મારા સાયબર વિશ્વમાં આપનું હાર્દિક સ્વાગત છે.........

પ્રિય મિત્રો,
આપ સૌ મારા બ્લોગ પર અવારનવાર પધારો છો તે મારા માટે ખૂબ જ આનંદની વાત છે. પણ ઘણા મિત્રો તેમના અભિપ્રાય આપ્યા વગર જ જતા રહે છે, જે મને થોડું અધુરૂં લાગે છે. આપ સૌના અભિપ્રાય મારા માટે ઘણાં જ અગત્યના છે અને તે મને કંઈક વધુ સારું કરવાની પ્રેરણા અને ઉત્સાહ આપતા રહે છે. તો મિત્રો આપ જ્યારે-જ્યારે મારા બ્લોગની મુલાકાત લો ત્યારે આપના અમૂલ્ય અભિપ્રાય આપતા રહો તેવી અપેક્ષા.

સૌ મિત્રોને નમ્ર વિનંતિ કે અહીં મુકેલી રચનાઓ માત્ર સાંભળવા માટે જ છે, આથી મહેરબાની કરી ડાઉનલોડ માટે પૂછવું નહીં. આભાર.
મારા સંગ્રહમાંથી કેટલાંક આલ્બમના મુખપૃષ્ઠો:શનિવાર, 4 જુલાઈ, 2009

.........જરા હળવે હળવે

આજે સૌ પ્રથમવાર "પ્રીત નાં ગીત" પર મારી સ્વરચિત કૃતિ મુકવાની ગુસ્તાખી કરી રહ્યો છું. મનમાં એક અજબ પ્રકારની ઉત્કંઠા છે કે, કેવા પ્રતિભાવો આવશે. આપ સૌને મારી વિનંતિ છે કે, આપના પ્રતિભાવો મને વધું સારું સર્જન કરવાની પ્રેરણા આપશે. ખાસ કરીને, રચનામાં કંઇ બંધારણીય (માળખાગત) ક્ષતિ હોય તો જરૂરથી ધ્યાન દોરશો.

વસંત કેરો સ્પર્શ પુષ્પને ખીલવે;
મહેકી ઊઠે ચમન, જરા હળવે હળવે.

ઝરમર વરસે મેહ ધરાને ભીંજવે;
નાચે મન મયુર, જરા હળવે હળવે.

દીદાર થાય એમના, નજર ને નજર મળે;
પાંગરે પ્રણય કેરાં બીજ, જરા હળવે હળવે.

થથરતાં હોઠે, ધડકતાં હૈયે, ઉપવન મધ્યે;
ઝાલ્યો'તો એમનો હાથ, જરા હળવે હળવે.

નિષ્ઠુર થયા એ, 'પ્રીત' ભર્યા હૃદયને તોડે;
તો યે કહ્યું અમે, જોજો જરા હળવે હળવે.

5 ટિપ્પણીઓ:

 1. જરા હળવે હળવે !

  વાહ..પ્રથમ સ્વરચિત કૃતિ ખરેખર દાદને પાત્ર છે. કોમળ ભાવો રજૂ કરતું સુંદર ગીત.

  જવાબ આપોકાઢી નાખો
 2. સુંદર રચના.,..


  પંચમભાઈની વાત સાથે સહમત છું...

  જવાબ આપોકાઢી નાખો
 3. Dear dr ( sorry poet) pritesh, It is really really a surprise that you are so much into the gujarati literature & sugam sangeet, over & above irregularly irregular life of the most vital branch i.e. anesthesiology. How many hours in a day you get? We get only 24 hrs.
  God bless you !
  -Dr. Kashyap

  જવાબ આપોકાઢી નાખો