછ્યુ તને છે કિયા ગામનો....

તારી આંખોમાં તેજ કૈંક એવું જોયું, કે અંજાઇ ગઇ મારી આંખો;
સાચું કહુંતો મને તારા સિવાય હવે, લાગે મલક સાવ ઝાંખો;
તને પામ્યા પછી મને લાગ્યો ના ભાર, ક્યારેય કોઇ સંતાપનો.
મેં તો ચાંદલો કર્યો છે તારા નામનો....

તારી એ વાંસળીમાં એવું કેવું જાદુ, તને મળવાની ઇચ્છાઓ જાગે;
યમુના, કદંબવૃક્ષ, મોરપિચ્છ, સહુ મને વ્હાલા વ્હાલા વ્હાલા બહુ લાગે;
રમતા ગોવાળિયા સાથે રહીને, પર્વત ગોવર્ધન ઉપાડતો.
મેં તો ચાંદલો કર્યો છે તારા નામનો....

બુધવાર, 3 જૂન, 2009

તું જો આજે મારી સાથે જાગશે

સ્વર : મનહર ઉધાસ
આલ્બમ : આલાપ
શબ્દ : અદી મિરઝા

તું જો આજે મારી સાથે જાગશે
ચાંદ ક્યાંથી ચાંદ જેવો લાગશે
તું જો આજે મારી સાથે....

તું અમારો છે તો, ધરતીના ખુદા!
તું અમારા જેવો ક્યારે લાગશે?
તું જો આજે મારી સાથે....

કોણ તારી વાત સાંભળશે, હૃદય!
એક પથ્થર કોને કોને વાગશે!
તું જો આજે મારી સાથે....

હું રડું છું એ જ કારણથી હવે,
હું હસું તો એને કેવું લાગશે!
તું જો આજે મારી સાથે....

જિંદગી શું એટલી નિર્દય હશે?
એ મને શું એક પળમાં ત્યાગશે?
તું જો આજે મારી સાથે....

એણે માગી છે દુવા તારી, ‘અદી’
તું ખુદા પાસે હવે શું માગશે?
તું જો આજે મારી સાથે....

મંગળવાર, 2 જૂન, 2009

અચકો મચકો કાં રે લી

ફિલ્મ સોન કંસારી

તમે કિયા તે ગામનાં ગોરી રાજ
અચકો મચકો કાં રે લી.....

અમે ગોંડલ ગામના ના ગોરી રાજ
અચકો મચકો કાં રે લી.....

તમે દલડાં લીધાં ચોરી રાજ
અચકો મચકો કાં રે લી.....

આ તો ચોરી પર શિરજોરી રાજ
અચકો મચકો કાં રે લી.....

હે.... જો ને પાંચ વેંતની પૂતળી અને (...) જો ને ધાર
હે.... નારી સંગે નટ રમે તમે ચતુર કરો વિચાર

ધીન-ધાક ધીન-ધાક રંગ-રંગીલું સાંબેલું
ધીન-ધાક ધીન-ધાક છેલ-છબીલું સાંબેલું

તમે કેટલા ભાઈ કુંવારા રાજ
અચકો મચકો કાં રે લી.......

અમે સાતે ભાઈ કુંવારા રાજ
અચકો મચકો કાં રે લી......

જે રંગે અમારી રમશે રાજ
અચકો મચકો કાં રે લી......

સોમવાર, 1 જૂન, 2009

જગતમાં કોણ ભલા ખુશનસીબ આપ કહો

શબ્દ : સુરેન ઠક્કર ‘મેહુલ’
સ્વર : આશિત દેસાઇ
સંગીત : તલત અઝીઝ
આલ્બમ : લાગણી

જગતમાં કોણ ભલા ખુશનસીબ આપ કહો;
ઘડ્યું છે રૂપ ખુદાએ માહતાબ કહો.

હજાર લાખ સિતારાને ખરલમાં ઘૂંટી,
દીધું છે તેજ લલાટે પછી ધીરજ ખૂટી,
સદા બહાર સુમનની મધુર મહેક લૂંટી,
ઘડ્યું છે મસ્ત ફૂલ બહાર રૂપ ખ્વાબ કહો.

વિરાટ સ્વપ્ન વસંતો ના તમોને દીઘા,
સૂરાના નામે અમે પ્રેમ ધૂંટને પીધા,
તમારા એજ દિવસથી થવાના સમ લીધા,
મળ્યું છે તમને જીવન ખીલતું ગુલાબ કહો.

હતો હું છિન્નભિન્ન આપને મળ્યા પહેલા,
મને દર્શન થયા છે ક્યાંય પણ ઢળ્યા પહેલા,
બુલંદ મારો સિતારો જુઓ ખર્યા પહેલા,
મળ્યું જીવન લો હવે પ્રેમંની કિતાબ કહો.