મારા સાયબર વિશ્વમાં આપનું હાર્દિક સ્વાગત છે.........

પ્રિય મિત્રો,
આપ સૌ મારા બ્લોગ પર અવારનવાર પધારો છો તે મારા માટે ખૂબ જ આનંદની વાત છે. પણ ઘણા મિત્રો તેમના અભિપ્રાય આપ્યા વગર જ જતા રહે છે, જે મને થોડું અધુરૂં લાગે છે. આપ સૌના અભિપ્રાય મારા માટે ઘણાં જ અગત્યના છે અને તે મને કંઈક વધુ સારું કરવાની પ્રેરણા અને ઉત્સાહ આપતા રહે છે. તો મિત્રો આપ જ્યારે-જ્યારે મારા બ્લોગની મુલાકાત લો ત્યારે આપના અમૂલ્ય અભિપ્રાય આપતા રહો તેવી અપેક્ષા.

સૌ મિત્રોને નમ્ર વિનંતિ કે અહીં મુકેલી રચનાઓ માત્ર સાંભળવા માટે જ છે, આથી મહેરબાની કરી ડાઉનલોડ માટે પૂછવું નહીં. આભાર.
મારા સંગ્રહમાંથી કેટલાંક આલ્બમના મુખપૃષ્ઠો:ગુરુવાર, 18 જૂન, 2009

તમે તમારે નિરાંતે રહેજો

સ્વર: મનહર ઉધાસ
આલ્બમ: આલાપ

તમે તમારે નિરાંતે રહેજો ફિકર ના કરશો જરા અમારી
નિભાવી લેશું બધાની સાથે ભલેને સંકટ હજાર આવે
તમે તમારે નિરાંતે રહેજો....

હંમેશની આ બનાવટો પર ભરોસો નથી જરા પણ
કહો છો એવું કરી બતાવો તો કંઇક દિલને કરાર આવે
તમે તમારે નિરાંતે રહેજો....

તમોને છોડી બીજાની આગળ કદી ઝુકાવું હું મારું મસ્તક
તમારા સોગંદ તમે જ કહેજો તમોને કેવા વિચાર આવે
તમે તમારે નિરાંતે રહેજો....

કદીક ફુરસદ મળે તો વા'લા આ વાત પર પણ વિચાર કરજો
તમારું આવું વલણ રહે તો અમોને ક્યાંથી કરાર આવે
તમે તમારે નિરાંતે રહેજો....

અમોને તારા વિચાર આવે વિચારવાનું નથી કંઇ એમાં
વિચારવાનું તો એ જ છે કે તને અમારા વિચાર આવે
તમે તમારે નિરાંતે રહેજો....

2 ટિપ્પણીઓ:

  1. Gazal je vage che ne je lakhi che te banne alaag che. Aabhar

    જવાબ આપોકાઢી નાખો
  2. મારા કોમ્પ્યુટરમાં બરાબર સંભળાય છે. ફરી પ્રયાસ કરો, અને હા "play" સિવાય અન્ય કોઇ જગ્યાએ ક્લિક કરતા પણ આમ બન્યુ હોઇ શકે

    જવાબ આપોકાઢી નાખો