મારા સાયબર વિશ્વમાં આપનું હાર્દિક સ્વાગત છે.........

પ્રિય મિત્રો,
આપ સૌ મારા બ્લોગ પર અવારનવાર પધારો છો તે મારા માટે ખૂબ જ આનંદની વાત છે. પણ ઘણા મિત્રો તેમના અભિપ્રાય આપ્યા વગર જ જતા રહે છે, જે મને થોડું અધુરૂં લાગે છે. આપ સૌના અભિપ્રાય મારા માટે ઘણાં જ અગત્યના છે અને તે મને કંઈક વધુ સારું કરવાની પ્રેરણા અને ઉત્સાહ આપતા રહે છે. તો મિત્રો આપ જ્યારે-જ્યારે મારા બ્લોગની મુલાકાત લો ત્યારે આપના અમૂલ્ય અભિપ્રાય આપતા રહો તેવી અપેક્ષા.

સૌ મિત્રોને નમ્ર વિનંતિ કે અહીં મુકેલી રચનાઓ માત્ર સાંભળવા માટે જ છે, આથી મહેરબાની કરી ડાઉનલોડ માટે પૂછવું નહીં. આભાર.
મારા સંગ્રહમાંથી કેટલાંક આલ્બમના મુખપૃષ્ઠો:ગુરુવાર, 13 ઑગસ્ટ, 2009

આપણા મલકના માયાળુ માનવી (હાલોને આપણા મલકમાં)

સ્વરઃ ?પ્રફુલ્લ દવે, દિવાળીબેન ભીલ

હે..... હેતાળાં ને મમતાળાં જ્યાં માનવ જોને વસતાં,
હે.....મહેમાનોને માન દઇને હેતથી હૈયું ધરતાં;
પંડ તણાં પાથરણાં થઇ જ્યાં હરખાતાં નર-નારી,
હે.......જગમાં જ્યાં મહેમાનગતિની વાત જ સૌથી ન્યારી.

આપણા મલકના માયાળુ માનવી,
માયા રે મેલીને વહ્યાં આવો મારા મે'રબાન;
રિયોને આપણા મલકમાં...

સાંજ પડેને ગામને પાદર, ગાયો પાછી વળતી;
દુર ભલેને વસતા તોયે, યાદ આવે આ ધરતી;
ગામને કૂવે પાણી સીંચન્તી, પનિહારી નખરાળી;
સરખી સૈયર વળતી ટોળે, વાત કરે મલકાતી.

આપણા મલકમાં ઓઢણ ઓરડા
ઉચાળા ભરી ઘોડે ચડજો મારા મે'રબાન
રિયોને આપણા મલકમાં...

વર્ષા માથે ધરતી રૂડી, ઓઢણી લીલી ઓઢે;
પેટિયું રળવા અમ જેવાના, મલક રૂડો છોડે;
વાર-તહેવારે ગામવચાળે, રાસની રંગત જામે;
બાળપણાની ગોઠડી મીઠી, યાદ આવે હૈયાને.

આપણા મલકમાં નવણ કોડિયું,
નાવણિયાં કરી ઘોડે ચડજો મારાં મે'રબાન;
રિયોને આપણા મલકમાં...

રોજ પરભાતે (............)
રાત પડેને માવલડીના, હાલરડાં સંભળાતા;
છાશને રોટલો પ્રેમથી દેતી, રોજ શિરામણ ટાણે;
અમૃત જેવાં લાગે એ તો, માવલડીના હાથે.

આપણા મલકમાં ભોજન લાપસી,
કે ભોજનિયાં કરી ઘોડે ચડજો મારા મે'રબાન;
રિયોને આપણા મલકમાં...

પંખીડાં રે સૌ સાથે રે બેસી, ગીતડાં રૂડાં ગાતાં;
ગીતડાં સુણી માનવીયુંના, હૈયાં રે હરખાતાં;
ભરવસંતે ટહુકે ઓલી, કાળવી કોયલ રાણી;
(....) માથે મોરલો બેસી, બોલતો મીઠીવાણી.

આપણા મલકમાં ઓઢણ ઢોલિયા,
ઓઢણિયાં કરી ઘોડે ચડજો મારા મે'રબાન;
રિયોને આપણા મલકમાં...
(નોંધઃ આ લોકગીત મેં સાંભળીને તેના શબ્દો અહીં લખવાનો પ્રયાસ કર્યો છે. અમુક શબ્દો મને સમજાતા નથી ત્યાં જગ્યા છોડી છે. આપ સૌને વિનંતિ કે આ લોકગીતના શબ્દો મને પહોંચાડશો તો આભારી થઇશ.)

2 ટિપ્પણીઓ:

 1. ગુજરાતી સાહિત્ય, ગઝલ સાહિત્ય અને ગુજરાતી ગીતોને ગુજરાતીઓના દીલમાં સીધી પહોચાયવાની તમારી મહેનત ખરેખર કાબિલે દાદ છે.
  પ્રફુલ્લ દવે હોય અલકા યાજ્ઞીક હોય અને દિવાળીબેન હોય પછી જો ગુજરાતીઓનું હૈયું નાચી ના ઉઠે તો શું થાય?
  બહુ મજા આવી
  તમારી કામયાબીની શુભેચ્છા પાઠવું છું.
  આગળ વધો.
  ગુજરાતીઓ ને તો આગળ વધવું જ પડે ભાઈલા.
  પોસ્ટ પર મળીતા રહીશું. ક્યારે રૂબરુ પણ મળી જવાય તો કેવું?

  જવાબ આપોકાઢી નાખો
 2. આભાર પંકજભાઇ,
  આપ સૌના અભિપ્રાય મારા માટે ઘણાં જ અગત્યના છે અને તે મને કંઈક વધુ સારું કરવાની પ્રેરણા અને ઉત્સાહ આપતા રહે છે.

  જવાબ આપોકાઢી નાખો