મારા સાયબર વિશ્વમાં આપનું હાર્દિક સ્વાગત છે.........

પ્રિય મિત્રો,
આપ સૌ મારા બ્લોગ પર અવારનવાર પધારો છો તે મારા માટે ખૂબ જ આનંદની વાત છે. પણ ઘણા મિત્રો તેમના અભિપ્રાય આપ્યા વગર જ જતા રહે છે, જે મને થોડું અધુરૂં લાગે છે. આપ સૌના અભિપ્રાય મારા માટે ઘણાં જ અગત્યના છે અને તે મને કંઈક વધુ સારું કરવાની પ્રેરણા અને ઉત્સાહ આપતા રહે છે. તો મિત્રો આપ જ્યારે-જ્યારે મારા બ્લોગની મુલાકાત લો ત્યારે આપના અમૂલ્ય અભિપ્રાય આપતા રહો તેવી અપેક્ષા.

સૌ મિત્રોને નમ્ર વિનંતિ કે અહીં મુકેલી રચનાઓ માત્ર સાંભળવા માટે જ છે, આથી મહેરબાની કરી ડાઉનલોડ માટે પૂછવું નહીં. આભાર.
મારા સંગ્રહમાંથી કેટલાંક આલ્બમના મુખપૃષ્ઠો:બુધવાર, 9 સપ્ટેમ્બર, 2009

નૈનની સાથે તમે મળ્યા ને

શબ્દઃ ભૂપેન્દ્ર વકીલ
સ્વરઃ ખુશ્બૂ પટેલ
સંગીતઃ સુનિલ રેવાર

નેનની સાથે તમે મળ્યાં ને
ઉરમાં ગુંજ્યાં ગાન!

ધીર મઘુરા રવથી એણે
ગાતો કર્યો મુજ પ્રાણ!

જગતે ભૂલી એક જ દયાને
ભજી રહ્યો હું પ્રિય નામ

વ્હાલો માન્યો મેં એકતારાને
વીણા થકી આ જગધામ

પ્રાણથી પ્યારું જાળવી રાખું
પ્રાણના ભોગે હે રામ!

મુજ ગરીબની મિરાત મોંઘી
એનાં ગણવા મારે શા દામ?

નેનની સાથે નેન મળ્યાં ને
ઉરમાં ગુંજ્યાં ગાન!

3 ટિપ્પણીઓ:

  1. khub j saras geet !
    sundar swarankan ane madhur swar thi geet vadhare karnapriy lagi rahyu che.

    જવાબ આપોકાઢી નાખો
  2. હમણાં જ સુનિલ રેવર પાસેથી જાણ્યુ કે આગીત ખુશ્બૂ પટેલે ગાયું છે. "અજ્ઞાત"નો ધ્યાન દોરવા બદલ આભાર.
    તા.ક. ટિપ્પણી સાથે આપનું નામ જણાવ્યું હોત તો સારું લાગતે.

    જવાબ આપોકાઢી નાખો