મારા સાયબર વિશ્વમાં આપનું હાર્દિક સ્વાગત છે.........

પ્રિય મિત્રો,
આપ સૌ મારા બ્લોગ પર અવારનવાર પધારો છો તે મારા માટે ખૂબ જ આનંદની વાત છે. પણ ઘણા મિત્રો તેમના અભિપ્રાય આપ્યા વગર જ જતા રહે છે, જે મને થોડું અધુરૂં લાગે છે. આપ સૌના અભિપ્રાય મારા માટે ઘણાં જ અગત્યના છે અને તે મને કંઈક વધુ સારું કરવાની પ્રેરણા અને ઉત્સાહ આપતા રહે છે. તો મિત્રો આપ જ્યારે-જ્યારે મારા બ્લોગની મુલાકાત લો ત્યારે આપના અમૂલ્ય અભિપ્રાય આપતા રહો તેવી અપેક્ષા.

સૌ મિત્રોને નમ્ર વિનંતિ કે અહીં મુકેલી રચનાઓ માત્ર સાંભળવા માટે જ છે, આથી મહેરબાની કરી ડાઉનલોડ માટે પૂછવું નહીં. આભાર.
મારા સંગ્રહમાંથી કેટલાંક આલ્બમના મુખપૃષ્ઠો:સોમવાર, 6 જુલાઈ, 2009

ચાહત


સ્વરચિત કૃતિ:

કૈક એવી રીતે એ મનમાં વસે
કે આંખોથીય ઓઝલ રહે

વાસી દઉં ક્માડ પાંપણના
કે નજરનીય નજર ના લાગે

કરે ગુફતગુ ધડકનની સાથે
કે મારાય કાન બેખબર રહે

ખીલી ઊઠે ગુલ વેરાન ચમનમાં
કે બેદર્દ પાનખરેય વસંત લાગે

વરસે "પ્રીત" અનરાધાર મેઘ બની
કે ચાતકનીય કોઈ તરસ ના રહે

નીરખી રહું એમને સ્વપ્નમાં
ભલે પછી કદી પ્રભાત ના દીસે

3 ટિપ્પણીઓ:

  1. તમે શરૂઆત જ કરી છે એતલે વધારે આગળ નીકળી જાઓ એ પહેલાં મારે તમને એક વણમાંગી સલાહ આપવાની છે... ગઝલ અને ગીત- બંનેનું પોતાનું એક નિર્ધારિત સ્વરૂપ અને લય-છંદ શાસ્ત્ર છે. એ શીખ્યા વિના આગળ વધશો તો સામે 'ડેડ-એન્ડ' છે!!

    જવાબ આપોકાઢી નાખો
  2. વિવેકભાઇ
    આપનો ખૂબ-ખૂબ આભાર. હું જરૂરથી આપની વાત ધ્યાનમાં રાખીશ. આગળ પણ તમારો હંમેશા સાથ અને મદદ મળતા રહે તેવી આશા રાખું છું.

    જવાબ આપોકાઢી નાખો